Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 14
________________ હીનને ઘણું પણ જ્ઞાન આંધળાની આગળ લાખો અને ક્રો દીપકની જેમ શું ફળ આપશે? ચારિત્રયુક્તને મળેલું ઘેટું પણ શ્રુત ચક્ષુસહિતને એકાદ પણ દીપકની જેમ પ્રકાશ કરનારું થાય છે. ચંદનના ભારને વહન કરનાર ગર્દભ ભારને ભાગી થાય છે, પણ ચંદનની સુગંધને ભાગી થતું નથી, તેમ ચારિત્રથી હીન એ જ્ઞાની જ્ઞાનને (એટલે જ્ઞાન ભણવાથી ઉત્પન્ન થયેલા કલેશને) ભાગી થાય છે, પણ સુગતિને ભાગી થતું નથી, જ્ઞાન સાથે ક્રિયાને સંગ થવાથી મોક્ષ થાય છે, પણ એકલા જ્ઞાનથી નહિ. જેમ એક ચકવડે રથ ચાલતું નથી પણ બે ચક્રવડે ચાલે છે, અથવા જેમ આંધળે અને પાંગળે સાથે મળીને ઈષ્ટ સ્થાને પહોંચે છે, તેમ જ્ઞાન અને ક્રિયા સાથે મળીને જ મોક્ષને સાધે છે, એકાકીપણે નહિ જ, જેમ ઘરની શુદ્ધિ કરવી હોય તે દીપકને પ્રકાશ જોઈએ, જૂના કચરાને કાઢવો જોઈએ અને નવા આવતા કચરાને કો જોઈએ. તેમ જીવની શુદ્ધિમાં જ્ઞાન એ દીપકની જેમ પ્રકાશ કરનારું છે, અને ક્રિયા કે જે તપસંયમ ઉભય સ્વરૂપ છે, તે અનુક્રમે કમરૂપી કચરાને કાઢનાર છે તથા નવાં આવતાં કમરૂપી કચરાને રેકનાર છે. આ રીતે મોક્ષમાર્ગમાં કિયા એ મુખ્ય ઉપકારક છે અને જ્ઞાન એ તેનું એક સાધનમાત્ર છે. તેથી તપ-સંયમરૂપી ક્રિયાને પુષ્ટ અને શુદ્ધ કરનાર પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયા અને તેને લગતાં સૂત્રોનું અધ્યયન-અધ્યાપન એ મોક્ષમાર્ગનું અનિવાર્ય અંગ છે. પહેલું તત્ત્વાર્થાધિગમસૂત્ર કે પહેલું પ્રતિકમણુસૂત્ર? મુકિતમાર્ગે પ્રયાણ કરવા ઈચ્છનાર મુમુક્ષુ આત્માને સૌથી પ્રથમ અધ્યયન તત્ત્વજ્ઞાનના ગ્રંથનું કરાવવું? કે ક્રિયાપ્રધાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68