Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 17
________________ પ હુમાન થવાને સંભવ છે, અને એ સૂત્રોનાં અધ્યયન અને એના આધારે થતી વિધિયુક્ત પ્રતિક્રમણની ક્રિયાનાં વિધાનેાને આજપર્યંન્ત આપણા સુધી પહોંચાડનાર શ્રદ્ધાસ’પન્ન ચતુવિધ સંઘની અવિચ્છિન્ન પર પરાના ઉપકાર આપણા લક્ષ્યમાં આવવાની સંભાવના છે. આથી ફલિત થાય છે કે, તત્ત્વજ્ઞાનનાં સૂત્રોનું અધ્યયન કરાવતાં પહેલાં ક્રિયાપ્રધાન સૂત્રોનું અધ્યયન થાય તે મેાક્ષમાગ માં અત્યંત જરૂરી છે. જ્યાં સુધી પ્રમાદ છે, ત્યાં સુધી પ્રતિક્રમણની જરૂર છે, પ્રતિક્રમણના અર્થ સ્પષ્ટ કરવાના પ્રસ ંગે શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કેઃ— પ્રમાદના વશથી પેાતાનુ સ્થાન છેડીને પરસ્થાનને પામેલે જીવ પાછે સ્વસ્થાને આવે, તેને પ્રતિક્રમણ કહે છે, પેાતાનું સ્થાન એટલે પોતે પ્રાપ્ત કરેલ ધર્મસ્થાન અથવા ગુણસ્થાન, પ્રાપ્ત ધર્મસ્થાનથી કે ગુણસ્થાનથી જીવને ભ્રષ્ટ થવાનું કોઈ પણ કારણ હોય તેા પ્રમાદદેષની આધીનતા છે. જીવન એ પ્રમાદર્દોષ સાતમા અને તેના ઉપરના ગુણસ્થાને પ્રાપ્ત થયા પહેલાં સર્વથા ટળતા નથી. ગુણસ્થાનાનું આ સ્વરૂપ જેએ જાણતા નથી, તે આત્મજ્ઞાનના નામે, બ્રહ્મવિદ્યાના નામે કે સ્વરૂપરમણતાના નામે એક પ્રકારની ભયંકર ભ્રમણાના ભાગ થઈ પડે છે, કે જે મુક્તિમાર્ગમાં એક મેટામાં મેટુ ભયસ્થાન છે. આ વિષયમાં શ્વેતામ્બર દિગમ્બર ઉભય શાસ્ત્રકારોએ એકસરખી ચેતવણી આપી છે. જીવની ઉત્ક્રાન્તિમાર્ગના સાપાન તરીકે અને * स्वस्थानाद् यत्परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68