Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 19
________________ १७ વિના તે તે ગુણસ્થાન ટકી શકતાં નથી. પ્રમત્ત ગુણસ્થાન પર્યાન્ત ક્રિયા વિના કેવળ ભાવથી, કેવળ ધ્યાનથી જ જેએ મેાક્ષને ઈચ્છે છે, તેઓ મિથ્યાત્ત્વમેાડુથી માહિત થયેલા છે, એમ જૈન શાસ્ત્રકારો દૃઢતાપૂર્વક માને છે. ધ્યાનમાં કે જ્ઞાનમાં તેએ ગમે તેટલા આગળ વધેલા (પેાતાને માનતા) હોય, તે પણ ભૂમિકાને ચિત એવી ક્રિયાથી વંચિત હાય, તે તેઓ પ્રથમ ગુણસ્થાનથી એક ડગલુ પણ આગળ વધ્યા નથી એમ માનવુ જોઇએ, કારણુ કે દોષની પ્રતિપક્ષી એવી ક્રિયાએ જ તે દોષોના નિગ્રહ કરી શકે છે. જૈનદર્શન આ કાળે અને આ ક્ષેત્રે કેવળજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિને નિષેધ કરે છે. એવા નિષેધ ઈતર દનામાં નથી, તેનુ કારણું આ ગુણુસ્થાનના ક્રમનું અજ્ઞાન છે. વાસનાક્ષય કે મનેાનાશ જીવન્મુક્તિ કે વિદેહમુક્તિ કયા ક્રમથી પ્રાપ્ત થઈ શકે છે, એનુ સ્ર`ગીન જ્ઞાન, યુક્તિયુક્ત જ્ઞાન, પ્રમાણભૂત જ્ઞાન આજે પણ જો કોઈ પણ ધર્માં શાસ્ત્રમાં પ્રાપ્ત થઈ શકતુ હોય તેા તે જૈનશાસ્ત્રામાં પ્રાપ્ત થઈ શકે છે. વાસના (મેાહ )ના સમૂલ નાશ ખારમા ગુણુસ્થાનક સિવાય થઈ શકતા નથી. દસમા ગુણસ્થાનક સુધી લાભના અંશ રહી જાય છે. અગિયારમા ગુણસ્થાનકે પણ તેની સત્તા છે. મનેાનાશ કેવળ તેરમા ગુણસ્થાનકે થઈ શકે છે અને તે જ જીવન્મુક્ત દશા છે. વિદેહમુક્તિ તે તેથી પણ આગળ વધ્યા પછી ચૌદમા ગુરુસ્થાનકના અંતે થાય છે. તે પહેલાં તેની કલ્પના કરવી અને કેવળ માનસિક આવેગે (મેન્ટલ કન્સેપ્શન્સ)ને જ મુક્તિ કે કૈવલ્ય કલ્પી લેવાં, એ ગભીર ગેરસમજ છે. એવા - આત્માઓના પ્રશમ અથવા ધારણા, ધ્યાન કે સમાધિ, એ શાસ્ત્ર કારોની દષ્ટિએ એક પ્રકારની માહુની મૂર્છા છે. ગુણસ્થાનકાની અપેક્ષાએ તેઓ પ્રથમ ગુણસ્થાનકથી સહેજ પણ આગળ વધ્યા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68