Book Title: Piyo Anubhav Rasha Pyala Author(s): Bhadraguptasuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને એક પત્ર આત્મસાધકને પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, તમારો પત્ર મળ્યો. તમે લખ્યું છે કે બે વર્ષથી હું સિવિયર ડિપ્રેશનથી પીડાઉ છું. મુંબઈ-અમદાવાદ-કલકત્તાના ઘણા બધાં સારાં ડૉક્ટરોને મળી ચૂક્યો છું. મનની આ ઊંડી ઉદાસીની દવાઓ પણ મેં લીધી, પણ હજુ સુધી કાંઈ ફરક પડ્યો નથી. મને સમજાતું નથી કે મારે હવે શું કરવું? આનો શું કોઈ ઈલાજ જ નથી?' છે, ઈલાજ છે! તમે મનની તીવ્ર ઉદાસીનો, મંદોત્સાહનો-ડિપ્રેશનનો જે અનુભવ કરી રહ્યા છો, એવો અનુભવ ઘણા બધાંને કોઈને કોઈ વખતે થતો હોય છે. આવા કેસોમાં મનોચિકિત્સકોનો એક ચોક્કસ અભિગમ હોય છે અને તેમની આપેલી દવાઓથી ઘણા લોકોને ફાયદો પણ થાય છે. તમને કોઈ ફાયદો નથી થતો લાગતો, એ પણ હકીકત છે. મિત્ર, કોઈ દેખીતા કારણ વિના તમે તમારા મનમાં “ઓટ'નો અનુભવ કરો છો. તમને તમારા જીવનમાં કોઈ રસ ના રહ્યો હોય, એવું લાગે છે! કોઈની સાથે વાતો કરવી પણ ગમતી નથી ને? પાંજરામાં પુરાયેલા ઉંદરની જેમ તમારું મન અંદરને અંદર દોડડ્યા કરે છે. એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તમને દેખાતો નથી. મનની આવી મંદીનાં કેટલાંક કારણો હોય છે. ગૃહસ્થોના જુદાં, સાધુઓના - સાધકોના જુદાં. બંનેની સમાનતા એક હોય છે? એક સરખા દિવસી, એક સરખો જ નિત્યક્રમ અને એક જ ઘરેડની આ જિંદગીથી કંટાળો! અહીં-તહીં મનને પ્રફુલ્લિત કરવા માટેના ઈલાજો કરે છે, પરંતુ મન, ઉત્સાહ-ઉમંગની કોઈ ભરતી અનુભવતું નથી! કશું જ ગમતું નથી. ક્યાંય સારું લાગતું નથી. ખોટાં-ખોટા વિચારો આવ્યા કરે છે. રોજિંદા કાર્યો શૂન્યમનસ્ક કે અન્યમનસ્ક રીતે કરે છે. ફુરસદમાં કંટાળાની લાગણી તીવ્ર બને તમને આ વાતો સાચી લાગશે. લાગે છે ને? આવા સંજોગોમાં મનની જે મંદી જન્મી, નિરાશા-હતાશાની પ્રબળ લાગણીથી મન ભરાઈ ગયું અને નિરર્થકતાનિષ્ફળતાની લાગણી ડંખ્યા કરી, ત્યારે તમે મને પત્ર લખી નાંખ્યો, બરાબરને? સારું કર્યું તમે મને પત્ર લખ્યો. મને તમે ઘણું ચિંતન-મનન કરવા પ્રેર્યો. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 122