Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથ અને ગ્રંથકાર - સર્વ ધર્મોના પ્રવર્તક મહાત્માઓએ મનુષ્યજીવનની શ્રેષ્ઠતા સ્વીકારી છે. મનુષ્ય જ માયાનાં, અવિઘાના, કર્મોનાં બંધનો તોડી પરમાનન્દ-પદ પ્રાપ્ત કરી શકે છે, આ વાત કહી ગયા છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પણ મનુષ્યજીવનને અતિ દુર્લભ જીવન કહીને, એ જીવનનો સદુપયોગ કરવાનો ઉપદેશ આપ્યો છે. પરંતુ બહુ જ ઓછાં મનુષ્યો આ ઉપદેશને જાણે છે, સમજે છે. એમાંય ઘણા ઓછા જીવો એ ઉપદેશને જીવનમાં જીવવા પ્રયત્ન કરે છે. જે જીવે છે, જે માણે છે, તે ખરેખર ધન્ય બની જાય છે. અલ્પકાલીન અને અનિશ્ચિત જીવનમાં આત્મહિત કરી લેવાની વાત, બહુ જ ઓછાં મનુષ્યો સમજે છે. પરંતુ એવાં આત્મહિત માટે તત્પર; સંસાર પ્રત્યે વિરક્ત આત્માઓ માટે આ સામશતક' નામનો લઘુગ્રંથ પ્રેરણાદાયી – આનંદદાયી બનશે. આ ગ્રંથ વિસ્તારમાં લઘુ છે, છતાં એમાં પ્રરૂપાયેલા તત્ત્વજ્ઞાનથી મહાન છે. તેનો એક-એક શ્લોક વાચકના હૃદયમાં સાત્વિક વૃત્તિ અને તત્ત્વાનુસંધાન પેદા કરે છે. વિષયવિરાગ, સર્વાત્મભાવના, વિવેક-બુદ્ધિ, કષાય-તિરસ્કાર, સમત્વભાવ વગેરે સગુણોના સંસ્કારો નાંખે છે, તે સંસ્કારોને પુષ્ટ કરે છે અને આસ્તિકતાને દૃઢ બનાવે છે. આ “સામ્યશતક' નાં તમામ પદ્યો સામ્યભાવને પુષ્ટ કરનારાં છે. કોઈ પણ મુમુક્ષુ - સાધુ કે સંસારી, આ ગ્રંથના લોકોને કંઠસ્થ કરે, અર્થના મનન સાથે સ્વાધ્યાય કરે તો તેની મન:સ્થિતિ ઉચ્ચ ભૂમિકા (આધ્યાત્મિક ભૂમિકા) પ્રાપ્ત કરે જ, એ નિઃશંક વાત છે. ગ્રંથકાર આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરીશ્વરજીએ આ ગ્રંથમાં સામ્યભાવને પુષ્ટ કરનારાં ઉત્તમ વિષયો સંક્ષેપમાં આપ્યા છે. સર્વ પ્રથમ આદ્ય પરમેષ્ઠિનું ધ્યાનાત્મક મંગળકરી, મહાનું યોગીપુરુષોના વિજયસ્વરૂપ બીજું મંગલ કર્યું છે. તે પછી સામ્યગુણના ઉત્તમ આનંદને ઘણી સારી રીતે વર્ણવ્યો છે. ત્યારબાદ ધ્યાનાવસ્થાના લયનું સ્વરૂપ બતાવીને, તેનાથી આત્મજ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ બતાવી છે. તે પછી ગ્રંથના મુખ્ય વિષય સમત્વના સ્વરૂપને પલ્લવિત કરવા માટે ઔદાસીન્ય, નિમમત્વ, વૈરાગ્ય આદિ ગુણોનું સ્વરૂપ બતાવ્યું છે. મોહ-રાગ-દ્વેષના ત્યાગ માટે સારું એવું વિવેચન કર્યું છે. તે પછી, વાસનાનો ત્યાગ, ક્ષમાનો સ્વીકાર, અહંકાર વિજય, માનનો નાશ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 122