Book Title: Piyo Anubhav Rasha Pyala Author(s): Bhadraguptasuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયાનો વિલય વગેરેનું સ્વરૂપ આલંકારિક ભાષામાં વર્ણવ્યું છે. લોભ અને સંતોષ વગેરે પરસ્પર વિરોધવાળા ગુણ-અવગુણ ઉપર ચમત્કારિક ભાવ દર્શાવનારાં લોકોથી અને કપાય તથા ઇન્દ્રિયોની પ્રબળતાને હઠાવનારાં ઉત્તમ ઉપાયો બતાવીને ગ્રંથકારે સહૃદય વાચકોના મનને સારી રીતે આકર્ષ્યા છે. છેવટે કામ, કામવાસના, કામચેષ્ટા, મનની પ્રબળતા વગેરેનું યથાર્થ સ્વરૂપ બતાવી, ગ્રંથના મુખ્ય વિષય સામ્યભાવ'નું પ્રૌઢ માહાભ્ય દર્શાવી આ લઘુગ્રંથ સમાપ્ત કર્યો છે. આ “સામ્યશતક'ના રચયિતા આચાર્યશ્રી વિજયસિંહસૂરિજી કયાં અને ક્યારે થઈ ગયા, તેનો ઈતિહાસ મળતો નથી, ગ્રંથના અંતે તેમણે એક શ્લોકની પ્રશસ્તિમાં તેઓના ગુરુદેવના નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ આચાર્યશ્રી અભયદેવસૂરિજીના શિષ્ય હતા. પરંતુ ભગવાન મહાવીરસ્વામીની શાસનપરંપરામાં છ અભયદેવસૂરિ થઈ ગયા છે! આ ગ્રંથકાર કયા અભયદેવસૂરિજીના શિષ્ય હતા, તેનો નિર્ણય થઈ શક્યો નથી. છતાં, ગ્રંથકાર શ્રી વિજયસિંહસૂરિજીનું નામ, જિનશાસનમાં ગૌરવપૂર્વક લેવામાં આવે છે. તેઓના પ્રબુદ્ધ હૃદયનું અભિજ્ઞાન, તેમના આ આધ્યાત્મિક ગ્રંથ પરથી જણાઈ આવે છે. તેઓની આ રચના, મુમુક્ષુ આત્માઓને જ્ઞાનની ઉન્નત સ્થિતિએ પહોંચાડનારી છે. મુમુક્ષુ આત્માઓનું શ્રેય કરવા માટે જ તેઓનો આ ભારે પરિશ્રમ દેખાઈ આવે છે. ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જેવા પ્રકાંડ વિદ્વાને, પોતાના શિષ્ય “હેમવિજય' મુનિના સ્વાધ્યાય માટે આ ગ્રંથનો દોહારૂપે અનુવાદ કર્યો છે. “સમતાશતક' રૂપે એ પ્રસિદ્ધ છે. આ ગ્રંથની ઉપાદેયતા માટે બીજી કોઈ સાક્ષીની જરૂર છે ખરી? આવા ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન-મનન-અધ્યયન કરવાથી મનોવૃત્તિ સમભાવથી પુષ્ટ થાય છે. વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે સ્નેહ જાગૃત થાય છે. સંસારના મોહજનક પ્રસંગોમાં જીવાત્મા લોલુપ નથી બનતો. મુમુક્ષુ આત્માઓનું જ્ઞાનબળ અને તપોબળ વૃદ્ધિ પામે છે. આ સંસારના પ્રપંચનું સ્વરૂપ સમજાય છે. અંતઃકરણમાં ગુપ્તરૂપે રહેલાં દોષોની જાણ થાય છે. તે દોષોને દૂર કરવાની પ્રબળ ભાવના જાગે છે. મિથ્યાત્વનો અંધકાર નાશ પામે છે અને સમ્યગુ દર્શનનો પ્રકાશ ઝળહળી ઊઠે છે! પંચગીની શ્રાવણ સુદ : ૧ વિ. સં. ૨૦૫૧ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 122