________________
(૧) વન ફેમિલી !
હીરાબાને છોડી અને બેઠો એટલે આ બધી આખી ફેમિલી મારી થઈ ગઈ. નહીં તો એમની એકલી ફેમિલી રાખીને બેસી રહ્યો હોત, તો શું થાત ? આ તો આખી દુનિયા મારી ફેમિલી થઈ ગઈ.
બૈરી-છોકરાં ભલે પડે કાચાં,
વત ફેમિલી જેમ જીવે સાચાં !
આ બીજું ફેમિલી અને આ અમારું વન (એક) ફેમિલી. જો વન ફેમિલી છે તો આમાં બીજી ભાંજગડ ના હોય, વન એટલે વન. તેમાં બે ના હોય. આ તો વાઈફે છે તે કંઈ ભૂલ કરી હોય, તો તરત કકળાટ !! આવું વન ફેમિલીને આ કકળાટ ના હોવો જોઈએ. આપણે સમજવું કે
આપણી ફેમિલી છે આ તો. છોકરાઓ મહીં ફેમિલી કહેવાય. ફેમિલી એટલે હું જ ! તેમાં બાળક વખતે કચાશ કરે, વાઈફ ક્યાશ કરે, પણ ભઈએ કચાશ ના કરવી જોઈએ. તમને કેમ લાગે છે ?
તમને જો આ ન બની શકે એવી વાત લાગતી હોય તો હું આશીર્વાદ આપું પછી તમારાથી થઈ શકશે. અને માણસ બધું કરી શકે એમ છે. તમે કૉલેજમાં ભણી ભણીને અહીંયાં આગળ અમેરિકા સુધી આવ્યા છો તે કંઈ જેવું તેવું કાર્ય કર્યું છે ? આમાં પ્રારબ્ધ યારી આપી છે. એવું આમાંય પણ પ્રારબ્ધ યારી આપશે. જો તમે નક્કી કરશો તો પ્રારબ્ધ યારી આપશે. નક્કી ના કરો ત્યારે યારી કેમ કરીને આપે ?
ok ok ok
(૨) ઘરમાં ક્લેશ
જે ઘરમાં ક્લેશ તે કકળાટ ત્યાં ત રહે પ્રભુતો વસવાટ !
કોઈ દહાડો ઘરમાં ક્લેશ થાય છે ? તમને કેમ લાગે છે, ઘરમાં ક્લેશ થાય તે ગમે ?
કકળાટ.
પ્રશ્નકર્તા : કકળાટ વગર તો ચાલે નહીં દુનિયા.
દાદાશ્રી : તો પછી ભગવાન તો રહે જ નહીં ત્યાં આગળ. જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન ના રહે.
પ્રશ્નકર્તા : એ તો પણ કોઈ કોઈક વાર તો થવું જોઈએ ને એવું,
દાદાશ્રી : ના, એ કકળાટ હોવો જ ના જોઈએ. કકળાટ કેમ હોય માણસને ત્યાં ? કકળાટ શેને માટે હોય ? અને ક્લેશ હોય તો ફાવે ? તમને કેટલા મહિના ફાવે, ક્લેશ હોય તો ?
પ્રશ્નકર્તા : બિલકુલ નહીં.
દાદાશ્રી : મહિનોય ના ફાવે, નહીં ?
ખાવાનું સારું સારું, સોનાની જણસો પહેરવાની અને પાછો કકળાટ કરવાનો. એટલે જીવન જીવતા આવડતું નથી, તેનો આ કકળાટ છે. જીવન જીવવાની કળા જાણતા નથી. એનો આ કકળાટ છે. આપણે તો કળા શેમાં