Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 288
________________ (૨૫) આદર્શ વ્યવહાર, જીવનમાં ૫૧૯ પર પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ઊઠવાનો રિવાજ રાખવો જોઈએ. કારણ કે માણસે લગભગ પાંચ વાગેથી ઊઠવું જોઈએ. તે અડધો કલાક છે તે પોતાની એકાગ્રતાનું સેવન કરવું જોઈએ. કોઈ ઇષ્ટદેવ કે ગમે તે હોય એની પણ ભક્તિ કંઈ એકાદ અડધો કલાક એવી ગોઠવણી કરવાની. એવું રોજ ચાલ્યા કરે પછી. પછી છે તે ઊઠીને પછી બ્રશ ને એ બધું કરી લેવાનું. બ્રશમાંય સિસ્ટમ ગોઠવી દેવાની. આપણે જાતે જ બ્રશ લેવું. એ બધું જાતે કરવું. કોઈનેય નહીં કહેવું જોઈએ. પછી માંદા-સાજા હોય ત્યારે જુદી વસ્તુ છે. પછી ચા-પાણી આવે. તો કકળાટ નહીં માંડવાનો ને જે કંઈ આવે એ પી લેવાનું. ખાંડ જરા કાલથી વધારે નાખજો, કહીએ, ચેતવણી આપવી આપણે. કકળાટ ના માંડવો. ચા પીધા પછી નાસ્તો-બાસ્તો જે કરવાનો હોય તે કંઈ કરી લીધો અને પછી જમીને જોબ પર જવાનું થાય તે જોબ પર આપણે ત્યાંની ફરજ બજાવવાની. જોબથી ઘેર કકળાટ ર્યા વગર નીકળવાનું અને જોબમાં છે તે બોસ જોડે ભાંજગડ થઈ હોય તે પછી રસ્તામાં શાંત કરી દેવી. આ બ્રેઈનને (મગજની) ચેક નટ દબાવી દેવી, એ રેઈઝ થઈ ગઈ હોય તો. અને શાંત થઈને ઘરમાં પેસી જવું. એટલે ઘરમાં કશો કકળાટ નહીં કરવાનો. બોસ જોડે લડે છે તેમાં બૈરીનો શો દોષ બિચારીનો ? તારે બોસ જોડે ઝઘડો થાય કે ના થાય ? દાદાશ્રી : રજાના દિવસે આપણે નક્કી કરવું કે આજ રજાનો દિવસ છે એટલે સારું સારું જમવાનું બનાવવું જોઈએ, પછી જમીને છોકરાં, વાઈફને, બધાંને કંઈ ફરવાનું ના મળતું હોય તો આપણે ફરવા તેડી જવાં જોઈએ. ફરીને પછી બહુ લિમિટ રાખવાની કે હોલીડેને દિવસે આટલો જ ખર્ચ ! કોઈ વખતે એક્સ્ટ્રા (વધારે) કરવો પડે તો આપણે બજેટ કરીશું કહીએ પણ બાકી નહીં તો આટલો જ ખર્ચ. એ બધું આપણે નક્કી કરવું જોઈએ. આપણે વાઈફ પાસે જ નક્કી કરાવવું. પ્રશ્નકર્તા : એ કહે છે ઘર વેઢમી ખાવી જોઈએ. પીઝા ખાવા બહાર નહીં જવાનું? દાદાશ્રી : ખુશી ખુશીથી વેઢમી ખાવ, બધું ખાવ, ઢોકળાં ખાવ, જલેબી ખાવ, જે ફાવે એ ખાવ. પ્રશ્નકર્તા : પણ હૉટલમાં પીઝા ખાવા નહીં જવાનું? દાદાશ્રી : પીઝા ખાવા ? તે આપણાથી ખવાય કેમ કરીને? આપણે તો આર્ય પ્રજા. છતાં શોખ હોય તો બે-ચાર વખત ખવડાવીને પછી ધીમે ધીમે છોડાવી દેવા. ધીમે ધીમે છોડાવી દઈએ. એકદમ આપણે બંધ કરી દઈએ એ ખોટું કહેવાય. આપણે જોડે ખાવા લાગીને પછી ધીમે ધીમે છોડાવી દેવું. પ્રશ્નકર્તા : વાઈફને બનાવવાનો શોખ ના હોય તો આપણે શું કરવું ? દાદાશ્રી : આપણે બીજો શોખ બદલી નાખવો. બીજી બહુ ચીજો છે આપણે ત્યાં. બીજો શોખ બદલી નાખવાનો. અને રઈ-મેથીના વઘારનું ના ભાવતું હોય તો પછી તજ ને મરિયાનો વઘાર કરી દેવડાવવો. એટલે સારું લાગે. પીઝામાં તો શું ખાવાનું હોય ? એટલે ગોઠવણી કરે તો બધું જીવન સારું જાય અને સવારમાં કંઈક અડધા કલાક ભગવાનની ભક્તિ કરે તો કામ રાગે પડે. તને તો જ્ઞાન મળી ગયું એટલે તું તો હવે ડાહ્યો થઈ ગયો. પણ બીજાને જ્ઞાન ના મળ્યું હોય પ્રશ્નકર્તા : થાય ને. દાદાશ્રી : તો સ્ત્રીનો શો દોષ? ત્યાં લડીને આવ્યો હોય તો સ્ત્રી સમજી જાય કે આજ મૂડમાં નથી મૂઓ. મૂડમાં ના હોય ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે આવી ગોઠવણી એક દિવસની આ કરી હોય, વર્કિંગ ડે ની અને એક હોલીડની. જ જાતના દિવસ આવે છે. ત્રીજો દહાડો કોઈ આવતો નથીને ? એટલે બે દિવસ ગોઠવણી કરી, એ પ્રમાણે ચાલ્યા કરે પછી. પ્રશ્નકર્તા : હવે રજાના દહાડે શું કરવાનું?

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293