Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 277
________________ (૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં... સાઠ વરસતી યાત્રા જીવન, મુસાફર ત્યાં શાતે વળગણ ? ૪૯૭ આ ચકલાં સુંદર માળો ગૂંથે છે તે તેમને કોણ શિખવાડવા ગયેલું ? આ સંસાર ચલાવવાનું તો આપ મેળે જ આવડે એવું છે. હા, ‘સ્વરૂપજ્ઞાન’ મેળવવા પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસારને ચલાવવા કશું જ કરવાની જરૂર નથી. આ મનુષ્યો એકલાં જ બહુ દોઢડાહ્યાં છે. આ પશુ-પક્ષીઓને શું બૈરી-છોકરાં નથી ? તેમને પરણાવવા પડે છે ? આ તો મનુષ્યોને જ બૈરી-છોકરાં થયાં છે, મનુષ્યો જ પરણાવવામાં પડ્યા છે, પૈસા ભેગા કરવામાં પડ્યા છે. અલ્યા, આત્મા જાણવા પાછળ મહેનત કરને ! બીજા કશા માટે મહેનત-મજૂરી કરવા જેવી છે જ નહીં. અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે પોક મૂકવા જેવું કર્યું છે. આ છોકરાને ચોરી કરતાં કોણ શિખવાડે છે ? બધું બીજમાં જ રહેલું છે. આ લીમડો પાને પાને કડવો શાથી છે ? એના બીજમાં જ કડવાશ રહેલી છે. આ મનુષ્યો એકલાં જ દુ:ખી-દુઃખી છે પણ એમનો દોષ નથી. કારણ કે ચોથા આરા સુધી સુખ હતું અને આ તો પાંચમો આરો, આ આરાનું નામ જ દુષમકાળ ! એટલે મહાદુ:ખે કરીને સમતા ઉત્પન્ન ના થાય. કાળનું નામ જ દુષમ ! પછી સુષમ ખોળવું એ ભૂલ છેને ? આ ગાયો-ભેંસોમાંય પૈણે છે, છોકરાં બધુંય હોય છે. પણ છે ત્યાં ધણી ? એય સસરા થયા હોય છે, સાસુ થઈ હોય છે પણ એ કંઈ બુદ્ધિશાળીની પેઠ ગોઠવી દે છે કશુંયે ? કોઈ એવું કહે છે કે હું આનો સસરો થઉં ? છતાં આપણા જેવો જ બધો વ્યવહાર છેને ! એય ધવડાવે, વાછરડાને ચાટતી હોય છેને ! આપણા અક્કલવાળા ચાટે નહીં. ત્યારે એ હાથ ફેરવ ફેરવ કરે. પેલી ગાય બિચારી હાથ ક્યાંથી લાવે ? પગ ફેરવે તો પગ વાગી બેસે ને ? એટલે ચાટે પછી. એટલે આય આનો આ જ માલ છે. વગર કામનો ફસાયો છે અને એનો બધો માર ખાય છે. તોબા તોબા પોકારે એટલો બધો માર ખાય છે. એક ઝાડ ઉપર બધાં પંખીઓ આવીને બેસેને રાત્રે, એ સગાં દેખાયાં. એ પંખીઓને પેલી બુદ્ધિ નથી એટલે સગાઈ નથી કરતાં ને આ અહીં પૈણે પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર છે. પહેલું આણું જાય, બીજું આણું જાય. બસ તોફાન તોફાન. આ બધા ચોપડાના હિસાબથી ભેગા થયા છે ને પછી પંખી બધા સવારે ઊડી જાય, તેવું છે. આને તો પૂળો જ મૂકવાનોને જ્યારે ત્યારે ! ૪૯૮ જેમ આ આપણે ચાર ધામની જાત્રાએ ગયા હોયને, ત્યારે કંઈ બહુ એવું રાખતા નથી. આ જિંદગી ૫૦-૬૦ વર્ષની જાત્રા છે. અને વગર કામના અહીં આગળ, આ મારા માસીસાસુ આવ્યાં, અરે મેલને પૂળો ! માસી આવ્યા, પાછાં માસીસાસુ ? કેટલી જાતની સાસુઓ ? છતાં આપણે વ્યવહારથી કહીએ, પણ ઉપલક બધું. તમારાં માસીસાસુ હતાં કે નહીં ? પ્રશ્નકર્તા ઃ છેને ! દાદાશ્રી : હા, જુઓને, અને વળગે માસીસાસુ, ‘હું તમારી માસીસાસુ થઉં !' આવું બોલે, અરે મૂઈ છોડને, મને શું કરવા આમ કરે છે ? સંસાર બહુ અઘરો. સાસુ આવે, વડસાસુ આવે, માસીસાસુ આવે, કાકીસાસુ આવે, ફોઈસાસુ આવે. કેટલી સાસુઓ થશે ? ધણી એક ને સાસુઓ બહુ ! હું તમારી કાકીસાસુ થઉં. મેરને, અહીં શું કામ છે તમારી બધીનું, કહીએ. એક ધણી હારું આટલી બધી વળગણ ક્યાં વળગાડીએ ? પતિ-પત્ની માત્ર વ્યવહારમાં, તિશ્ચયથી આત્મા, તહીં સંસારમાં ! આ તો તમે ખરેખર ધણી-ધણિયાણી છો ? વાઈફ અને હસબન્ડ છો ? એ તે વ્યવહારથી છો, ખરેખર એ એક્ઝેક્ટલી તમે નથી એવું. આ તો વ્યવહારથી છે આપણે. નામ નામને પૈણ્યું છે અને તમે પોતે અનામી છો. અને ધણી કંઈ આપણા માલિક નથી હોતા. તારો માલિક ધણી નથી. તે ‘મંગળાબેન’ના માલિક ધણી છે, ‘તમે’ જુદા છો. તમને એક દહાડો હું જ્ઞાન આપીશ ત્યારે તમને સમજાશે. પછી કશી અસર નહીં થાય. પ્રશ્નકર્તા : આપના કહેવા પ્રમાણે વ્યવહારથી પત્ની, બાકી નહીં ? દાદાશ્રી : બાકી પત્ની નહીં, વ્યવહારથી પત્ની. બાકી ખરેખર પત્ની હોય તો થઈ જ રહ્યું ને ? પછી આપણી પાસે રહ્યું શું તે ?

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293