Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 280
________________ (૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં... ૫૦૩ પC૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ભૂપોઈન્ટ છે. એને રોજ સાબુ ઘસ ઘસ કરીને, ત્રણ કલાક ઘસ ઘસ કરીએ તો એ આપણો કોઈ દહાડો થાય ? આ આપણે નહાતી વખતે ગંધ ના આવે શરીરની, તે થોડીવાર નાહી-ધોઈને, સાફ કરીને, પાંચ મિનિટમાં નાહી લેવાનું. અને આ તો જાણે કે રિયલ હોયને, એમ ત્રણ-ત્રણ કલાક નાય ! વિલ્પી સંસાર રહે નાટક્યિો, રાજા નહિ, પણ ચંદુ તમાળો ! વિકલ્પ કર્યા છે પણ તેનો વાંધો નહીં. આપણે ડ્રામેટિક રહેવું જોઈએ. જાનવરો કરતાં આપણા સંસ્કાર, આપણી બુદ્ધિ વિશેષ હોવાથી, આપણે આ ગોઠવણી કરી છે, તે ગોઠવણી કરવામાંય વાંધો નથી પણ ડ્રામેટિક રહો. આ ખરેખર ડ્રામા જ છે. તમે એકુય દહાડો ડ્રામેટિક રહેલા ? પ્રશ્નકર્તા : આપ કહો છો, એ પ્રમાણે પ્રામા જ કરીએ છીએ. દાદાશ્રી : ના, પ્રામા કર્યો તો ક્યારે કહેવાય કે ઇન્કમટેક્સવાળાનો રિફન્ડ ઓર્ડર આવે તોય મહીં પેટમાં પાણી ના હાલે અને દંડ આવે તોય પેટમાં પાણી ના હાલે. કારણ કે ડ્રામામાં તો કોને ખોટ જવાની ? ડ્રામા પૂરો થઈ રહે એટલે ખલાસ થઈ ગયું. ડ્રામામાં તો પેલો ભર્તુહરી કહેશે કે ભિક્ષા દેને મૈયા પીંગળા, એ બધું બોલે. જાતજાતના અભિનય કરે અને એ નાટકના જોનારા હતા ને અમારા બરોડામાં આ ભહરીનો ખેલ થયેલો. તે નાટક જોનારા બે-ચાર જણ નાસી ગયાં છે તે હજીય પાછા નથી આવ્યા. એમને વૈરાગ્ય આવી ગયો કે બઈઓ આવી રીતે જ દગો-ફટકો કરે, તો સંસાર કેમ કરીને ચાલે ? અલ્યા, એણે દગો-ફટકો નથી કર્યો, આ તો નાટક છે. આ નાટકનો દગો-ફટકો સાચો માનીને પેલાં બિચારા જતાં રહ્યા. એવું છે, આ લોકોનું તો ! એણે તે ઘડીએ એ પાઠ પૂરો થઈ રહે એટલે પૂછ્યું હોતને, એ ભર્તુહરીને, કે ભઈ, તમને બહુ દુ:ખ થતું હતું ? ત્યારે એ કહેશે કે ના, ના, મારે શાનું દુ:ખ, મારે તો પાઠ બરાબર ના ભજવુંને તો મારો પગાર કાપી લે. બાકી હું તો લક્ષ્મીચંદ છું. હું ખરેખર ભર્તુહરી નથી. હું તો ભાનમાં ને ભાનમાં જ રહું છું અને સાંજે મારે ઘેર જઈને ખીચડી ખાવાની છે. તેય એને યાદ હોય. અહીં સિનેમામાં જાય છે ને ત્યાં મારમાર કરતા હોય, ધાંધલ કરતા હોયને તો જોનારની મહીં કેટલાક લોક એવાં હોય છે કે રડી પડે છે. હવે, ખરેખર રડવા જેવી ચીજ છે ? કોઈ કોઈ સુંવાળા માણસ હોય તે રડી પડે ને ? એવું આ જગત છે. એટલે ડ્રામા છે આ, વાઈફ છે એ ડ્રામાની, ભાઈ છે એ ડ્રામાનો. પણ ડ્રામા ભજવાશે ક્યારે ? એક ફેરો અમારી પાસે આવશો અને તમને સેલ્ફનું રિયલાઇઝ કરી આપીશું, પછી તમારે ડ્રામા જેવું રહેશે. પછી તમને સંસારમાં કોઈ ચીજ દુઃખદાયી થઈ નહીં પડે અને તમારું સુખ જતું ના રહે. આ તો કોઈક દહાડો સુખ જતું રહે છેને ? આ તો ઇટસેલ્ફ ડ્રામા થયેલું છે. જગત તમને ડ્રામા જેવું લાગતું નથી ? પ્રશ્નકર્તા : લાગે છેને ! દાદાશ્રી : તમે પોતે શુદ્ધાત્મા ને બધા વ્યવહારો ઉપરછલ્લા એટલે કે ‘સુપરફલુઅસ’ કરવાના છે. પોતે ‘હોમ ડિપાર્ટમેન્ટમાં રહેવું અને ‘ફોરેન'માં ‘સુપરફલુઅસ’ રહેવું. ‘સુપરફલુઅસ’ એટલે તન્મયાકાર વૃત્તિ નહીં તે, ‘ડ્રામેટિક’. તે ખાલી આ ડ્રામા જ ભજવવાનો છે. ‘ડ્રામા'માં ખોટ ગઈ તો પણ હસવાનું ને નફો આવે તો પણ હસવાનું. ‘ડ્રામા'માં દેખાવ પણ કરવો પડે, ખોટ ગઈ હોય તો તેવો દેખાવ કરવો પડે, મોંઢે બોલીએ ખરા કે બહુ નુકસાન થયું, પણ મહીં તન્મયાકાર ના થઈએ. આપણે ‘લટકતી સલામ’ રાખવાની. ઘણા નથી કહેતા કે ભઈ, મારે તો આની જોડે ‘લટતી સલામ’ જેવો સંબંધ છે. એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને ‘લટકતી સલામ’ આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઈ ગયો. આ દેહ જોડે પણ ‘લટકતી સલામ’, અમે નિરંતર બધા જોડે ‘લટતી સલામ’ રાખીએ છીએ તોય બધા કહે કે, ‘તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો.’ હું વ્યવહાર બધાય કરું છું પણ આત્મામાં રહીને. કર્મ પોતાનાં ભોગવે પોતે, પોષો પરોણા પ્રેમ ભાવે ! પ્રશ્નકર્તા : સ્ત્રી અને પુરુષ બન્ને પતિ-પત્ની લગભગ આખો

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293