Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 281
________________ (૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં.... ૫૦૫ ૫૦૬ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર વખત સાથે ને સાથે હોય છે. એમનો વ્યવહાર, એમના બન્નેના કર્મો પણ જોઈન્ટ (જોડે) બંધાય છે. તો એનાં ફળ એમને કેવી રીતે ભોગવવાનાં હોય દાદાશ્રી : ફળ તો તમારો ભાવ જેવો હોય એવાં તમે ફળ ભોગવો અને એમને ભાવ હોય એવું એમને ભાવનું ફળ ભોગવવાનું છે. પ્રશ્નકર્તા: એવું બને ખરું કે પત્નીના પુણ્યથી પુરુષનું ચાલતું હોય ? કહે છે ને બૈરીના પુણ્યથી આ લક્ષ્મી છે કે બધું સારું છે, એવું બને ખરું? દાદાશ્રી : એ તો આપણા લોકોએ એક કોઈક માણસ બૈરીને બહુ મારતો હોય, તેને સમજણ પાડી કે મૂઆ આ તારી બૈરીનું નસીબ તો જો, શું કરવા બૂમો પાડું છું ? એનું પુણ્ય છે તો તું ખાઉં છું. એમ કરીને ચાલુ થઈ ગયું. બધા જીવમાત્ર પોતાના પુણ્યનું જ ખાય છે. એ તો બધું આવું કરવું પડે તો જ રાગે પડે. સહુસહુના પોતાનાં પુણ્યનું જ બધું ભોગવે છે અને પોતાનું પાપેય પોતે જ ભોગવે છે. કોઈને કશું લેવાદેવા નથી પછી. એક કિંચિત્ વાળ પૂરતી એય ભાંજગડ નથી. પ્રશ્નકર્તા : કોઈ શુભ કર્મ કરે, દાખલા તરીકે પુરુષ દાન કરે, પણ સ્ત્રીનો એમાં સહકાર હોય, તો બન્નેને ફળ મળે ? દાદાશ્રી : હાસ્તોને, કરનાર અને સહકાર એટલે કરાવનાર, અગર તો કર્તા પ્રત્યે અનુમોદનાર, આ બધાને પુણ્ય મળે. ત્રણેયને-કરનાર, કરાવનાર અને કર્તા પ્રત્યે અનુમોદનાર. તમે જેને કહ્યું હોય કે આ કરજો, કરવા જેવું છે, એ કરાવનાર કહેવાય, તમે કરનાર કહેવાઓ અને સ્ત્રી વાંધો ના ઉઠાવે એ અનુમોદનાર. બધાને પુણ્ય મળે. પણ કરનારને ભાગે પચાસ ટકા અને પેલા પચાસ ટકા બે જણને વહેંચાઈ જાય. પ્રશ્નકર્તા : અમને પચીસ ટકા આપો એ ના ચાલે ? દાદાશ્રી : તો જાતે કરો. હિન્દુસ્તાનમાં ઘણા લોકો, ઘરના માણસો તો ધણીને કહે, કે તમે આ બધું ઊંધા-છતાં કરીને પૈસા લાવો, તે તમારું પાપ આ તમને લાગે. અમારે કંઈ ભોગવવાનું નથી. અમારે જોઈતું નથી આવું. જે કરે એ ભોગવે. હવે પેલો કહે કે અમારે નહીં જોઈતું એટલે એ અનુમોદના ના કરી એટલે એનાથી મુક્ત થઈ ગયા. પાર્ટનરશીપ (ભાગીદારી) કરવી હોય તે આપણી મરજીની વાત છે. એમાં કંઈ ‘ડીડ’ (કરાર) કરવાનું નથી કે સ્ટેમ્પ લાવવો પડતો નથી. વગર સ્ટેમ્પ ચાલે છે. પ્રશ્નકર્તા : અમારે ત્યાં મહિનામાં પચ્ચીસ દહાડા રસ્તે જતાનેય બોલાવીને હું જમવા લાવું. તો હવે હું તો ખાલી બોલાવી લાવું પણ મહેનત બધી તો એમણે કરીને જમાડવું પડે. તો આમાં પુણ્ય કોને વધારે મળે ? આપણે તો કરિયાણા, બીજું સામાન લઈ આવીએ, બાકી મહેનત તો એમણે કરીને ? દાદાશ્રી : એટલે તમે આમાં કરાવનાર કહેવાઓ, એ કરનાર કહેવાય. એની મહીં સાસુ હોય તે કહે, ‘હારુ બા, બધાને જમાડજો !” તો એ અનુમોદનાર કહેવાય. આવી રીતે કરનાર, કરાવનાર અને અનુમોદનારથી ચાલે છે. હવે તે વખતે એમના મનમાં એમ થાય કે આવા લફરાં તેડી લાવ્યા આ શી ભાંજગડ ? એટલે કરનારને ભાંજગડ લાગે તો એને ભાગે ગયું બધુંય પાપ. તમારે ભાગે તો પુણ્ય આવ્યું. આ (વાઈફ) બહાર શું બોલે, આવનારાને એમ કહે કે તમે આવ્યા છો તે બહુ સારું થયું, આ મને ગમ્યું અને મનમાં શું બોલે કે આ કંઈથી તેડી લાવ્યા વગર કામનાં આ લફરાં ! આનું નામ બધું જ કિન્ડર ગાર્ટન. ભય તિરસ્કાર દોષથી અંધ, પ્રતિક્રમણ છોડાવે ઋણબંધ ! પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : આપણે જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ન હોય, એની જોડે સહવાસ ન જ ગમતો હોય અને સહવાસમાં રહેવું જ પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293