________________
(૫) ધણી ખપે, ધણીપણું નહીં !
૧૦૩
૧૦૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કરે ! અલ્યા, ચાલવા દેવું ! એમને કહીએ, ‘તું કરું છું, એ બધું કરેક્ટ છે. મારે બૂમ પાડવાની જરૂર નથી.’ પણ આ તો એનું ધણીપણું બનાવ્યા વગર રહે નહીં ને ! ડખલ કર્યા કરે !
એક્સપર્ટ હોય ત્યાં મતભેદ હોય. આમાં કંઈ મતભેદ હોતો હશે? આ કંઈ એક્સપર્ટની લાઈન છે ? હું અમારે ઘેર હીરાબા છે, ત્યારે એ આજે છે તે દાળ-ભાત રોટલી કરે, કાલે કઢી કરે, તો એ જે કરે એ ખરું ! આમાં આપણે એક્સપર્ટ નહીં ને વગર કામના બોલ બોલ કરીએ ! આ તો ધણીપણું બજાવે છે. બીજું કશું નહીં, હવે એ તો ના જ બજાવવું જોઈએને ? તમને કેમ લાગે છે ? કે બજાવવું જોઈએ ? ધણીપણું ના બજાવવું જોઈએ ને ?
પ્રશ્નકર્તા ઃ નહીં બનાવવું જોઈએ.
દાદાશ્રી : “આપણે” આ સંયોગો જોડે સંયોગ પૂરા કરવાના છે. આ સંયોગોમાં આવી ફસાયા છીએ. તો આ સંયોગો જેમ તેમ કરીને ઊંચા મૂકવાના, આપણે કંઈ ધણી થવા માટે નથી આવ્યા.
લાઈફ એટલે લાઈફ છે ! આ તો જીવન જીવવાની કળા ના હોય ને વહુ કરવા જાય ! વગર ‘સર્ટિફિકેટે’ ધણી થવા ગયા, ધણી થવા માટેની લાયકાતનું ‘સર્ટિફિકેટ’ હોવું જોઈએ. તો જ બાપ થવાનો અધિકાર પ્રાપ્ત થાય. આ તો વગર અધિકારે બાપ થઈ ગયા ને પાછા દાદાયે થાય ! આનો ક્યારે પાર આવશે ? કંઈક સમજવું જોઈએ.
પતિ એટલે વાઈફની વાઈફ,
આ સૂત્ર સમયે સુંદર લાઈફ ! કોઈ સ્ત્રીને પૂછીએ કે, “બેન, કેમનું છે ધણી જોડે ?” એ તો એવું જ, એ તો બોલશો જ નહીં, પૂછશો જ નહીં, કહેશે. ત્યારે મેં કહ્યું, ‘નહીં પૂછું, બેન.’ હું સમજી જ જઉં ને !
| ‘હસબંડ’ એટલે ‘વાઈફનીય ‘વાઈફ’. (પતિ એટલે પત્નીની પત્ની !) આ તો લોક ધણી જ થઈ બેસે છે ! અલ્યા, ‘વાઈફ’ કંઈ ધણી
થઈ બેસવાની છે ? ‘હસબંડ’ એટલે ‘વાઈફ'ની ‘વાઈફ'. આપણા ઘરમાં મોટો અવાજ ના થવો જોઈએ. આ કંઈ ‘લાઉડ સ્પિકર’ છે ? આ તો અહીં બૂમો પાડે તો પોળના નાકા સુધી સંભળાય !
ધણી જ છો ! તો પણ આપણા લોકો ધણીપણું કર્યા વગર રહેતા નથી. ને ધણીપણું બજાવે છે ! એટલે અમે પુસ્તકમાં લખ્યું છેને, ધણી એ પોતાની સ્ત્રીનો પણ સ્ત્રી છે એવું કહ્યું છે ! જો ધણી થઈ બેઠા !! આવું
ક્યાં કર્યું? તમને સમજ પડી, આ ધણી થઈ બેઠા છે, એવું? એટલે આપણને એવો ભાવ ન હોવો જોઈએ.
તા રાખો ભય, બેસશે ચઢી,
મૂછો ક્યાંથી ઊગે ? છે ભમરડી ! આપણે આપણ ફરજ બજાવવી. માટે જક્કે ના ચઢો, તરત વાતનો ઉકેલ લાવી નાખો, તેમ છતાં સામો માણસ બહુ બાઝે તો કહીએ કે, “હું તો પહેલેથી જ ડફોળ છું, મને તો આવું આવડતું જ નથી. એવું કહી દીધું એટલે પેલો આપણને છોડી દે. જે તે રસ્તે છૂટી જાઓ અને મનમાં એમ નહીં માની બેસવાનું કે ‘બધાં ચઢી બેસશે તો શું કરીશું ?” એ શું ચઢી બેસે ? ચઢી બેસવાની કોઈ શક્તિ જ ધરાવતું નથી. આ બધાં કર્મના ઉદયથી ભમરડા નાચે છે.’ માટે જેમ તેમ કરીને આજનો શુક્રવાર ફ્લેશ વગરનો કાઢી નાખો, કલ કી બાત કલ દેખ લેંગે. બીજે દહાડે કંઈક ટેટો ફૂટવાનો થયો તો ગમે તે રીતે તેને ઢાંકી દેવો, ફિર દેખ લેંગે. આમ દિવસો કાઢવા.
પ્રશ્નકર્તા : આ વાઈફ છે તો બૉસ થઈ બેસે છે, તેનું શું કરવું ?
દાદાશ્રી : એ વાંધો નહીં. એ તો જલેબી, ભજિયાં કરી આપે વાઈફ. આપણે કહીએ કે ઓહોહો ! તે તો ભજિયાં-જલેબી કરી ખવડાવ્યા ને ! એમ કરીને ફૂલાય, પછી કાલે ટાઢી પડી જશે, એની મેળે. એની ગભરામણ નહીં રાખવાની. એ ચઢી બેસે ક્યારે ? એને જો મૂછો ઊગે તો ચઢી બેસે. પણ મૂછો ઊગવાની છે ? ગમે એટલાં ડાહ્યાં થાય, તોય મૂછો ઊગે ?