________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
તદન અહંકાર જ કાઢવો હોય તોય પણ એ કહો તો હું તમને અહંકારેય કાઢી આપું આખો. તમારી જે ઇચ્છા હોય તે કહોને.
૩૧૭
અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે ‘એડજ્સટ’ થવાનું. ઘરમાં વાઈફ જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી વાઈફને હૉટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ.
સંસારમાં લોક કંટાળીને મોત શાથી ખોળે છે ? આ ઉપાધિઓ ગમે નહીં તેથી. વાત તો સમજવી પડશેને ? ક્યાં સુધી મુશ્કેલીમાં પડી રહેશો ? આ તો જીવડાં જેવું જીવન થઈ ગયું છે ! નર્યો તરફડાટ તરફડાટ ને તરફડાટ ! મનુષ્યમાં આવ્યા પછી તરફડાટ કેમ હોય ? જે બ્રહ્માંડનો માલિક કહેવાય તેની આ દશા ! આખું જગત તરફડાટમાં છેને ! તરફડાટ ના હોય તો મૂર્છામાં હોય. આ બે સિવાય બહાર જગત નથી. આ જગતથી છૂટકારો મેળવવા જેવું છે. એટલે ‘આ’ જ્ઞાન હોય તો પછી એ ભાંજગડ ના રહે. જ્ઞાન હોય તો તો આપણે સવારના પહોરમાં દર્શન જ કરીએ ને ? વાઈફની મહીંય ભગવાનનાં દર્શન કરવાં જ પડે ને ? વહુમાંય દાદા દેખાય તો કલ્યાણ થઈ ગયું. વહુને જોઉં તો આ ‘દાદા’ દેખાયને, એની મહીં શુદ્ધાત્મા દેખાયને, એટલે કલ્યાણ થઈ ગયું !
મરવા જાય તોય ત દે મરવા, કાયદા તહીં, સમાધાત કરવા !
જેનો રસ્તો નથી એને શું કહેવાય ? જેનો રસ્તો ના હોય તેની કાણમોકાણ ના કરાય. આ ફરજિયાત જગત છે ! ઘરમાં વહુનો ક્લેશવાળો સ્વભાવ ના ગમતો હોય, મોટા ભાઈનો સ્વભાવ ના ગમતો હોય, આ બાજુ બાપુજીનો સ્વભાવ ના ગમતો હોય, તેવા ટોળામાં માણસ ફસાઈ જાય તોય રહેવું પડે. ક્યાં જાય તે ? આ ફસામણનો કંટાળો આવે, પણ જવું ક્યાં ? ચોગરદમથી વાડો છે. સમાજની વાડો હોય. ‘સમાજ મને શું કહેશે ?” સરકારનીય વાડો હોય. જો કંટાળીને જળસમાધિ લેવા જુહુના કિનારે જાય
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
તો પોલીસવાળા પકડે. ‘અલ્યા ભઈ, મને આપઘાત કરવા દેને, મરવા દેને નિરાંતે !' ત્યારે એ કહે, ‘ના, મરવાય ના દેવાય. અહીં આગળ તે આપઘાત કરવાના પ્રયાસનો ગુનો કર્યો માટે તને જેલમાં ઘાલીએ છીએ !' મરવાયે નથી દેતા ને જીવવાયે નથી દેતા, આનું નામ સંસાર ! માટે રહોને નિરાંતે ! આવું છે ફરજિયાત જગત !
૩૧૮
માટે જેમ તેમ કરીને ‘એડજસ્ટ’ થઈને ટાઈમ પસાર કરી નાખવો એટલે દેવું વળી જાય. કોઈનું પચ્ચીસ વર્ષનું, કોઈનું પંદર વર્ષનું, કોઈનું ત્રીસ વર્ષનું, ના છૂટકેય આપણે દેવું પૂરું કરવું પડે. ના ગમે તોય એની એ જ ઓરડીમાં જોડે રહેવું પડે. અહીં પથારી બાઈસાહેબની ને અહીં પથારી ભાઈસાહેબની ! મોઢાં વાંકાં ફેરવીને સૂઈ જાય તોય વિચારમાં તો બાઈસાહેબને ભાઈસાહેબ જ આવેને ! છૂટકો નથી. આ જગત જ આવું છે. એમાંય આપણને એ એકલાં નથી ગમતાં એવું નથી. એમનેય પાછા આપણે ના ગમતા હોઈએ ! એટલે આમાં મઝા કાઢવા જેવું નથી.
‘ડૉન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ.’ (કાયદા ના જોશો, સમાધાન કરો.) સામાને ‘સેટલમેન્ટ’ લેવા કહેવાનું. ‘તમે આમ કરો, તેમ કરો' એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય ? સામાની સો ભૂલ હોય તોય આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં ‘લૉ’ (કાયદાઓ) તો જોવાતા હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે ! જ્યાં જુઓ ત્યાં દોડાદોડ ને ભાગાભાગ ! લોક ગૂંચાઈ ગયેલાં છે !! ઘેર જાય તો વાઈફ બૂમો પાડે, છોકરાં બૂમો પાડે, નોકરીએ જાય તો શેઠ બૂમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય ! ક્યાંય નિરાંત નહીં. નિરાંત તો જોઈએને ? કોઈ લડી પડે તો આપણે તેની દયા ખાવી કે ઓહોહો ! આને કેટલો બધો અકળાટ હશે તે લડી પડે છે ! અકળાય તે બધા નબળા છે.
નાના છોકરાનેય મહીં બળતરા બંધ થઈ જાયને, તો ગમેને ? એટલે મોટો થયો એટલે ‘હું કંઈક છું’ કહે છે. અલ્યા, ‘કંઈક છું’ કહીને વાઈફ જોડે ઝઘડો થયો તે નિકાલ કરતાં નથી આવડતું ને કહે છે ‘હું કંઈક છું’. વાઈફની જોડે ઝઘડો કરે ને તેય કેસ પેન્ડિંગ છે લોકોના !