________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
દાદાશ્રી : એ વાત કેવી છે, ‘નબળો ધણી બાયડી ઉપર શૂરો', આપણે ત્યાં એક કહેવત છે. તે ખોટી હશે કે સાચી હશે ?
પ્રશ્નકર્તા : સાચી.
૩૩૧
દાદાશ્રી : હં. કેટલાંક લોકોનો કાયદો કેવો ? બહારથી મારીને આવે. ઘરમાં બૈરીને હીંચકા હઉ નાખે. અને કેટલાકનો કાયદો કેવો ? બહાર માર ખઈને મીઆઉં થઈને આવે અને અંદર ઘરમાં લડવાડ કરે. એટલે પછી આપણા લોકોએ કહેવત કાઢી, ‘નબળો ધણી, બૈરી પર શૂરો’.
કેટલાક માણસો ઘરમાં શૂરા હોય છે તે બાઈડીને આવડા આવડા શબ્દ બોલે, આ કંઈ જાતનો માણસ છું તે ? બીબી ગાળો ના દેતી હોય તોય એ બીબીને દે દે કર્યા કરે ! બાયડી પર શૂરો એનો અર્થ શું ? કે બઈ ઉપર, છોકરાં ઉપર, છોડીઓને આખો દહાડો ટૈડકાવ ટૈડકાવ કરે. એટલે ઘરમાં આવું ના હોવું જોઈએ. આ વાક્ય સાંભળ્યું જ્યારથી નાની ઉંમરમાં કે નબળો ધણી બાયડી ઉપર શૂરો, મેં કહ્યું, ભલા હું નબળો ! આ આમની જોડે શૂરવીરતા કરી મેં ! પોતાની જાતને તપાસી જોવું જોઈએ કે નહીં ? પોતે નબળો નહીં. પહેલાં નબળાઈ થઈ ગયેલી. અમથો અમથો મતભેદ પડી જાય વાતવાતમાં, પણ પચાસ વર્ષથી તો નહીં જ. કોઈ દહાડો વઢવાનું નહીં. હીરાબાથી ઊંધું છતું થાય તોય વઢવાનું નહીં, વહું તો હું નાલાયક કહેવાઉં. સ્ત્રીઓને વઢાય નહીં, એ ગુનો છે.
પ્રશ્નકર્તા : હીરાબાથી રસોઈ બરાબર ના થઈ હોય તોય ના લડો ? દાદાશ્રી : રસોઈ બરાબર ના થઈ એમ નહીં, એ આમ દેવતા લઈને જતા હોય ને મારી પર પડે તોય ના લડું.
પ્રશ્નકર્તા : તો પછી આપનાથી ગભરાય કેમ ?
દાદાશ્રી : એ જ, હું ના લડું એટલે જ ગભરામણ બેસે. લડવાથી માણસનું વજન તૂટી જાય. એક ફેરો કૂતરો ભસ્યો, એટલે પેલાં સમજી જાય કે આનામાં બરકત નથી, બરકત વગરનો છે. એ નહીં બોલવાથી જ વજન પડે અને ‘ભાભો ભારમાં, તો વહુ લાજમાં', એ સમજાય એવી વાત છે.
૩૩૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : બરાબર સમજાયું.
દાદાશ્રી : એટલે હીરાબાને નિરંતર ફફડાટ, કશું બોલું નહીં, વઢીએ નહીં તોય !
પ્રેમથી જ વહુ વશ વરતે, મિત્ર જેમ જીવવાતી શરતે !
અત્યારે કોઈ બૈરી ધણીને દુઃખ દેતી હોય તો પૂર્વભવનું વેર હોય તો વાળે. આ બધું વેરથી બધું બંધાયેલું છે, પ્રેમથી નથી. પ્રેમ તો મતભેદ જ ના પડવા દે ! એનું નામ લાઈફ (જીવન) કહેવાય ! માટે એને પ્રેમ દેખાડ. અવળી હવળી હોયને તોય તું પ્રેમ દેખાડ. તો એક દહાડો એ પ્રેમને વશ થાય એવી વસ્તુ છે. સ્ત્રી જાતિ પ્રેમને વશ થાય એવી છે. બાકી બીજી રીતે વશ નથી થાય એવી. એને કશું જ જોઈતું નથી બિચારીને, ફક્ત પ્રેમ માંગે છે. ત્યારે ના માંગે એ પ્રેમ ? મા-બાપ છોડીને અહીંયાં આવે તો પ્રેમ ના માગે ? એટલે ફ્રેન્ડ તરીકે રહેવું જોઈએ. જેમ ફ્રેન્ડ હોયને એવી રીતે જીવન જીવવું જોઈએ. પ્રેમથી ! ધણી તો ના થઈ જવું જોઈએને ?
‘મિનિટે’ય ભાંજગડ ના પડે એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય. મિત્રાચારી એટલે મિત્રાચારી. એમને શર્ત કહી દેવાની ‘તું મિત્રાચારીમાં, જો આઉટ ઑફ મિત્રાચારી થઈ જાઉં તો ગુનો લાગી જશે. સંપીને મિત્રાચારી રાખ !'
પૈણ્યા, તે સમાજના ડર માટે પૈણ્યા કે આપણને ડર રહે કે નાસી નહીં જવાય હવે. આજ વઢવાડ થઈને, નાસી જાય તો લોકો શું કહે ? એટલા હારુ પૈણવાનું. પછી મિત્રાચારી કરવી. મિત્રાચારીમાં કેવો સારો સંબંધ રાખે ? ફ્રેન્ડ જોડે સિન્સિયર રહે છે, એમ કે ફ્રેન્ડ ત્યાં રહ્યો રહ્યો કહે કે મારો ફ્રેન્ડ આવો. મારા માટે ખરાબ વિચાર કરે જ નહીં. તેમ આના માટે ખરાબ વિચાર ના થાય. ફ્રેન્ડ કરતાં વધારે ના કહેવાય ?
પ્રશ્નકર્તા ઃ કહેવાય, ખરી વાત છે.