________________
(૧૯) પત્નીની ફરિયાદો
૩૮૫
પ્રશ્નકર્તા : હવે રસ્તો ખુલ્લો કરી નાખ્યો.
દાદાશ્રી : હવે રસ્તો સરસ બતાડી દીધો. હા, આ તો પછી એ જાણીજોઈને ગરમ થતો હોય તો વગર કામનાં ત્યાં શું કરવાં આપણે કકળાટ કરવો ? પેલા લુહારને ગરમ કર્યા વગર સળિયો ગરમ થતો હોય, તો લુહારનું સારું થયું. ગરમ કર્યા વગર પછી ઠોકે બે હથોડી એટલે આમ વાંકો તે વળી ગયો, ડિઝાઈનમાં થાય ! પાછું કહેવુંય ખરું આપણે કે આવું આ દાદાજી કાયદો કહેતા હતા. માટે ગરમ થશે તો તમારે વળવું પડશે. એના કરતાં પાંસરા રહોને, કહીએ.
પ્રશ્નકર્તા : જો એવું કહીએને તો એમ કહે કે, ‘હું તારો ગુલામ છું ?' એવું સાંભળવાનું આવે.
દાદાશ્રી : નહીં, ગુલામ નહીં, તમે મારા બોસ છો કહીએ. પણ હું ડિઝાઈન તમારી કરી નાખીશ, કહીએ.
લોઢાને ગરમ કરે તો પછી એકાદ હથોડી મારે. તે મારે બસ. બીજું શું જોઈએ તે ? ગરમ થયેલું વળે, મને વાળી ના શકે. જે ગરમ થાય ને એ નરમ થાય અને નરમ થાય એટલે વળે.
પ્રશ્નકર્તા : એ એમ કહે છે કે મારું કોઈ નજીકનું હોય તેના પર હું ગુસ્સે થઈ જાઉં. એ કદાચ એની દૃષ્ટિએ સાચો પણ હોય પણ હું મારી દૃષ્ટિએ ગુસ્સે થાઉં, તો શા કારણે ગુસ્સે થઈ જાઉં છું ?
દાદાશ્રી : તમે આવતા હોય અને આ મકાન ઉપરથી એક પથ્થર પડ્યો માથા પર, ને તે લોહી નીકળ્યું, તો તે ઘડીએ ગુસ્સો બહુ કરો ? પ્રશ્નકર્તા : નહીં એ તો ‘હેપન’ (બની ગયું) છે.
દાદાશ્રી : ના, પણ ગુસ્સો કેમ કરતા નથી ત્યાં આગળ ? એટલે પોતે કોઈને દેખો નહીં, એટલે ગુસ્સો કેવી રીતે થાય ?
પ્રશ્નકર્તા : કોઈએ જાણીજોઈને માર્યો નથી.
દાદાશ્રી : એટલે આપણી પાસે કંટ્રોલ છે ક્રોધનો. તો આપણે એમ
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જાણીએ છીએ કે જાણીજોઈને કોઈએ માર્યો નથી, એટલે ત્યાં કંટ્રોલ રાખી શકીએ છીએ. કંટ્રોલ તો છે જ. પછી કહે છે, “મને ગુસ્સો આવી જાય છે.’ મૂઆ, નથી આવી જતો ત્યાં કેમ નથી આવતો ? પોલીસવાળા જોડે, પોલીસવાળા ટૈડકાવે તે ઘડીએ કેમ ગુસ્સો નથી આવતો ? એને વહુ જોડે ગુસ્સો આવે, છોકરાં પર ગુસ્સો આવે, પડોશી પર, ‘અન્ડરહેન્ડ’ (હાથ નીચેના) જોડે ગુસ્સો આવે ને ‘બોસ’ (સાહેબ) જોડે કેમ નથી આવતો ? ગુસ્સો માણસને આવી શકતો નથી. આ તો એ એનું ધાર્યું કરવું છે.
પ્રશ્નકર્તા : કેવી રીતે કંટ્રોલ કરવો ?
૩૮૬
દાદાશ્રી : કંટ્રોલ જ છે એની મેળે. આ જે તમારી સામે આવે છે એ તમારું નિમિત્ત છે અને તમારું જ ફળ આપે છે. એ નિમિત્ત બની ગયો છે, કોઈ ખોટે રસ્તે આવતો હોય તો ના વઢેને ? ગુસ્સો ના કરે ને ? કેમ ?
પ્રશ્નકર્તા : પોતાની ભૂલ છે એમ ખબર પડે છે ને ?
દાદાશ્રી : આપણે અથાડીને તોડી પાડો એને ? તો ત્યાં કેમ નથી કરતો ? ત્યાં ડાહ્યો થઈ જાય છે કે હું મરી જઈશ. ત્યારે મૂઆ, તેનાં કરતાં વધારે મરી જઉં છું આમાં તો, પણ આનું ચિત્રપટ દેખાતું નથી, ને પેલું દેખાય છે ઊઘાડું, એટલું જ ! એના કરતાં અહીં વધારે મરી જઉં છું. ત્યાં રોડ ઉપર સામું ના કરે ? ગુસ્સો ના કરે, સામાની ભૂલ હોય તોય ? પ્રશ્નકર્તા ઃ નહીં.
:
દાદાશ્રી : પેલો ‘રોંગ’ (ખોટે) રસ્તે આવ્યો તોય ? શું વાત કરો છો ? સામો ‘રોંગ’ (ખોટે) રસ્તે આવ્યો તો ગાડી અથાડી મારે ? પ્રશ્નકર્તા ઃ કોઈક વાર.
દાદાશ્રી : ના, પણ એ રોંગ રસ્તે આવ્યો, તો તું જાણીજોઈને અથાડું ? ના. તે ઘડીએ ગુસ્સો કેમ નથી આવતો ? ત્યાં તો પાંસરો થઈ જાય છે. એને જ્ઞાન છે કે, ‘હું મરી જઈશ આમાંથી તો ?” ત્યારે પેલું આનું શું પરિણામ આવે છે, એનું ભાન નથી. તેથી આ કરે છે. મેં કેવો એને