Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 265
________________ (૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ ૪૩ ૪૭૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર સહિયારો વેપાર. લગ્નજીવનને વખાણ્યું છે એ લોકોએ. શાસ્ત્રકારોએ લગ્નજીવનને કંઈ વગોવ્યું નથી. લગ્ન સિવાય બીજું ઈતર જે ભ્રષ્ટાચાર છે તેને વગોવ્યો છે. ભ્રષ્ટાચારને વગોવ્યો છે. અને લગ્નજીવનેય છે તે ક્યાં સુધી કામનું કે જ્યાં સુધી બન્નેનું માન સચવાય ત્યાં સુધી, પ્રેમ સચવાય, મન સચવાય. ધર્મને માટે આગળ વધવા માટે સ્ત્રી કરવાની છે, બેઉ સાથે રહે, આગળ વધે. પણ એ વિષયરૂપ થઈ ગયું. તે આગળ વધવાનું તો ક્યાં ગયું પણ વઢવઢા કરે છે. સ્ત્રી હોય અને વિષય ન હોય તો વાંધો જ નથી. હા, આપણા ઋષિ-મુનિઓ પૈણતાને ! તે એક-બે, એક બાબો ને એક બેબી એટલે બસ. બીજું કંઈ નહીં. પછી ફ્રેન્ડશીપ. આવું જીવન જીવવાનું છે. પ્રશ્નકર્તા : વિષય છોકરાની ઉત્પત્તિ પૂરતો જ હોવો જોઈએ કે પછી બર્થ કંટ્રોલ કરીને વિષય ભોગવાય ? દાદાશ્રી : ના, ના. એ તો ઋષિ-મુનિઓના વખતમાં, પહેલાં તો પતિ-પત્નીનો વ્યવહાર આવો ન હતો, ઋષિ-મુનિઓ તો પૈણતા હતા, તે લગ્ન જ કરવાની ના પાડતા હતા. એટલે આ ઋષિપત્નીએ કહ્યું, કે તમે એકલા, તમારે સંસાર સારી રીતે ચાલશે નહીં, પ્રકૃતિ સારી રીતે થશે નહીં, માટે અમારી પાર્ટનરશીપ રાખો સ્ત્રીની, તો તમારી ભક્તિય થશે અને સંસારેય ચાલશે. એટલે એ લોકોએ એકસેપ્ટ કર્યું, પણ કહે છે અને સંસાર તારી જોડે માંડીશું નહીં. ત્યારે એ લોકોએ કહ્યું, કે ના, અમને એક પુત્રદાન અને એક પુત્રીદાન, બે દાન આપજો ફક્ત. તે એ દાન પૂરતો જ સંગ, બીજો કોઈ સંગ નહીં. પછી અમારે તમારી જોડે સંસારમાં પછી ફ્રેન્ડશીપ. એટલે એ લોકોએ એક્સેપ્ટ કર્યું અને પછી છે તે ફ્રેન્ડશીપની પેઠ જ રહેતા હતા. પછી પત્ની તરીકે નહીં. એ બધું ઘરનું કામ નભાવી લે, આ બહારનું કામ નભાવી લે, પછી બન્ને ભક્તિ કરવા બેસે સાથે. પણ અત્યારે તો બધું, ધંધો જ બધો આખો એ થઈ ગયો. એટલે બગડી ગયું બધું. ઋષિમુનિઓ તો નિયમવાળા હતા. અત્યારે એક પુત્ર કે પુત્રી માટે લગ્ન હોય, તો વાંધો નથી. પછી મિત્રાચારીથી રહે. પછી દુ:ખદાયી નહીં. આ તો સુખ ખોળે પછી તો એવું જ ને ! દાવા જ માંડે ને ! ઋષિ-મુનિઓ બહુ જુદી જાતના હતા. આજે બ્રહ્મચર્ય એક પત્નીવ્રત, બીજે દષ્ટિ અણીશુદ્ધ એ શર્ત ! પ્રશ્નકર્તા: આપણા ધર્મમાં એક જ પત્નીનો ફાયદો છે, પણ આપણે ત્યાં કેટલાક રાજાને ત્રણ પત્નીઓ કેમ હતી ? દાદાશ્રી : એવું છે ને, કેટલાક તો ત્રણ પત્ની રાખતા અને ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી હતા, એમને તેરસો રાણીઓ હતી. એટલે આપણું ધર્મશાસ્ત્ર શું કહે છે કે લગ્ન કરજો, પણ દૃષ્ટિ ના બગાડશો. અને એક લગ્નથી તમને સંતોષ ન રહેતો હોય અને બીજી કોઈ સ્ત્રી પર દૃષ્ટિ જતી હોય તો બીજી પૈણજો. ત્રીજી પર દૃષ્ટિ જતી હોય તો ત્રીજી પૈણજો. પણ દૃષ્ટિ ના બગડેલી રાખજો. આ દૃષ્ટિ બગડવાથી ભયંકર રોગો ઊભા થયા છે. પ્રશ્નકર્તા : આપણામાં તો એક જ કહ્યું છે અને પહેલાં તો ત્રણત્રણ હતી, એવું કેમ ? દાદાશ્રી : તમનેય કહું કે, તમારી શક્તિ જોઈએ. એકની જોડે તો વઢવઢા કરો છો. એક જણ હતો, તે પછી બીજી પૈણી લાવ્યો. તે મેં એને પૂછ્યું કે, ભઈ, હવે શું કરો છો તારે બે વાઈફ અને તું શું કરું છું ? આ તો ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છું હું, આજની નહીં. ત્યારે એ કહે, ‘નવી કરે રોટલા અને જૂની કરે દાળ, બંદા બેઠા બેઠા કઢી હલાવે. ત્રણેવ હાસંહાર ! શક્તિ હોય તો કરોને. નિવેડવાની શક્તિ જોઈએ. એકને ન પહોંચી વળે ને આમ બૂમો પાડે પછી ! એક પત્નીવ્રત પાળશો ને ? ત્યારે કહે ‘પાળીશ’, તો તમારો મોક્ષ છે ને બીજી સ્ત્રીનો સહેજ વિચાર આવ્યો ત્યાંથી મોક્ષ ગયો. કારણ કે એ અણહક્કનું છે. હક્કનું ત્યાં મોક્ષ અને અણહક્કનું ત્યાં જાનવરપણું. પાછું વિષયની લિમિટ હોવી જોઈએ. સ્ત્રી-પુરુષના વિષય ક્યાં સુધી

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293