Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 256
________________ ૪૫૬ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો ૪૫૫ રહે તો આવતે અવતાર પુરુષ થાય. પ્રશ્નકર્તા: જે સ્ત્રીઓ છે એ પોતાની જાતે લિબરેટ થઈ શકે છે અને બીજાને કરવા મદદરૂપ થઈ શકે છે. દાદાશ્રી : હં, બરાબર છે, તે ? પ્રશ્નકર્તા ઃ તો એ સમજાવો. દાદાશ્રી : સ્ત્રીઓ તો બહુ હેલ્પફૂલ છે. પ્રશ્નકર્તા: હવે આમ કલ્યાણ કરે છે પણ પાછું બીજી બાજુ આપણે કહીએ કે સ્ત્રીઓમાં કપટ છે. તો એ કેવી રીતે એ થાય છે ? દાદાશ્રી : એ તો એનો કપટનો સ્વભાવ છે. એ તો હંમેશાં સ્વભાવ હોય, પણ બીજા ગુણો હોયને, પાછા સ્ત્રીના ! સ્ત્રીનું ફોર્મેશન, પુરુષનું ફોર્મેશન બે જુદાં હોય છે. સ્ત્રીઓને એમ ના કહેવાય હલકી, તીર્થકરોની મા, જો સૃષ્ટિ મલકી ! પ્રશ્નકર્તા : સ્ત્રીને એક બાજુ લક્ષ્મી કહે છે ને બીજી બાજું કપટવાળી, મોહવાળી... દાદાશ્રી : લક્ષ્મી કહે ત્યારે કંઈ એ જેવી તેવી છે ? ધણી નારાયણ કહેવાય તો એ શું કહેવાય ? એટલે એ જોડીને લક્ષ્મીનારાયણ કહે છે. ત્યારે એ સ્ત્રી તે કંઈ હલકી છે ? એ તીર્થંકરની મા છે. જેટલા તીર્થકરો થયાને, ચોવીસ, એમની મા કોણ ? સ્ત્રી સુખી જો માથે પિતા-પતિ-પત્ર, અક્રમમાં માથે જ્ઞાત-આજ્ઞા માત્ર ! પ્રશ્નકર્તા : પણ આજકાલ તો જુદું છે અહીંયાંની દુનિયામાં અને હિન્દુસ્તાનમાંય. કારણ કે સ્ત્રીઓ કમાતી થઈ એટલે એ પણ કહે છે કે મને ચલાવતા આવડે છે, મને ધંધો ચલાવતા આવડે છે. દાદાશ્રી : અત્યારે તો કહેને બધું કમાય છે એટલે. કોઈ સ્ત્રી એવું કહે કે મારામાં ને પુરુષમાં શું ફેર રહ્યો છે ? હું આટલો પગાર લાવું છું, હું આટલું ભણી છું, તો આપણે કહીએ, ‘રાતે સાડા બાર વાગ્યા પછી એકલા આ રોડ પર જજો જોઈએ, તો હું કહું પુરુષ છું તું. તને બાથમાં ઉઠાવી જશે.” એ જાણે પછી જાય નહીં, નીકળે નહીં. એ પુરુષને કોઈ ના ઉઠાવે. પુરુષ પાસે ઘડિયાળ લઈ લે બહુ ત્યારે, એને ઉઠાવી ના જાય. તમે ના સમજ્યા ? પ્રશ્નકર્તા : સમજ્યા. દાદાશ્રી : એટલે પેલી બઈ ટાઢી પડી ગઈ પછી. ધણીને જવાબ દેતા ના આવડે, તો પછી એ તો ચઢી બેસેને અને જવાબ દે તોય એ તો વકીલાતના જવાબ આપે. એ વકીલાતનાં જવાબમાં તો ખઈ જાય એવી હોય છે. વકીલાતનાં જવાબ ના જોઈએ, એઝેક્ટ જવાબ હોવો જોઈએ. ઉઘાડું પાડી દે એવું. આપણે એમ વકીલાત કરીએ તો એ આમ કરે, આપણે આમ કરીએ તો એ આમ કરે. એનો આ જજમેન્ટ આપનારો કોઈ જજ હોવો જોઈએ. પ્રશ્નકર્તા: તો એ કઈ સ્વતંત્રતાની વાત કરતી હોય છે ? સ્ત્રીઓ જ્યારે સ્વતંત્રતાની વાત કરતી હોય છે, તે કઈ સ્વતંત્રતાની વાત કરે છે ? દાદાશ્રી : એ તો કહે છે, તમારું અને અમારું બધું લેવલ સરખું. તો આપણે કહેવું કે મને એનો વાંધો નથી, પણ મૂછો આવવા ને, પછી કરીશ. લેવલ તો સરખું દેખાવું જોઈએને ? પ્રશ્નકર્તા : દાદા, આ સ્ત્રીઓ પાટલૂન પહેરે છે, ટાઈ પહેરે છે. પ્રશ્નકર્તા : સ્ત્રીઓ. દાદાશ્રી : ત્યારે એમને કેમ હલકી કહેવાય ? મોહ તો હોય જ હંમેશાં સ્ત્રી થઈ એટલે. પણ જન્મ કોને આપ્યો. મોટા મોટા તીર્થકરોને બધા... મોટા લોકોને તો એ જ જન્મ આપે છે, એને કેમ આપણથી વગોવાય ? તે આપણા લોક વગોવે છે.

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293