________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૪૩
૩૪૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
આવી બનશે.
દાદાશ્રી : ના, શીખવું નહીં, એ દોરી અવળી વીંટશે, એ તો વિફરતી હોય તો એને બંધ કરાવી દેવડાવું. એમાં સુખ નથી. ઊંધો રસ્તો છે, મારા ખાવાનો રસ્તો. આ તો આગળના અનુભવીઓએ શોધખોળ કરેલી કે રમા રમાડવી સહેલ છે, વિફરી મહામુશ્કેલ છે ! લાવોને, લાખ રમાઓ હોય તો જુઓ મારી જોડે જરાય છે એમને કશુંય ! એટલે બહુ ઊંચી જાતિ, સરસમાં સરસ જાતિ છે. પણ તમને આવડે નહીં, તેમાં શું કરે ? આ વિફરે તો અમે રાગે પાડી દઈએ, જે વિફરેલી હોયને, એને અમે રાગે પાડી દઈએ. પછી એનેય સુખ પડે ને ઘરવાળાઓનેય સુખ પડે. વિફરેલી હોય કે ના હોય ? વિફરે કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, વિફરેને ! દાદાશ્રી : પુરુષ તો ભોળા બિચારા !
પ્રશ્નકર્તા: સ્ત્રીઓ વિફરે એનું કારણ એ કે હવે એ કમાઈ લે છે, પૈસા લાવે છે, એટલે એ વિફરે છે ? આ એનું કારણ છે ?
દાદાશ્રી : હા, તેથી વિફરી છે ને ! પૈસા, ડૉલર લાવે. અને ભઈને છે તે ‘જોબ' જતી રહેલી હોય, પછી વિફરે જ ને ?
પ્રશ્નકર્તા : આ સ્ત્રીઓને આજની હવા લાગી એટલે વિફરી, એવું પુરુષોનેય હવા તો લાગી હશેને ? એમનુંય કંઈક થયું હશેને ?
દાદાશ્રી : બહુ લાગી છે, આ કંઈ ઓછા નથી ! એ કંઈ જેવા તેવા નથી. કોઈ પણ માણસ વિફરે નહીં ત્યાં સુધી ચલાવીએ. પણ જો વિફરે તો હું અધિકાર લઈ લઉં. વિફરે નહીં ત્યાં સુધી અધિકાર એનો. વિફરો ત્યારે અધિકાર લઈ લઉં એ તો સત્તા મારી પાસે રહેલી હોય. એ કહે કે ના હમણે ને હમણે ઊઠો તમે ? વિફરે કે હડહડાટ લઈ લઉં સત્તા એક મિનિટમાં ! વિફરવું નહીં જોઈએ. મોટામાં મોટો ગુનો હોય તો વિફરવું. બીજા બધા ગુના એક્સેપ્ટ કરીએ. વિફરેલું એ ગુનો નહીં ચલાવીએ.
વિફરે શબ્દ સમજ્યારે તમે ? તે વિફરી શબ્દમાં હું બહુ ઝીણવટથી
ઊંડો ઉતરેલો. કોને વિફરી કહેવા માગે છે આ લોક ? મહામુશ્કેલી કોને કહે છે ? ત્યારે કહે, વિફરી શબ્દનો જ એવો અર્થ છે ! વિફરી મહામુશ્કેલ ! એટલે ઘણા મિત્રોને કહી દીધેલું કે આ વાઈફ વિફરે નહીં એટલું જો જો, હં. નહીં તો આબરૂ લઈ લે !
પ્રશ્નકર્તા : અચ્છા, એમાં એવુંને વિફરે એટલે શુંનું શું કરી નાખે ?
દાદાશ્રી : વિફરે એટલે શું કરે ? તમે અહીંથી પાણી પીવા જાવ, એમાં ઝેર હઉ ઘાલી દે. તેથી અમે કહીએ છીએને, વિફરે એટલે અમે કંટ્રોલ બધો લઈ લઈએ. તે ગમે તે જવાબદારીનું કામ હોય પણ તેનો કંટ્રોલ બધો અમારા હાથમાં જ લઈ લઈએ. લગામ અમે હાથમાં લઈ લઈએ. વિફરવાનું ના હોય અહીં આગળ. હું તમારા તાબામાં છું, પણ વિનય ! પરમ વિનય એ આપણો ધર્મ છે. અમે તો તમારાયે તાબામાં. તમે કહો કે દાદા અહીં બેસી રહો તો કહીએ નહીં. ચાલો કાલે જઈશું. અમારે એવું નથી કે અમારો તાબો જોઈએ છે. પણ પરમ વિનયનો ઘાત કર્યો, એ વિફર્યો કહેવાય. એનો ઘાત તો ન જ થવો જોઈએ. પરમ વિનયનો ઘાત કરવો અને આત્માનો ઘાત કરવો એ બે સરખું છે. એ આત્મઘાત ઉપાય છે. જુઓને કેવું બોલેલા ! ‘રમા રમાડવી સહેલ છે.” તે અત્યારના લોકોને આવડતી નથી તે મર મૂઆ રમા રમાડતાં શીખ. રમા રમાડતાં આવડતું નથી !
પ્રશ્નકર્તા : ના, પણ એ જે વિફરી શબ્દ છે, એનું જો પિશ્ચર બરાબર ક્લિયર થઈ જાય..
દાદાશ્રી : એ હું બહુ ઊંડો ઉતર્યો કે આ શબ્દ આટલો બધો ભારે કે વિફરી મહા મુશ્કેલ !! મહા મુશ્કેલ એટલે મુશ્કેલ શબ્દનો અર્થ જ મુશ્કેલ ! મહા મુશ્કેલ એટલે તો આખું જગત નાશ કરી નાખે એવું ! તે આ વિફરી શબ્દ મને બહુ ગમેલો. ભલે આપણે લેખક નથી પણ આ સમજીએ ખરા કે આ શું છે ? લેખકનેય આવી સમજણ ના હોય કંઈ. વાક્ય રચના ના ફાવે.
પ્રશ્નકર્તા : સામાન્ય રીતે એવું ત્યાં સૌરાષ્ટ્રમાં જે વાઘ ને સિંહને