________________
(૬) સામાની ભૂલ કાઢવાની ટેવ !
૧૨૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કશું ના હોય, એવું ઘર આમ બગીચા જેવું લાગે. ને ઘરમાં જરાય ડખલ ના થવા દઈએ કોઈને. સહેજેય નાના છોકરાની ભૂલ એ જો જાણતો હોય તો ના દેખાડાય. ના જાણતો હોય તે જ ભૂલ દેખાડાય. તમને કેમ લાગે
પ્રશ્નકર્તા : સરસ. દાદાશ્રી : છતાં એ નથી જાણતા બધા લોકો ? પ્રશ્નકર્તા ઘણા લોકોને ટેવ પડી હોય તો એમાં શું કરવાનું?
દાદાશ્રી : ટેવ નહીં, આ તો ઉપરીપણું જોઈએ છે એને. એને ભૂલ કાઢવી છે જાણી જોઈને. હવે એ ખોટું કહેવાય. આ ફેમિલી ના કહેવાય. ફેમિલી એટલે પ્રેમમાં રહેવું જોઈએ. ડખો નહીં થવો જોઈએ, બેનને એવું ના થવું જોઈએ કે આ ખોટો ખોટો સુધારવા ફરે છે.
પ્રશ્નકર્તા : પણ ધણીને થતું હોય તો ?
દાદાશ્રી : એ પછી એ રશિયા ને અમેરિકા જેવું થાય. આ અમેરિકા આમ કરે ત્યારે રશિયા આમ કરે, એટલે પછી સામસામી બેઉ લડે અને ફેમિલી લાઈફ ઊડી જાય આમાં, શોભે નહીં આપણને, થોડો થોડો ફેરફાર થવો જોઈએ. આપણે ઈન્ડિયન છીએ. વિચાર્યા પછી ફેરફાર ન કરીએ તો આપણે ઈન્ડિયન શેના ? ના સમજ પડી બેન તને ?
પ્રશ્નકર્તા : હા, સમજી.
દાદાશ્રી : એટલે બેનોએ તમારે સમજવું કે જે ભૂલ ધણી સમજી શકતા હોય એ ભૂલ આપણે કાઢવી નહીં. જે ભૂલ બેનો સમજી શકતી હોય તે ધણીએ ભૂલ કાઢવી નહીં.
પ્રશ્નકર્તા: ઘણા પોતાની ભૂલ સમજતા હોય, છતાં સુધરે નહીં તો ?
દાદાશ્રી: એ કહેવાથી સુધરે નહીં. કહેવાથી તો અવળો થાય ઊલટો. એ તો કો'ક ફેરો જ્યારે વિચારવા ગયો હોય ત્યારે આપણે કહીએ કે આ ભૂલ કેવી રીતે સુધરે ? સામાસામી વાતચીત કરો, આમ ફ્રેન્ડશીપની પેઠ. વાઈફ જોડે ફ્રેન્ડશીપ રાખવી જોઈએ. ના રાખવી જોઈએ ? બીજા જોડે ફ્રેન્ડશીપ રાખો છો. ફ્રેન્ડની જોડે આવું કકળાટ કર્યા કરો છો રોજરોજ ? એની ભૂલ ડિરેક્ટ દેખાડ દેખાડ કરાવતા હશો ? ના ! કારણ કે ફ્રેન્ડશીપ ટકાવવી છે. અને આ તો પૈણેલી ક્યાં જતી રહેવાની છે ? આવું આપણને શોભે નહીં. જીવન એવું બનાવો કે બગીચા જેવું. ઘરમાં મતભેદ ના હોય,
પ્રશ્નકર્તા : બરાબર છે, સાચી વાત છે.
દાદાશ્રી : જાણી જોઈને ભૂલો દેખાડાતી હશે. જે એ જાણે છે એને શા માટે દેખાડવાનું. તને દેખાડે છે, બહુ દેખાડે છે કે... ?
આ તો એને ગોદા મારીએ છીએ અને આપણું ધણીપણું બજાવીએ છીએ ! વહુને સાચવતા આવડી નહીં અને ધણી આવ્યા ! વહુને સાચવી ક્યારે કહેવાય કે વહુના મનમાં સહેજેય પ્રેમ ખૂટે નહીં. આ તો ગોદો મારે એટલે પ્રેમ તૂટે અને કહેશે કો'ક દહાડો મારી ભૂલ થાય તો એ બુમાબૂમ કરે છે, કહેશે. ભૂલ થાય કે ના થાય માણસની ? પણ આપણા લોકોને જાણી જોઈને આવી ધણીપણાની ટેવ પડેલી છે, ધણી થવાની ઇચ્છા છે. અંદરખાનેથી તે, ભૂલ કેમ કરીને કાઢવી તે ! હવે આજથી તમને સમજાશે એ વાત ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ તો ખોટું ગાંડપણ હતું ધણીપણું થવાનું. એટલે ધણીપણું ના બજાવવું જોઈએ. ધણીપણું તો એનું નામ કહેવાય કે સામો પ્રતિકાર ના થાય, ત્યારે જાણવું કે ધણીપણું છે. આ તો તરત પ્રતિકાર !
ભૂલ કાઢી દબાવે એ શો વીર ?
બધાની ભૂલો ઓઢે, અહો શૂર ! ઘરમાં તો સ્ત્રીને તો સહુ કોઈ કટ કટ કરે, એ વીરની નિશાની નથી. વીર તો કોણ કહેવાય કે સ્ત્રીને કે ઘરમાં છોકરાંને કોઈનેય હરકત ન થાય. છોકરું જરા આડુ બોલે પણ મા-બાપ બગડે નહીં ત્યારે ખરું કહેવાય. છોકરું તો બાળક કહેવાય. તમને કેમ લાગે છે, ન્યાય શું કહે છે ?
પ્રશ્નકર્તા : હા. બરાબર છે. હવેથી એવું કરવું પડશે.