________________
૧૪૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૮)
સુધારવું કે સુધરવું?
જિંદગી પતીને સુધારવા ફરે,
મૂઆ તું સુધર તો જગ સુધરે ! એટલે આ સગાઈ રિલેટિવ છે. એટલે ઘણા માણસો શું કરે છે કે બૈરીને સુધારવા માટે એટલા બધા જક્કે ચઢે છે કે તે પ્રેમની દોર તૂટી જાય ત્યાં સુધી જક્કે ચઢે છે. એ શું જાણે છે કે આ મારે સુધારવી જ જોઈએ આને, અલ્યા મૂઆ, તું સુધરને ? તું સુધર એકવાર. અને આ તો રિયલ નથી, રિલેટિવ છે ! છૂટું થઈ જશે. માટે આપણે જૂઠું તો જૂઠું પણ એની ગાડી પાટા પર ચઢાવી દે ને ! અહીંથી પાટે ચઢી ગઈ એટલે સ્ટેશને પહોંચી જશે, હડહડાટ. એટલે આ રિલેટિવ છે. અને સાચવીને મનાવીને આમ ઉકેલ લાવી દેવાનો. ત્યાં આગળ આપણે કહીએ, એને સુધારવી જ છે. અલ્યા મૂઆ એને શું કરવા સુધારે છે ઊલટું તે ! આપણે સુધરીએ ને એટલે બીજું સુધરે જ. હું એકલો સુધરેલો હોઉં તો તમે મારી જોડે બેસો તો તમે બધા સુધરો. પણ હું જ બગડેલો હઉં તો તમે શી રીતે સુધરો!
પ્રશ્નકર્તા : ના સુધરે, બરાબર છે !
દાદાશ્રી : એટલે આ પોતાને સુધરવાની જરૂર છે. લોકોને સુધારવાની જરૂર નથી. કારણ કે લોકો એમને સુધાર સુધાર કરે છે, એ એવો ને એવો રહે. તમને કેમ લાગે છે, ભઈ, સુધરવું જોઈએ કે ના સુધરવું જોઈએ ?
કારણ કે આ જગતમાં રિલેટિવ (સાપેક્ષ) સગાઈઓ છે અને ઓલ
ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ અને યૂ આર પરમેનન્ટ (સાપેક્ષ બધું હંગામી છે અને તું કાયમનો છે). બોલો, પરમેનન્ટની જોડે ટેમ્પરરીનો ગુણાકાર થાય ખરો ? એક રકમ પરમનન્ટ હોય ને બીજી ટેમ્પરરી હોય તો ગુણાકાર થાય ખરો ? આપણે ગુણાકાર કરવા જઈએ તો ટેમ્પરરી રકમ ઊડી જાય હડહડાટ, તે એમ એમ કરતાં કરતાં આ ગુણાકાર જ થતો નહીં કોઈનો. એટલે બે રકમ હું તમને પરમેનન્ટ મૂકી આપું એટલે ગુણાકાર થઈ જશે. આ ગુણાકાર કરવો છે પૂરેપૂરો ?
સામો ફાડે ત્યારે તું સાંધ્યા કર,
નહીં તો છૂટા, ત બત કાતર ! એક ચાર્ટડ એકાઉન્ટન્ટ આવેલા તે મને કહે છે કે સાડાત્રણ હજારનો પગાર (૧૯૭૦માં) મળે છે. ત્યારે મેં કહ્યું, બહુ અનુભવ એટલે ? ત્યારે કહે, હા, અનુભવ ઘણો, જબરજસ્ત. મેં કહ્યું કે એકાદ દહાડો જ્ઞાન લઈ જજે, તે સારું કામ ચાલે ! બાકી સાડાત્રણ હજારનો પગાર એટલે બીજો કશો તારે વાંધો જ નહીં ને ? મેં કહ્યું, સાડાત્રણ હજાર એટલા બધા રૂપિયા કરો છો શું પછી ? ત્યારે કહે, અત્યારે તો મોંઘવારીમાં શી રીતે ? ત્યારે મેં કહ્યું, પણ શું શું કરો છો, થોડું ઘણું કહો મને. ત્યારે કહે, પંદરસો તો મારી પત્નીને આપું છું ત્યારે મેં જાણ્યું. રસોડા ખાતે આપતા હશે, તે મેં કહ્યું, રસોડામાં તો આપવા જ પડે ને, એમાં વાંધો નહીં, પંદરસો આપો તો. ત્યારે એ પાછો બોલી ઊઠ્યો, ના, એવું નહીં, રસોડામાં નથી આપતો. પંદરસો તો મારી વાઈફને આપવામાં જાય છે. પોલ ફૂટ્યું આ ! શી એની અક્કલ નીકળી આ ! હા, હવે તમે સી.એ. ખરા !! સી.એ. જુદો રહે અને વહુ જુદી રહે. તમે આવા સી.એ. થયેલા માણસને સ્ત્રી જુદી રહે, તમારી બહાર આબરૂ કેટલી હશે ? આબરૂ તો જતી રહેને પછી કે ના જતી રહે ? પછી મેં પૂછ્યું, શાથી જુદી રહે છે ? ત્યારે કહે, મને મેળ નથી પડતો. મેં કહ્યું, છોકરું છે ? ત્યારે કહે, એક છોકરું છે તેની સાથે રહે છે. એને પંદરસો આપું છું અને બીજું મારે ખાવાપીવા જોઈએ બધું. મેં કહ્યું, બહુ અક્કલવાળા સી.એ. થયેલા બીજાની ભાંજગડોને તો સુધારી આપે, પણ આ તો પોતાના હિસાબમાં ભૂલ કરી, તમે એક માણસનું સમાધાન ના કરી શકો ? એક