________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૩૦૭
૩૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
થાય. એટલા બધા પર્યાય ! માટે શબ્દ બોલતાં પહેલાં, બોલાય નહીં તો ઉત્તમ છે અને બોલાય તો પ્રતિક્રમણ કરો. બોલાય નહીં એવું તો આપણે કહી શકાય નહીં. કારણ કે વ્યવસ્થિત છેને ! પણ બોલાય તો પ્રતિક્રમણ કરો એ આપણી પાસે સાધન છે. તમને કેમ લાગે છે ? પ્રતિક્રમણ કરેક્ટ સાધન છે કે નહીં ?
પ્રશ્નકર્તા: ધણી-ધણીયાણીઓમાં જે ઝઘડા થાય છે, એ ઉપરવાળા કરાવે છે કે બુદ્ધિથી થાય છે ?
દાદાશ્રી : ઉપરવાળો તો આવું કરાવે જ નહીંને ! આ તો તમારી અણસમજણથી થાય છે. સમજણવાળો ના કરે અને સમજણ વગરનો કરે.
પ્રશ્નકર્તા : પણ બુદ્ધિ તો ભગવાન આપે છે ને ?
દાદાશ્રી : ભગવાન શું કરવા બુદ્ધિ આપે, એ કંઈ ગાંડો છે ભગવાન ! એનું મગજ ખસી ગયું છે ? આ બુદ્ધિ એ તમારા કર્મનું ફળ છે. એટલે સારાં કર્મ કરો તો બુદ્ધિ સારી ઉત્પન્ન થાય. ખરાબ કર્મ કરો તો બુદ્ધિ ખરાબ થાય. એટલે ભગવાન આમાં હાથ ઘાલતા નથી. ભગવાન તો ભગવાન તરીકે જ રહે છે, ભગવાન બદલાતા નથી કોઈ દહાડોય. બધું તમારું જ પ્રોજેક્શન છે. તમારી જવાબદારી પર તમારે જ કરવાનું છે બધું. જવાબદારી એય તમારી છે, જે કરો તેની. એટલે આ અણસમજણ કરે છે. જેમ આ છોકરાઓ લડતા હોય તો તમે સમજી જાવને કે આ અણસમજુ
લડવાડ થાય છે.
હવે બેઉ જણ ઝઘડે તો તો પડોશી જોવા આવે કે ના આવે ? પછી તમાશો થાય કે ના થાય ? અને પાછું ભેગું ના થવાનું હોય તો લડો, ખૂબ લડો. અરે, વહેંચી જ નાખો ! ત્યારે કહે, “ના, ક્યાં જવાનું ?” જો ફરી ભેગું થવાનું છે તો પછી શું કરવા લડે છે ! આપણે એવું ચેતવું ના જોઈએ ? બીબી જોડે તો સારો રહે ! જેની જોડે રાત-દહાડો રહેવાનું, એની જોડે ડખલ થતી હશે ? આપણે સમાધાન કરી નાખવું એક જણે કે ભઈ, મારે તારી જોડે, તારે મારી જોડે શા માટે આપણે આ બધું હોવું જોઈએ ? દુનિયા કહે કે આ ધણી ને ધણીયાણી છે, પણ આપણે તો ફ્રેન્ડ, પછી કંઈ વાંધો ખરો ?
પ્રશ્નકર્તા : નહીં.
દાદાશ્રી : તમે ફ્રેન્ડશીપ કરશો કે નહીં ? ટૈડકાવો છો ને વળી પાછા રોફ મારો છો ? ઘેર તો બીબીને ટૈડકાવો છો ખરા ?
પ્રશ્નકર્તા : કહેવું પડે !
દાદાશ્રી : હા, કહેવું પડે અને તમને કોઈ કહેનાર નહીં. ભગવાન થઈ બેઠા ! મર્યાદાપૂર્વક જીવો, જીવન જીવવાની કળા શીખો. તે એ જ શીખવાડું છું ને ! અમેરિકામાં બધાને એ જ શીખવાડું છું ને ઇન્ડિયામાં શીખવાડું. શું કરું તે ? ફરી પસ્તાવો ના કરવો પડે, આવું કંઈ જીવન જીવો ! કહેવું પડે ! આ મોટા કહેનારા આવ્યા અને ઑફિસમાં બોસ ટેડકાવેને તો. ના સાહેબ, યુ આર રાઈટ, યુ આર રાઈટ, યુ આર રાઈટ ! આ અહીંયાં એ કહેવાનું, યુ આર રાઈટ, કહીએ. કઢી ખારી થઈ તો બોલવાનું-કરવાનું નહીં, ચૂપ રહેવાનું. કો'ક દાડો ભૂલ ના થાય, કોઈ જાણીજોઈને ભૂલ કરે ? આ તો લાગ જોઈને બેસી રહ્યો હોય, ક્યારે કંઈક થાય ! અલ્યા, કઈ જાતનો છે ? પોતાને એક રૂમમાં સૂઈ જવાનું ત્યાં આગળ ઝઘડા ? બહારથી ઝઘડો કરીને આવો ને ઘેર રોફ મારો બેઉ જણ ચા પીને ! બીબી-છોકરાં એ તો આપણા આશ્રયે આવેલાં છે. જે આપણા આશ્રયે આવેલું હોય, તેને દુ:ખ કેમ કરીને દેવાય ? સામાનો વાંક હોય તો પણ આશ્રિતને આપણાથી
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને સમજદાર ના લડે ને ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એવી રીતે આ અણસમજણથી લડે છે. અને સમજણ હોય તો ના લડે. એટલે હું એવી સમજણ પાડું એટલે તમારી નીકળી જાય અણસમજણ. પછી લડવાડ નહીં થાય. અમે ગયા પછી નહીં થાય. જ્યાં લડવાડ છે એ ‘અંડરડેવલર્ડ' પ્રજા છે. સરવૈયું કાઢતાં આવડતું નથી એટલે