________________
(૧૧) શંકા બાળે સોનાની લંકા
૨૨૧
૨૨૨
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
અને મોહનું જ સંગ્રહસ્થાન, તેથી સ્ત્રીનો અવતાર આવે. આમાં સહુથી સારામાં સારું છે કે જે વિષયથી છૂટ્યા હોય.
એક જણને એની ‘વાઈફ' પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? તે જોયું તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું? આપણા લોકો તો પકડાય તેને ચોર કહે, પણ પકડાયો નથી તે બધા મહીંથી ચોર જ છે. પણ આ તો પકડાયો તેને ચોર કહે છે. અલ્યા, એને શું કરવા ચોર કહે છે ? એ તો સુંવાળો હતો. ઓછી ચોરી કરી છે તેથી પકડાયો. વધારે ચોરી કરનાર પકડાતા હશે ?
પ્રશ્નકર્તા : પણ પકડાય ત્યારે ચોર કહેવાય ને ?
દાદાશ્રી : ના, ઓછી ચોરીઓ કરે તે પકડાય અને પકડાય એટલે લોક એને ચોર કહે. અલ્યા, ચોર તો આ નથી પકડાતા તે છે. પણ જગત તો આવું જ છે.
એટલે એ ભાઈ મારું વિજ્ઞાન આપ્યું સમજી ગયો. પછી એ મને કહે કે, “મારી વાઈફ” ઉપર હવે બીજા કોઈનો હાથ ફરે તોય હું ભડકું નહીં. હા, આવું જોઈએ. મોક્ષે જવું હોય તો આમ છે. નહીં તો લડવાડ કર્યા કરો તમારી મેળે. તમારી વાઈફ’ આ દુષમકાળમાં તમારી થાય નહીં. અને એવી ખોટી આશા રાખવીય ફોગટ છે. આ દુષમકાળ છે. એટલે આ દુષમકાળમાં તો જેટલા દહાડા આપણને રોટલા ખવડાવે છે એટલા દહાડા આપણી અને નહીં તો બીજાને ખવડાવે તો એની.
એટલે બધા ‘મહાત્મા’ને કહી દીધેલું કે શંકા ના રાખશો. નહીં તોય મારું કહેવાનું કે જોયું ના હોય ત્યાં સુધી તેને સત્ય માનો છો જ શા માટે આ કળિયુગમાં ? આ છે જ પોલમ્પોલ ! એટલું બધું પોલમ્પોલ છે, જે મેં જોયું છે, તેનું તેમને વર્ણન કરું તો બધા માણસ જીવતા જ ના રહે, તો હવે એવા કાળમાં એકલા પડી રહેવું મસ્તીમાં અને આવું ‘જ્ઞાન’ જોડે હોય એના જેવું તો એય નહીં.
દેહાધ્યાસ છૂટે તો જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. દેહમાં
આત્મબુદ્ધિ એ બધું દેહાધ્યાસ કહેવાય. કોઈ ગાળ ભાંડે, મારે, આપણી ‘વાઈફ'ને આપણી રૂબરૂ ઉઠાવી જાય તોય મહીં રાગ-દ્વેષ ના થાય તો જાણવું કે વીતરાગનો માર્ગ પકડ્યો છે ! લોક તો પછી પોતાની નબળાઈને લઈને ઉઠાવી જવા દે છે ને ! પોતે જબરો હોય તો ‘વાઈફને ઉઠાવી જવા દે કંઈ ? ના.
એટલે આ કશુ પોતાનું છે જ નહીં ! આ બધું જ પારકું છે. માટે વ્યવહારમાં રહેવું હોય તો વ્યવહારમાં મજબૂત થા ને મોક્ષે જવું હોય તો મોક્ષને લાયક થા ! જ્યાં આ દેહ પણ પોતાનો નથી ત્યાં સ્ત્રી પોતાની શી રીતે થાય ? છોડી પોતાની શી રીતે થાય ? એટલે તમારે તો બધી જાતનું વિચારી નાખવું જોઈએ કે સ્ત્રી ઉઠાવી જાય તો શું કરવું ?
જે બનવાનું છે તેમાં ફેરફાર થાય એવું નથી, એવું વ્યવસ્થિત છે. માટે ભડકશો નહીં. એટલે એમ કહ્યું છે કે “વ્યવસ્થિત’ છે ! ના જોવામાં આવે ત્યારે કહેશે મારી વહુ અને જોયું એટલે ફફડાટ ! અલ્યા, પહેલેથી હતું જ આવું. આમાં નવું ખોળશો જ નહીં..
પ્રશ્નકર્તા : પણ દાદા, એ બહુ ઢીલું મૂકી દીધું.
દાદાશ્રી : મારું કહેવાનું કે દુષમકાળમાં આપણે ખોટી આશા રાખીએ એનો અર્થ જ નથી ને ! અને આ સરકારે પણ ‘ડાયવોર્સનો કાયદો કાઢી આપ્યો. સરકાર પહેલેથી જાણે કે આવું થવાનું છે. માટે કાયદો પહેલો નીકળે. એટલે હંમેશાં દવાનો છોડવો પહેલો પાકે. ત્યાર પછી રોગ ઉત્પન્ન થાય. એવી રીત આ કાયદો પહેલો નીકળે, ત્યાર પછી અહીં લોકોના એવા બનાવ બને !
બૈરીના ચારિત્ર્યની શાંતિ ખપે?
કાળી છુંદણાવાળી સૌથી ટપે ! માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય તો તેણે રંગે એકદમ કાળી છુંદણાવાળી બૈરી લાવવી કે જેથી એનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે, “મને કોઈ