________________
૧૨૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૬) સામાની ભૂલ કાઢવાની ટેવ !
૧૨૩ દાદાશ્રી : હા, હવે એવું કરવું.
પ્રશ્નકર્તા: હું બીજાની ભૂલ કાઠું અને મારા છોકરાની કે વાઈફની કાઢે એમાં ઘણો ડિફરન્સ (ફેર) છે. કારણ કે, હું મારા છોકરાને ને વાઈફને ખૂબ પ્રેમ કરું છું. એટલે મને ગુસ્સો આવી જાય. જે બીજા ઉપર ના આવે, જમાઈ ઉપર ના આવે.
દાદાશ્રી : એ વાત બરાબર છે. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું કે, મા અગર બાપ છોકરા ઉપર ગુસ્સો કરે છે, તો એ ગુસ્સાનું ફળ પુણ્ય મળે છે ! બીજે બધય ગુસ્સાનું ફળ પાપ હોય. સમજ પડીને ? તે આ ગુસ્સાનું ફળ પુણ્ય મળે છે કારણ કે એ ગુસ્સાનો આશય એ હોય કે એને કેમ કરીને સુધારવો ?
કયા ગુણને માટે આપણે ટકોર કરવી પડે કે જેની એને સમજણ ના હોય, તે આપણે એને સમજણ આપવી જોઈએ. એને પોતાની સમજણ છે, તેને આપણે કહીએ એટલે એનો ઈગોઈઝમ ઘવાય પછી. અને પછી એ તમારે માટે લાગ જુએ, કે મારા ભાગમાં આવવા દોને એક દહાડો. લાગની રાહ જુએ. તે આવું શા માટે કરવાની જરૂર ? એટલે એ જે જેમાં સમજી શકે એવું છે ત્યાં આગળ આપણે ટકોર મારવાની જરૂર ના હોય. - પેલીને ભૂલ દેખાડવા આમ ગોદો મારે પછી પેલીએ તૈયાર થઈ ગયેલી હોય, કે આ વખત આવે એટલે તમને એવો ગોદો મારીશ, તે ઊંચેનીચે કરે. નહીં તો પછી એ સ્ત્રીય રાખે મનમાં કે તે દહાડે મને કહી ગયા હતાને આજ લાગમાં આવ્યા છે, પછી એય ઠોકે એટલે તીર મારામાર કરીને, એમાં સુખી ના થઈએ. એ બંધ કરવા જોઈએ. એક પાર્ટીએ બંધ કરવા જોઈએ. તે કઈ પાર્ટી બંધ કરી શકે કે પુરુષ પાસે એ શક્તિ છે, એને બંધ કરી દેવાની, એ પછી બંધ થઈ જશે. મેંય મહીં કૉલ્ડવોર ચલાવ્યું, હું ત્રીસ વર્ષનો હતો ને ત્યાં સુધી ચલાવ્યું. ત્યાર પછી કૉલ્ડવોર બંધ થઈ ગયું. કારણ કે સમજી વિચારીને બંધ કર્યું હતું. ત્યાર પછી ‘આ’ જ્ઞાન ઊભું
રાખે મોટું મત તે પુરુષ ખરો,
ભૂલ મારી કહી, સ્ત્રીનું મત હરો ! પ્રશ્નકર્તા : દાદા, વ્યવહારમાં લૂ પોઈન્ટની અથડામણમાં, મોટો નાનાની ભૂલ કાઢે, નાનો એનાથી નાનાની ભૂલો કાઢે, એ કેમ ?
દાદાશ્રી : આ તો એવું છે કે મોટો નાનાને ખઈ જાય. તે મોટો નાનાની ભૂલ કાઢે એના કરતાં આપણે કહીએ, મારી જ ભૂલ. ભૂલ જો માથે લઈ લઈએ તો એનો ઉકેલ આવે. અમે શું કરીએ ? બીજો જો સહન ના કરી શકે તો અમે અમારે જ માથે લઈ લઈએ. બીજાની ભૂલો ના કાઢીએ. તે શા હારુ બીજાને આપીએ ? આપણી પાસે તો સાગર જેવડું પેટ છે. જુઓને, આ મુંબઈની બધી જ ગટરોનું પાણી સાગર સમાવે છેને ? તેમ આપણેય પી લેવાનું. તેથી શું થશે કે આ છોકરાંઓ ઉપર બીજા બધા ઉપર પ્રભાવ પડશે. એય શીખશે, બાળકોય સમજી જાય કે આમનું સાગર જેવું પેટ છે ! જેટલું આવે તેટલું જમે કરી લો. વ્યવહારમાં નિયમ છે કે અપમાન કરનાર પોતાની શક્તિ આપીને જાય. તેથી અપમાન લઈ લઈએ હસતે મુખે ! મન મોટું હોવું જોઈએ. બ્રોડ માઈન્ડેડ થવું જોઈએ.
પ્રશ્નકર્તા: ચાર વખત બ્રોડ માઈન્ડ રાખું, પણ પછી પાંચમી ફેર ના રહે એવું થઈ જાય.
દાદાશ્રી : ના રહે, એવો કંટ્રોલ (કાબુ) ના હોવો જોઈએ ? કંન્ટ્રોલેબલ વોઈસ હોવો જોઈએ આપણો. કે ના કેમ રહે ? અને ના રહે તો પછી આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ, તો રહે. દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગુ છું. હવે ફરી ન થાય એવી મને શક્તિ આપો કહીએ. વખતે આપણા કરતાં ઓછું ભણેલી હોય, અગર તો સ્ત્રી જાતિ છે, કંઈ ભૂલ થાય તો આપણે મોટું મન ના રાખવું જોઈએ ? પુરુષ મોટા મનવાળા હોય કે સ્ત્રી મોટા મનવાળી !
પ્રશ્નકર્તા : પુરુષ. દાદાશ્રી : હં, પુરુષે બહુ મોટું મન રાખવું જોઈએ.
થયું.