________________
(૫) ધણી ખપે, ધણીપણું નહીં !
૧૧૩
૧૧૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કહે તો ખરો કે ‘સારી નથી માટે રાજી રહેજો.” પછી મેં કહ્યું, “ઔરત કોઈ દહાડો સામી થઈ જાય ત્યારે ? કડક થઈ જાય તો ?’ ઉસકો મેં બોલું.
અરે, હમારી ક્યા હાલત હૈ, મેં જાનતા હું, અબ કાયકે લીએ ! તે મનાવી લઈએ અને આ મૂઆ મનાવે છે ? આ તો આબરૂદાર લડકા. જુદી કરી નાખે, જુદી.
આ તો ધણી થઈ બેસે ! આમ, તું માનતી નથી કે ? લે ! આ ધણી તે મોટા ધણી થઈને એમ જાણે, ગરબા ગાય એવો ! જુઓ તો ખરા ! આવું હોતું હશે ? ત્યારે આપણામાં કહેવત છે, હિન્દુઓ જીવન જ ક્લેશમાં ગાળે છે. ઘરમાં ક્લેશ લાવે. બહારનો ક્લેશ ઘરમાં લાવે. એટલે એ સમજવું જોઈએ ને ? આ આપણે પોતાની જાતને વગોવતા નથી. આપણે સમજવું જોઈએ કે આમ ન હોવું ઘટે. મહીં કો'ક આવી ડહાપણની વાત આપણે પકડી લેવી જોઈએ કે ના પકડવી જોઈએ ? આ તો એક દાખલો કહું છું. આટલો બધો એ, લેબર કોન્ટ્રાક્ટર જેવા શું કહ્યું? કે હું લડું તો રાત્રે મારે ને એને શાંતિ જ ક્યાં રહે ? એટલે એ જરા આકરી થઈ જાય, તો હું ઠંડો થઈ જાઉં અને પછી આઇસક્રીમ લાવીને એને ખવડાવી દઉં, કહે છે. બહાર બજારમાં ક્યાં આઇસક્રીમ નથી મળતો ? જોઈએ એટલો મળે છે, કહ્યું. ત્યારે મેં કહ્યું, ‘ક્યાં વઢવાડ કરું ?” ત્યારે કહે, બહાર પોલીસવાળાને મારીને આવું. મારી સિસ્ટમ એ છે કે હાથ જરાક એ થતા હોય તો બહાર કો'કની જોડે વઢી આવું. પણ ઘેર આવીને તો હીંચકોબીચકો નાખું, ઘરમાં લડવાનું નહીં. પત્નીને ખુશ રાખું એટલે મને એ ભોજન-બોજન બધું સરસ આપે.
સુખ આપવા જે સુંદર જમાડે,
ત્યાં લડી ધણી ઇજજત બગાડે ! પછી છે તે એક છોકરો આવ્યો હતો, ઔરંગાબાદમાં. એણે જાણું હશે કે આ દાદા પાસે કંઈક અધ્યાત્મજ્ઞાન જાણવા જેવું છે. એટલે એ છોકરો આવ્યો, ૨૫ જ વર્ષની ઉંમરનો, તે મેં તો સત્સંગની બધી વાત કરી આ જગતની, કારણ કે વૈજ્ઞાનિક રીત સારી છે, આપણે સાંભળવા જેવી છે. અત્યાર સુધી ચાલ્યું તે જમાના પ્રમાણે લખાયેલું છે. જેવો જમાનો
હતો ને તેવું વર્ણન કરેલું છે. એટલે જમાનો જેમ જેમ ફરતો જાય તેમ વર્ણન વધતું જાય. મેં તો ગમ્મત કરી એની. મેં કહ્યું, ‘અલ્યા શાદી-બાદી કરી છે કે એમ ને એમ ફર્યા કરું છું ?” શાદી કરી છે, કહે છે. મેં કહ્યું, ‘ક્યારે કરી ? મને બોલાવ્યો નહીં તેં ?’ ‘દાદાજી, હું જાણું નહીં તમને, નહીં તો હું તે દહાડે બોલાવત. શાદી ક્યને છ મહિના જ થયા હજુ,’ કહે છે. ગમ્મત કરી જરા. ત્રણ વાગે ઊઠીને ભક્તિ કરવાની. મારી નાની ઉંમરમાંય કરતો આવ્યો . મારા ફાધરે ય કરતા ! હવે પછી મેં કહ્યું, ‘હવે તો વાઈફ આવી, હવે શી રીતે ભક્તિ કરવા દે તને ત્રણ વાગે ?* એય મને કહે કે તમારી ભક્તિ કરી લેવી. ત્યારે મેં કહ્યું, ‘પત્ની જોડે ઝઘડો થતો નથી ?’ ‘એ શું બોલ્યા ? એ શું બોલ્યા ?” કહ્યું, ‘કેમ ? ઓહોહો ! એ તો મૂંહ કા પાન ! એ મને વઢે તો હું ચલાવી લઉં. સાહેબ, એના થકી તો હું જીવું છું. એ મને ખૂબ સુખ આપે છે. ખૂબ સારું સારું ભોજન બનાવીને જમાડે છે, એને દુ:ખ કેમ દેવાય ? હવે આટલું સમજે તોય બહુ સારું. પત્ની ઉપર જોર ના કરે. ના સમજવું જોઈએ ? પત્નીનો કંઈ ગુનો છે ? “મુંહ કા પાન’ ગાલી દે તોય વાંધો નહીં. બીજો કોઈ ગાલી દે તો જોઈ લઉં, લે ત્યારે એ લોકોને કેટલી કિંમત છે ?
આપણા લોકો આખો દા'ડો ખાંડ ખાંડ કરે છે ઘરના માણસોને. એટલી બધી હિંસા કરે છે કે ન પૂછો વાત. આખો દા'ડો બૈરીને ગાળો ભાંડ, છોકરાને ગાળો ભાંડે. આખો દા'ડો પૈસાની જ લહાય, પૈસાની જ લહાય, હાય-હાય, ને ઘરમાં ઝઘડા થાય છે એવું તમે જોયેલું ? પત્ની એક ફેરો વાંકું બોલી હોય, એ ગમે એવું બોલે તોય ચલાવી લેવાનું. બહાર મારી આવો પણ ઘરમાં કોઈને મારો નહીં, વઢો નહીં, કશું નહીં. એવું હોવું જોઈએ. અને આ તો ઘરમાં આખો દા'ડો હિંસા જ કરે છે આ લોકો ઘરમાં !