________________
૪૧
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૩) પતિ-પત્નીમાં મતભેદ ! થઈ જાયને, મતભેદ ?
પ્રશ્નકર્તા : એ તો સંસારનું ચક્ર એવું છે.
દાદાશ્રી : ના, આ લોકોને બહાના કાઢવામાં સારું જડ્યું છે. સંસાર ચક્ર એવું છે, એમ બહાનું કાઢે છે. પણ એમ નથી કહેતો કે મારી નબળાઈ
પ્રશ્નકર્તા: નબળાઈ તો ખરી જ. નબળાઈ છે ત્યારે જ તો તકલીફ થાય છે !
દાદાશ્રી : હા બસ, એટલે લોકો સંસારનું ચક્ર કહી અને પેલું ઢાંકવા જાય છે. એટલે ઢાંક્યાથી એ ઊભું રહ્યું છે. એ નબળાઈ શું કહે છે કે જ્યાં સુધી મને ઓળખશો નહીં, ત્યાં સુધી હું જવાની નથી. સંસાર કશોય અડતો નથી. સંસાર નિરપેક્ષ છે. સાપેક્ષેય છે અને નિરપેક્ષય છે. એ આપણે આમ કરીએ તો આમ ને આમ નહીં કરે તો કશુંય નહીં, કશું લેવાદેવા નથી. મતભેદ એ તો કેટલી બધી નબળાઈ છે !
પ્રશ્નકર્તા : પણ ઘરમાં મતભેદ તો ચાલ્યા કરે, એ તો સંસાર છેને !
દાદાશ્રી : આપણા લોકો તો બસ, રોજ વઢવાડ થાય છેને. તોય કહે છે પણ એ તો ચાલ્યા કરે. અલ્યા, પણ એમાં ડેવલપમેન્ટ (પ્રગતિ) ન થાય. શાથી થાય છે ? શાથી થાય છે ? કેમ આવું બોલે છે, શું થાય છે ? તેની તપાસ કરવી પડે.
મતભેદોનું સરવૈયું કાઢ્યું ?
ક્લેશથી જાતવર ગતિ બાંધ્યું! ઘરમાં મતભેદ કોઈ ફેરો પડે છે ત્યારે શું દવા ચોપડો છો ? દવાની બોટલ રાખો છો ?
પ્રશ્નકર્તા : મતભેદની કોઈ દવા નથી.
દાદાશ્રી : હેં, શું કહો છો ? તો પછી તમે આ રૂમમાં બોલો નહીં. બેન પેલી રૂમમાં બોલે નહીં, એમ અબોલા થઈને સૂઈ રહેવાનું ? દવા
ચોપડ્યા વગર ? પછી એ શી રીતે મટી જતો હશે ? ઘા રૂઝાઈ જતો હશે. કે ? એ મને કહો કે જો દવા ચોપડી નથી તો ઘા રૂઝાયો કેવી રીતે ? તે સવારમાંય ઘા રૂઝાતો નથી. સવારમાંય ચાનો કપ મૂકતી વખતે આમ તણછો મારે. તમેય સમજી જાવ કે હજુ રાતનો ઘા રૂઝાયો નથી. બને કે ના બને આવું ? આ વાત આમ કંઈ અનુભવની બહાર ઓછી છે ? આપણે બધા સરખા જ છીએ ! એટલે શાથી આવું કર્યું કે હજી એ મતભેદનો ઘા પડેલો છે.
પ્રશ્નકર્તા : બીજી તો શું દવા ? શાંત રહેવાનું ! દાદાશ્રી : ક્યાં સુધી શાંત રહો, એ મતભેદ મટાડે નહીં ત્યાં સુધી ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એ તો ફરી ઊભો થવાનો પાછો. જ્યાં મતભેદ ઊભા થતા હોય અને જ્યાં ભયવાળી જગ્યા હોય ત્યાં રહેવાય જ કેમ કરીને ?
પ્રશ્નકર્તા : તો શું કરવાનું ?
દાદાશ્રી : તો જવું ક્યાં ? એટલે મતભેદ રહિત થઈ જવું ત્યારે સિક્યોરિટી (સલામતી) થઈ.
શી બાબતમાં ઘેર મતભેદ પડે ? પ્રશ્નકર્તા : બે માણસ જુદા હોય, એટલે કંઈને કંઈ તો મતભેદ પડે
દાદાશ્રી : ના, અમારે મતભેદ નથી પડતા કોઈની સાથે. પ્રશ્નકર્તા: પણ અમારે તો મતભેદ જોરદાર પડે છે.
દાદાશ્રી : એવું ના રાખવું જોઈએ, આપણે સમું કરવું જોઈએને. રીપેર કરી નાખવું જોઈએ.
પ્રશ્નકર્તા : હા, રીપેર પણ દરરોજ થાય છે, થોડું થોડું. દાદાશ્રી : પણ રોજ રોજ એ ઘા પડેલો રહે, બળ્યું. ઘા જાય નહીં