________________
(૪) ખાતી વખતે ખીટપીટ !
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
મૂંગે મોં બધું જમી લે એવા,
ત્યારે ઘણી લાગે દેવ જેવા ! એક મતભેદ નહીં પડવા માટે તો કેટલું બધું વિચારી નાખવું પડે ! કારણ કે પડેલો જ નહીં ને ! ના ગમતું લાવીનેય શાક કરે, તોય મારે ખાવાનું. જો રહેવા દઉં તો એ મનમાં એમ કહે કે, નથી ભાવતું આ. એટલે ના ગમતું હોય છતાં હું ખઉં. હા, એમને આનંદ થાય એટલા માટે. એમને ત્યાં નહીં, બધેય પણ. ના ગમતું હોય તે હું ખઉં છું તે એટલા માટે કે સામા માણસને એમ ના લાગે કે આ ના ભાવ્યું. એ કઢી તો ખારી થઈ જાય કો'ક દા'ડો. ના થઈ જાય એવું નહીં.
પ્રશ્નકર્તા : થઈ જાય. દાદાશ્રી : આપણી ભૂલ નહીં થતી ?
પ્રશ્નકર્તા : થાય, થાય.
પ્રશ્નકર્તા : ના દેખાય.
દાદાશ્રી : આપણે કહીએ, કઢી ખારી એટલે આડા ચાલે. એટલે એક દા'ડો થઈ તેમાં બૂમાબૂમ કરો છો, હું જોઈ લઈશ હવે, કહે છે. એના કરતાં આપણું રીતસર જ ચાલવા દો ને, ગાડું ધીમે ધીમે.
પ્રશ્નકર્તા : દાદા, આ વાત બહુ આમ નાની લાગે છે પણ બહુ અગત્યની છે.
દાદાશ્રી : મેં મારે ઘેર અમારા વાઈફની એક દા'ડો ભૂલ કાઢીને, તો બે-ત્રણ દા'ડા પછી મારી ભૂલ એમણે ખોળી કાઢી ત્યારે છોડી. મેં કહ્યું કે આપણે હવે નામ ના લેવું આ લોકોનું.
અને મને તો દેવ જેવા કહેતા હતા એ, હીરાબા. આ તો ધણી દેવ જેવા છે, કહે છે. ત્યારે દેવ થવાનું આપણા હાથમાં છે ને ! તમને કેવું લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે.
પોતાતા કદી કાઢે તા ખોડ,
તૂટ્યા તાર કેમ કરીને જોડ ! દાદાશ્રી : હવે કઢી ખારી થાય તો બૂમાબૂમ ના કરતા, ‘કઠું ખારું થયું છે” કરીને ! કઢી ખારી થાય, ત્યારે લોકો શું કરે ? બૂમાબૂમ કરે છે ? નવા જ જાનવરને ? પોતાની વાઈફે કર્યું હોય તેની મહીં ગુનો કાઢે. તે આ મૂઆ ધણી થતાં ન આવડ્યું ? પોતાની વાઈફે કર્યું છે, એમાંય તેં ખોડ કાઢી ? તે ક્યાં પાંસરો મરીશ કહીએ ! અને કહે “માય વાઈફ' અલ્યા મૂઆ, તારી વાઈફ તો ખોડ શું કરવા કાઢું ? આ એક જાતની અંદરખાને લડાઈઓ ચાલ્યા કરે છે પછી. અને જીવન, ... પછી યુઝલેસ કરી નાખ્યું છે જીવન ! આ ઈન્ડિયનો, ઈન્ડિયનો એટલા બધા વાંકા થાય છે, કે મને મુંબઈના ડૉક્ટરે કહ્યું કે એ તો ગર્ભમાંય વાંકા થાય છે, આડા થાય છે, તે અમારે કાપીને કાઢવા પડે છે. એટલે આ વાંકા થવાથી દુ:ખ આવ્યું છે બધું ! સીધા થવાની જરૂર છે.
દાદાશ્રી : એમ એમની ભૂલ થાય તો આપણે મેળ મેળવી લઈએ, ઓછી લઈને જરા પતાવી દઈએ કામ.
પ્રશ્નકર્તા : દોરવણી આપવા માટે કહેવું પડે કે નહીં ?
દાદાશ્રી : ઓહોહો ! પછી તમારે દોરવણી કોણ આપે ત્યારે ? ધંધામાં રોજ નુકસાન કરીને આવો તે ! તમારી દોરવણી કોણ આપશે ?
પ્રશ્નકર્તા : અમારી દોરવણી અમારા વડીલો આપી ગયા.
દાદાશ્રી : એ એમનેય એમના મા આવી ગયાં બધુંય કે આવી રીતે ધણીને ચક્કરે ચઢાવજે !!
અને તે આપણે કહેવાની શી જરૂર ? આપણે કહેવું અને નમાલમુડા દેખાવું એના કરતાં નમારમુંડા જ ના દેખાવું એ શું ખોટું ? કહે એ નમાલમુડો દેખાય, કે મૂઓ નમારમુંડો બોલ બોલ જ કર્યા કરે છે. બોલનાર સારો દેખાય ?