________________
(૪) ખાતી વખતે ખીટપીટ !
૯૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
હીરાબાએ કરી કઢી ખારી,
પાણી રેડીને મેં સુધારી ! એક ફેરો કઢી સારી હતી, પણ જરાક મીઠું વધારે પડેલું એટલે પછી મને લાગ્યું કે આ તો મીઠું વધારે પડ્યું છે, પણ જરાક ખાવી તો પડશે જ ને ! એટલે પછી હીરાબા અંદર ગયાં ત્યાર હોરું મેં પાણી રેડી દીધું જરા, તે એમણે જરા જોઈ લીધું. એ કહે છે, “આ શું કર્યું ? મેં કહ્યું, ‘તમે પાણી સ્ટવ ઉપર મૂકીને રેડો અને હું પાણી નીચે રે.’ ત્યારે કહે, ‘પણ ઉપર રેડીને અમે ઉકાળી આપીએ.” મેં કહ્યું, ‘મારે માટે બધું ઉકાળેલું જ છે. મારે કામ સાથે કામ છે ને !' એટલે કઢી ખારી થાય તો આમ આઘાપાછા થાય એટલે જરા પાણી રેડી દઉં ! ત્યારે પછી કોઈક દહાડો ફરી પાછા કહેશે, ‘ફલાણું શાક છે તે ખારું થઈ ગયું હતું તે તમે આજ બોલ્યા જ નહીં !' તે મેં કહ્યું, તમને ખબર ના પડે !! જે એ ખાવાના છે એનું આપણે જણાવીને શું કામ છે તે ?
એટલે અમે કશી વાત બોલેલા નહીં, કોઈ જાતનું કશુંય અક્ષરે બોલેલો નહીં, એમની આબરૂ નહીં બગાડવાની કોઈ દા'ડોય. એ મારી ના બગાડે. એટલે બધું આવી રીતે એડજસ્ટમેન્ટ લીધેલા, પહેલેથી. બને એટલો કકળાટ ન થાય. બીજું તો સારી રીતે જીવન ગયેલું.
કોઈ દહાડો બોલ્યા નથી, પચાસ વર્ષથી બોલ્યા નથી કે આ ખારું થઈ ગયું છે. એ તો જે હોય એ ખઈ લેવાનું, ગમે ત્યાં હોય તોય. હમણે થોડું આ નીરુબેનની જોડે વાત કરું કે આ જરા ફેરફાર કરાવો. કારણ કે આ ઉંમરમાં તબિયતની પેલી શરીરની અનુકૂળતા ના હોય ત્યારે કહ્યું કે બેન આનું આમ કરશો. છતાંય જે થઈ ગયું એ તો ચલાવી લેવાનું.
પ્રશ્નકર્તા: પણ દાદા, એ જે તમે કર્યું, એ કેટલી જાગૃતિ કે પાણી નાખ્યું. એને નથી કહેલું કે આમાં મીઠું વધારે પડ્યું છે, નહીં તો દુ:ખ થાય, માટે પાણી રેડ્યું.
- દાદાશ્રી : હા, અરે ઘણી ફેરો તો ખીચડી કાચી હોયને, તોય અમે બોલ્યા નથી, ત્યારે લોક કહે છે કે, “આવું કરશો ને તો ઘરમાં બધું બગડી
જશે.’ મેં કહ્યું કે, ‘તમે કાલે જોજોને.’ તે પછી બીજે દહાડે બરોબર આવે.
પ્રશ્નકર્તા : પણ કેટલી જાગૃતિ રાખવી પડે છે ક્ષણે ક્ષણે !
દાદાશ્રી : ક્ષણે ક્ષણે, ચોવીસેય કલાક જાગૃતિ, ત્યાર પછી આ જ્ઞાન શરૂ થયું હતું, આ જ્ઞાન એમ ને એમ થયું નથી.
પ્રશ્નકર્તા : એવા બીજા અનુભવો કહોને આપ. દાદાશ્રી : બહુ અનુભવો થયેલા, કેટલા કહું તમને ? પ્રશ્નકર્તા : જેટલા યાદ આવે એ.
દાદાશ્રી : એ તો વાત અહીં નીકળે ત્યારે સાચું. આ તો ટેપરેકર્ડ છે, તે નીકળે ત્યારે નીકળે, નહીં તો ના નીકળે.
પ્રશ્નકર્તા : નીકળે તો નીકળવા દો. સાંભળીને બધાને બહુ આનંદ થાય છે..
દાદાશ્રી : હા, આનંદ તો થાય ને ! પણ આમાં એવું છે ને કે આ બધી જાગૃતિ આવવી જોઈએ. આમ પોલંપોલ કેમ ચાલે ?