________________
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
પ૯
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
મતભેદ ઘટ્યા નથી. તે કહે છે, હું કંઈક પામ્યો. અલ્યા, મતભેદ ઘટવા જોઈએ, શાંતિ વધવી જોઈએ. કંઈક તો કારણ બનવું જોઈએ. કશું બન્યું નથી ને મનમાં શુંયે માની બેઠા છે ! જાણ્યું તેનું નામ કહેવાય કે કોઈ જોડ મતભેદ ના પડે.
પ્રશ્નકર્તા : જીવનમાં મતભેદ તો હોયને, કોઈ માણસ સંપૂર્ણ તો છે જ નહીં ને ?
દાદાશ્રી : મતભેદ પડે એનો અર્થ જ શું ? એ સેન્સલેસ ફેલો (મૂરખ માણસ) ! મતભેદ તો એકાદ-બે હોય, આ તો આખો દહાડો મતભેદ પડ્યા કરે ! એ તો સેન્સલેસ ફેલો કહેવાય, પછી ! આપને કેમ લાગે છે મારી વાત ? બરાબર લાગતી હોય તો સાંભળજો, ના લાગે તો મને ના કહી દેજો કે મને ઠીક નથી લાગતી તો વાત બંધ કરી દઈશ, બીજી વાત કાઢીશ.
પ્રશ્નકર્તા : દરેક માણસ સંપૂર્ણ હોતો નથી, એટલું જ હું આપની પાસે કહેતો હતો.
દાદાશ્રી : અરે, અપૂર્ણય ક્યાં છે તે, બળ્યો ? સંપૂર્ણ તો ના હોય પણ અપૂર્ણ હોય તોય બહુ સારું કહેવાય.
પ્રશ્નકર્તા: તો આપની પાસે કંઈક જાણવા માટે આવ્યો છું.
દાદાશ્રી : બધું જાણવાનું અહીં મળશે, હું કંઈ તમને જ આ કહેતો નથી, આ તો જનરલ (સામાન્ય) રીતે વાત કરું છું. તમારા મનમાં એવું ના લઈ જશો કે મને કહે કહે કરે છે.
પ્રશ્નકર્તા: ચોક્કસ.
દાદાશ્રી : એટલે જનરલી તેમાં આપને ઠીક લાગે એવું સ્વીકાર કરવું અને ના ઠીક લાગે એ બાજુએ મૂકવું જોઈએ. પણ જનરલી આવું છે, એમાંથી આપણે વિચારવંત થવું જોઈએ, એટલે આ વિચારવા જેવું છે. મારી વાતમાં કંઈક રૂપિયે બે આની સત્ય જેવું લાગે છે કે નહીં ?
પ્રશ્નકર્તા : ચોક્કસ લાગે છે.
ભેદ પાડે તે ક્યાંથી બુદ્ધિશાળી ?
દોર તોડી ચલાવે ગાંઠ વાળી ! દાદાશ્રી : તે મારે ભાગ વાળવાનો આવે છે, ચાર ચાર ફૂટ ઊંડો પૂંજો (કચરો).
પ્રશ્નકર્તા : એ ક્યારે વળાઈ જશે, દાદા ?
દાદાશ્રી : આ વાળવા બેઠો છું, આ બધા મદદ કરે મહીં જોડે વાળવામાં ત્યારે ! ત્યારે ઈન્ડિયામાં લોક કહે છે, ‘દાદા, તમે ઝાપટો છો બહુ, વકીલ કે ડૉક્ટર કશું જોતા નથી, ઝાપટી નાખો છો', ત્યારે હું સમજણ પાડું. એ વકીલ કે ડૉક્ટરને જેને ઝાપટું તેને, બોલો, આ કોટ છે તે, વીસ વર્ષથી, આ ગરમ કોટ બહાર પડેલો છે અને પાછો ગરમ, ઊંચી જાતનું ઊન હોય, તો ધૂળ મહીં પેસી ગયેલી હોય. હવે બોલો એ ધૂળ કાઢવી છે, શું થાય ? એને ઝાપટવો પડે. ઝાપટ ઝાપટ કરીએ ત્યારે નીકળે. મેં કહ્યું, ‘આ આવી ધૂળ પડી, પછી ઝાપટું છું, મને આ તો સારું લાગતું હશે ?” ત્યારે કહે, પણ ઝાપટીને મને ચોખ્ખો કરી આપજો. પણ મારું મગજ ખરાબ થાય તે માટે પછી ના કહેવું પડે. પહેલાં તો એવું કહેતા’તા ‘હું અક્કલવાળો છું” મેં કહ્યું, ‘હોવે, અક્કલ છે, તેથીને ઘરમાં મતભેદ નહીં પડતો હોય ?” એ તો બુદ્ધિને લઈ પડે.” મેં કહ્યું, ‘બુદ્ધિશાળી ના હોય તો જ પડે. બુદ્ધિશાળી હોય તો કાઢી નાખે, વિચાર વિચાર કરીને, આ તમારી બુદ્ધિ નથી તેથી.” ‘હે, મારે બુદ્ધિ નથી ?” ત્યારે મેં કહ્યું, ‘મતભેદ પડે છે ને ?” સંસાર ચલાવતા આવડતું નથી. બુદ્ધિશાળી થઈને બેઠા છે. આખો દહાડો મતભેદ પડ્યા કરે, વહુ જોડે. જો પોતાના હરીફ હોય તો જાણે ઠીક છે. જે શેઠને નોકર જોડે મતભેદ પડે તો આપણે જાણીએ ને, કે આ શેઠનામાં બરક્ત નથી ?
પ્રશ્નકર્તા : હં.
દાદાશ્રી : હરીફ હોય તો વાત જુદી છે. સમાન બુદ્ધિ જોડે મતભેદ પડે તો સમજીએ. આ અસમાન બુદ્ધિ જોડે મતભેદ પડે છે. હવે શું થાય ? ઝાપટી ઝાપટીને પણ, ઝાપટું છું તે પાછાં સમજી જાય કે આ ભલા છે