________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
૭૫ અહીં એમને ઘેર પૂછવા જઈએ તો જવા દોને, કહેશે ! એની મા જ કહેને કે મૂઓ, નઠારો માણસ છે. કહે કે ના કહે ? માથી પણ એવું કેમ કહેવાય ? આદર્શ વ્યવહાર જોઈએ.
જ્ઞાતી વદે વર્તનમાં જેટલું.
અનુભવે તારણ મૂક્યું સહેલું ! હું તો આ બોલું છું ને, એ પ્રમાણે જ લાઈફમાં વર્તેલો . કારણ કે આ મેં હિસાબ ખોળી કાઢેલો. આમાં ખોટ શું, નફો શું, એમ ખોળી ખોળીને આગળ ચાલેલો છું. એટલે છેલ્લાં ચાલીસ-પિસ્તાલીસ વર્ષથી મારા વાઈફ જોડે મતભેદ નથી, એ અત્યારેય છે. હું કંઈ આ લોકોની પાસે... સાધુ કે એવો તેવો નથી, વૈરાગી નથી. હું તો વેપારી છું પણ જ્ઞાની પુરુષ છું, એટલે આ દેહનો માલિક સત્યાવીસ વર્ષથી રહ્યો નથી, કોઈ મિલકતનો માલિક રહ્યો નથી, કોઈ ચીજનો માલિક રહ્યો નથી.
હું તો આ તમને બધાને કહું છુંને, તે મારી જાત ઉપર ટ્રાયલ લીધા વગર કહેતો નથી. બધી ટ્રાયલ લઈને પછી કહું છું. કારણ કે મારે વાઈફ જોડે. જ્ઞાન નહોતું તોય મતભેદ નહોતો. મતભેદ એટલે ભીંતમાં માથું અથાડવું. ભલે લોકોને સમજણ નથી. મને પોતાને તો સમજણ પડી કે આ ઉઘાડી આંખે ભીંતમાં અથડાયો, મતભેદ પડ્યો એટલે !
પડ્યો મતભેદ હીરાબા સંગ,
તુર્ત પલ્ટી મારી રાખ્યો “મેં ! તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હલ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું હીરાબા કહું છું. અમે તો જ્ઞાની પુરુષ, અમારે તો બધાને “બા” કહેવાય અને આ બીજી છોડીઓ’ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું. આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે.
પ્રશ્નકર્તા: હા, એ વાત કહો ને ! દાદાશ્રી : એક દહાડો મતભેદ થઈ ગયો હતો. તે મારી જ ભૂલ
થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી.
પ્રશ્નકર્તા : એ તો એમની થઈ ગઈ હશે, પણ તમે કહો છો, મારી ભૂલ થઈ ગઈ હતી.
દાદાશ્રી : હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તોય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને ! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને ?
પ્રશ્નકર્તા : તમને. દાદાશ્રી : તે મારે સમજવું જોઈએ ને !
તે પછી એક દહાડો મતભેદ પડ્યો. હું ફસાયો. મને કહે છે, “મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે તેમાં આ પહેલી છોડી પૈણે છે, આપણે લગ્નમાં શું આપીશું ?” તે આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું ‘ના’ કહું નહીં. મને પૂછ્યું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય ? પૂછ્યું એટલે મેં શું કહ્યું? ‘આ કબાટમાં મહીં ચાંદીનું પડ્યું છેને, તે આપજોને નવું બનાવ્યા કરતાં ! આ ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યાં છે નાનાં નાનાં તે આપજોને એકાદ-બે !' એટલે એમણે મને શું કહ્યું જાણો છો ? અમારા ઘરમાં ‘મારી-તારી’ શબ્દ ના નીકળે, ‘આપણું-આપણાં' જ બોલાય. તે એ એવું બોલ્યાં કે ‘તમારા મામાના દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટે આપો છો ને !' હવે મારા ને તમારા બોલ્યાં તે દહાડે, કાયમ આપણું જ બોલે, મારા-તમારા ભેદ ના બોલે. પેલા બોલ્યાં. મેં કહ્યું, ‘આજ આપણે ફસાઈ ગયા !' હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું ! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય !
એટલે મારી-તારી થઈ તે દહાડે ! ‘તમારા મામાના દીકરા’ કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! મેં કહ્યું, ‘આ ઠોકર વાગવાની થઈ આજ તો !” એટલે હું તરત જ ફરી ગયો !