________________
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
સમજે છોકરાં ? છોકરાં ન્યાય કરે આવડા આવડા, કારણ કે એને સમજણ તો એટલી બધી હોય, એ ઈન્ડિયનનું છોકરું છે ને એટલે કહે છે, આ મમ્મી જ ખોટી છે.
દાદાશ્રી : આપ્યું છે, તેને પાછું શું કામ તોડે છે ? તોડ્યા પછી ગાંઠ વાળવી પડે કે ના વાળવી પડે ? ‘પણ એ મને ખબર નહીં કે પછી આ ગાંઠ વાળવી પડશે.” અલ્યા, તૂટતાં પહેલાં, આપણે છોડી દેવું પડે. નહીં તો ગાંઠ પડી જાય. એટલે ફરી એ દોરડું નકામું ગયુંને. એટલે આ હિસાબ આપણે સમજવો જોઈએ, નહીં તો ગાંઠ તો વાળવી જ પડશે ને ?
ઘરમાં મતભેદ થતો હશે ? એક અંશેય ના થવો જોઈએ !! ઘરમાં જો મતભેદ થાય તો યુ આર અનફીટ ફોર, જો હસબન્ડ આવું કરે એ અનફીટ ફોર હસબન્ડ અને વાઈફ આવું કરે તો અનફીટ ફોર વાઈફ.
પ્રશ્નકર્તા : પતિ-પત્નીના ઝઘડાથી છોકરાં પર શું અસર થાય ?
દાદાશ્રી : ઓહોહો ! બહુ ખરાબ અસર થાય. આવડો નાનો બાબો હોયને, તેય એમ જોયા કરે. આ પપ્પો બહુ બોલ બોલ કરે છે મારી મમ્મી જોડે. પપ્પો જ ખરાબ છે, પણ મોઢે બોલે નહીં. એ જાણે કે બોલીશ તો મારશે મને. મનમાં નોંધ કરે આ, નોટેડ ઇટસ કન્ટેન્ટસ્, પણ ઘરમાં આવું તોફાન જુએ પછી મનમાં રાખી મેલે ‘મોટો થઈશ એટલે પપ્પાને આપીશ !' નક્કી કરે આપણા હારુ અત્યારથી. પછી એ મોટો થાય એટલે આપે ! ‘એવું મારવા હારુ મેં તમને મોટા કર્યા ?” “તો તમને કોણે મોટા કર્યા હતા ?’ કહેશે. ‘અલ્યા, ત્યાં સુધી મારા બાપા સુધી પહોંચ્યો ?” ત્યારે કહે, ‘તમારા દાદા સુધી પહોંચીશ.’ આપણે સ્કોપ આપ્યો ત્યારે ને ? એવી ગાંઠ વાળવા દઈએ તો આપણી જ ભૂલ છે ને ! ઘરમાં વઢીએ શું કરવા ? એને વઢીએ જ નહીં એટલે બાબો જુએ કે આ કહેવું પડે. પપ્પા કેટલા સારા છે !
પ્રશ્નકર્તા : અહીંયાં બૈરાં જોડે બહુ કચકચ થાય.
દાદાશ્રી : તો બાબો શું કરે ? બાબો જોયા કરે, હં... આ પપ્પો તો સારો છે, પણ આ મમ્મી જ એવી છે ! મમ્મી જ ખરાબ છે, બહુ જ ખરાબ છે. મનમાં પાછો અભિપ્રાય આપે, બાબો. મનમાં નક્કી કરે કે મોટો થઉં ત્યારે મમ્મીને મારીશ, કહેશે. મારા પપ્પાનું ખરાબ ખરાબ કરે છે. એ છોકરાઓ ન્યાય જાણે ફર્સ્ટ ક્લાસ. આ બેમાં કોની ભૂલ થયેલી છે તે ના
આ ન્યાય કરે મૂઓ. હવે આ રીત છે આપણી ? ભવાડો આપણો ન જુએ છોકરાં એવું કરવું જોઈએ ? દરેક બાબતમાં બારણાં વાસતા હો તો આમાં બારણાં વાસવા ના જોઈએ ? છોકરાંની હાજરીમાં કરાતું હશે આવું ! અને છોકરાં સ્કૂલમાં ગયા હોય તે ઘડીએ ઊડાવવી થોડી વખત. જેને ટેવ હોય તેને, હેબીટ પડેલી હોય તેને. એટલે વઢવું હોય તો એ સ્કૂલમાં ગયા પછી વઢવું, શોખ હોય તો. નહીં તો વઢાય નહીં. નહીં તો છોકરાં થતાં પહેલાં લડી લેવું. છોકરાં થયા પછી લડાય નહીં. એ તો સ્કૂલ માંડી કહેવાય. સ્કૂલનું મંડન થઈ ગયું. નિશાળિયા પર અસર પડે. એટલે લડાય નહીં.
આ તો છોકરાં ઊભાં હોય તોય મારે છે હઉ સામસામી. એક જણને એની બૈરીએ માર્યો હતો, એના છોકરાં ઊભાં હતાં ને ! હવે આ તો કોઈ દહાડો સારું દેખાય, શોભે ?
છોકરાં સારાં થઈ જાય, સંસ્કાર પડે, એ આપણો રસ્તો. છોકરાંને જે ના ગમતું હોય એ કાર્ય નહીં કરવાનું. છોકરાંને પૂછવું કે “અમે બે ઝઘડીએ છીએ તો તમને ગમે ?” ત્યારે કહે, ‘ના ગમે.’ તો આપણે બંધ કરી દેવું. મોટા ગુરુ ના મળે તો છોકરાઓ ગુરુ મળ્યા ! તો છોકરાં સારાં થાય, આપણા સંસ્કાર સારા પડે. છોકરાં કશું આવું મા-બાપને કશું સારા દેખેને, તો બહુ સારા થઈ જાય. એને શીખવાડવું ના પડે. સંસ્કાર જોઈને સંસ્કાર શીખી જાય છે. નહીં તો “આ મારે હિતકારી છે' એવું માનીને છોકરાં શીખે કે મારા મા-બાપ ઝઘડો કરે છે તે હિતકારી છે. એવું જાણીને છોકરાંઓ શીખે, પણ પાડોશીનું ના શીખે, ઘરનું શીખે. એવું છોકરાંને, એ ઊંધા સંસ્કાર ન પડવા જોઈએ એવું જીવન જીવવું જોઈએ. છોકરાં કંઈ પણ આપણે ત્યાં ખરાબ દેખે નહીં એવું વર્તન હોવું જોઈએ. સંસ્કારી છોકરા હોવા જોઈએ. આવી લાઈફને લાઈફ કેમ કહેવાય ?
જીવન જીવવાનું કંઈક જોઈએ કે ના જોઈએ, કંઈક કળા-બળા