________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(3) પતિ-પત્નીમાં મતભેદ !
ક્યારેક દિવાળી તે વળી હોળી,
દરરોજ હોળી એ કેવી ટોળી ! આપણે તો મુળ ક્રોધ-માન-માયા-લોભ જાય, મતભેદ ઓછાં થાય એવું જોઈએ. આપણે અહીં પૂર્ણતા કરવાની છે. પ્રકાશ કરવાનો છે. અહીં
ક્યાં સુધી અંધારામાં રહેવું ? ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાઓ, મતભેદ જોયેલા તમે ?
પ્રશ્નકર્તા : ઘણા. દાદાશ્રી : ક્યાં કોર્ટમાં ? પ્રશ્નકર્તા : ઘરે, કોર્ટમાં, બધે ઠેકાણે.
દાદાશ્રી : ઘરમાં તો શું હોય ? ઘરમાં તો તમે ત્રણ જણ , ત્યાં મતભેદ શાના ? નથી બેબીઓ બે-ચાર કે પાંચ, એવું તેવું તો કશું છે નહીં. તમે ત્રણ જણ એમાં મતભેદ શાના ?
પ્રશ્નકર્તા : ના, પણ ત્રણ જણમાં જ ઘણા મતભેદ છે. દાદાશ્રી : આ ત્રણમાં જ ? એમ !
પ્રશ્નકર્તા: જો કોન્ફલીક્ટ ના થાય જિંદગીમાં, તો જિંદગીની મજા ના આવે !!
દાદાશ્રી : ઓહોહો ! મજા તેથી આવે છે ? તો તો પછી રોજ જ
કરવાનું રાખો ને ! આ કોણે શોધખોળ કરી છે ? કયા ફળદ્રુપ ભેજાએ શોધખોળ કરી છે ? તો પછી રોજ મતભેદ કરવા જોઈએ, કોન્ફલીક્ટની મજા લેવી હોય તો.
પ્રશ્નકર્તા : એ તો ના ગમે. દાદાશ્રી : આ તો પોતાની જાતનું રક્ષણ કર્યું છે માણસોએ ! મતભેદ સસ્તો થાય કે મોંઘો ? થોડા પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં ? પ્રશ્નકર્તા : થોડા પ્રમાણમાં થાય અને વધારે પ્રમાણમાં થાય.
દાદાશ્રી : કોઈક ફેરો દિવાળી અને કોઈ દહાડો હોળી, મજા આવે છે એમાં ? કે મજા મારી જાય છે ?
પ્રશ્નકર્તા : મજા મારી જાય છે.
દાદાશ્રી : તો આવું મજા મારી જાયને ! ઘરમાં તો ધણી ને સ્ત્રી બને હોયને, પણ મજા મારી જાય તો એ ધણી શેના તે ? ધણી ને સ્ત્રી બેઉ જુદા જુદા ગામમાં રહેતા હોય તો મજા મારી જાય. પણ જોડે રહેતા હોય ને મજા મારી જાય, એ કેવું ?
પ્રશ્નકર્તા : કોઈક વખત થાય એવું. સંસારી જીવન છે એટલે થાય.
દાદાશ્રી : એટલે આ દિવાળીનો દહાડો એક જ દહાડો આવે છે એવુંને આખા વર્ષમાં ? તો તો ઉજવણી કરવી જોઈએ !
પ્રશ્નકર્તા : દરેકને ઘેર રોજેય થાય ને એવું !
દાદાશ્રી : કોને ઘેર નથી થતું, કોઈ આંગળી ઊંચી કરો જોઈએ ! આ બેન ખરું કહે છે, મજા મારી જાય છે. જીવન શાંત અને ડહાપણવાળું જીવન જોઈએ. બેન હાથ ઊંચો નથી કરવા દેતી. તમારે કરવો હોય તોય નથી કરવા દેતી.
પ્રશ્નકર્તા : ગુના બહુ મોટા એટલે હજી કેસ ચાલ્યા કરે છે. દાદાશ્રી : તમારે તો કોઈક દહાડેય ડખો થઈ જતો હશેને ? ડખો