________________
(૨) ઘરમાં ક્લેશ
૩૫
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : ફેંકવાથી બધો કચરો નીકળી જાય ઘણીવાર.
દાદાશ્રી : અમારા ભઈએ કર્યું એવું પણ કચરો ના નીકળ્યો, પછી ભાભી કહે છે, એ તો ના કહે છે, પણ તમે લઈને આવો ને બળ્યા ! કપ તો લઈ આવો, મહીં કપરકાબી, કપ તો લાવવા પડેને. સ્ટવ તો સમો કરાવીને પછી વાપરતાં'તાં. ત્યારેય કંઈ એમ ને એમ મફત આપતા'તા ? સાત રૂપિયા લેતા હતા પિત્તળના સ્ટવના !
પ્રશ્નકર્તા : તે દિવસે સાત રૂપિયા સહેલા નહોતા. દાદાશ્રી : હા.
જ્યાં લે ‘દાદા ભગવાનનું નામ,
ન રહે ક્લેશ જ્ઞાતીથી મુક્તિધામ ! ક્લેશથી કોઈ મુક્ત થાય નહીં જગતમાં. જ્ઞાની પુરુષ એકલા જ મુક્ત કરાવડાવે.
એ તમે આવડા મોટા થયા ત્યારે ઉપાય ખોળી કાઢેલો નહીં ? પ્રશ્નકર્તા : ના દાદા, હું સાચી વાત કરું છું.
દાદાશ્રી : મારી પાસે તો બધાય સાચી વાત કરે. પણ ક્લેશ કાઢવો પડે ને, એનો નિકાલ કરવો જ પડે ને.
પ્રશ્નકર્તા : હા, કાઢવો પડે.
દાદાશ્રી : હવે તમે વિચારીને કરજો ને ! અગર દાદા ભગવાનનું નામ લેજો. હું જ દાદા ભગવાનનું નામ લઈને કામ કરું છું ને બધું. દાદા ભગવાનનું નામ લેશો તો તરત જ તમારું ધાર્યું થઈ જશે.
એ ના કરે તો તું ક્લેશ નહીં કરું ને ? પ્રશ્નકર્તા : તો હું નહીં કરું. દાદાશ્રી : હા, ત્યારે બસ થયું. બસ બેઉ જણનું સમાધાન થઈ ગયું.
એજ્યુકેટેડ લોકો જ અત્યારે ઘેર ઝઘડો વધારે કરે છે ! એજ્યુકેટેડ કોનું નામ કહેવાય, કે સવારથી સાંજ સુધી એના ઘરમાં સહેજ ક્લેશ ના હોય !
પ્રશ્નકર્તા : તો એવું ના થાય કે એક પાર્ટી સમજ્યા જ કરે અને એક છે તે ડોમિનેટ કર્યા કરે એટલે વન વે જેવું ના થઈ જાય ?
દાદાશ્રી : ના, એવું ના થાય. બેઉ સમજી જાય. અને તે આપણે ધીમે રહીને વાતચીત કરીએ કે જો હું સમજી ગયો છું અને તમે હજુ પૂરેપૂરું સમજી નથી લીધેલું લાગતું, તો સમજી લો પૂરેપૂરું આપણે. ફરી આપણી ભાંજગડ ન થાય. અને દાદાજી કહેતા હતા એવું ક્લેશ ના થાય. ઘરમાં ક્લેશ નહીં ત્યાં ભગવાન અવશ્ય હોય જ, ભગવાન ત્યાંથી ખસે નહીં. કો’ક ફેરો એમ કરતાં સ્લિપ થઈ ગયું અને ક્લેશ થઈ ગયો તો બેઉ જણે બેસી અને ભગવાનના નામ પર પસ્તાવો કરવો કે ભઈ, હવે નહીં કરીએ. અમારાથી ભૂલચૂક થઈ. માટે તમે અહીંથી ઊઠશો નહીં હવે, જશો નહીં, કહીએ.
ખોટ, ઉયકર્મને આધીત,
ક્લેશ થવો અજ્ઞાત-આધીત ! પ્રશ્નકર્તા : ઉદયકર્મને આધીન હશે, કંકાસ થવાનું ?
દાદાશ્રી : ના, અજ્ઞાનથી ઊભો થાય છે, ક્લેશ ! ક્લેશ ઊભો થાયને, તે બધા નવાં કર્મબીજ પડે છે. ઉદયકર્મ ક્લેશવાળું હોતું નથી.
પ્રશ્નકર્તા : ઉદયકર્મ ક્લશવાળું નથી હોતું ?
દાદાશ્રી : એ હોઈ શકે જ નહીંને. અજ્ઞાનતાથી, પોતે અહીં કેમ વર્તવું એ જાણતો નથી એટલે ક્લેશ થઈ જાય છે. અત્યારે મારે અહીં ખાસ ફ્રેન્ડ હોય, તો ઓફ થઈ ગયા એવી ખબર અહીં આવીને મને આપે, એટલે તરત જ શું થયું, આ જ્ઞાનથી એને નિવેડો આવી જાય, એટલે પછી ફ્લેશ થવાનું કંઈ કારણ જ નહીંને. આ તો અજ્ઞાનથી મૂંઝાય કે મારો ભાઈબંધ મરી ગયો ને બધું પછી ક્લેશ થઈ જાય. ક્લેશ એટલે અજ્ઞાનતા.