________________
(૨) ઘરમાં ક્લેશ
૩૧
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
સામું, ‘રીએક્શન’ ના આવેને, પછી નરમ પડી જાય. એટલે એનુંય કલ્યાણ થાય. પણ બેઉ કકળાટ જ માંડતાં હોય તો કલ્યાણ ક્યારેય ના થાય.
પ્રશ્નકર્તા: તેથી કૃપાળુદેવે લખ્યુંને જે ઘરમાં એક દિવસ પણ ક્લેશ ના હોય એને અમારા નમસ્કાર.
દાદાશ્રી : હા, નમસ્કાર.
પ્રશ્નકર્તા: જેણે જ્ઞાન ના લીધું હોય એને ત્યાં પણ ક્લેશ ના થતો હોય, એ શું કહેવાય ?
દાદાશ્રી : એને દેવ જેવું કહેવાય, પણ એ શક્ય નથી આ કાળમાં ! કારણ કે ક્લેશ છેને, તે ચેપી રોગની પેઠ અસર કરે છે. ચેપી રોગ હોયને, એવી રીતે અસર કરે છે. ઘેર ઘેર પેસી ગયો છે ક્લેશ !
પ્રશ્નકર્તા : જ્ઞાન ન લીધું હોય, તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય એ બેમાં ફેર શું ?
દાદાશ્રી : પેલો તો ક્લેશનો જે અભાવ હતોને, તે આપણે બુદ્ધિપૂર્વક કરતાં હતાં અને જ્ઞાન પછી આ સહજભાવે અભાવ રહે, પેલું કર્તાપણું છૂટી જાય.
પ્રશ્નકર્તા : એવું બને નહીં કે ક્લેશ વગરનું હોય જ નહીં કોઈ દહાડો ?
દાદાશ્રી : હવે માનો કે એકાદ હોય, તોય એ ર્તા હોય પોતે. ગોઠવણી કર્યા કરતાં હોય અને આખા ઘરમાં ચાર માણસ સારાં હોય ને એક જ જો કાબરીયું પેઠું તો એના ગોદાગોદથી બધાને ક્લેશ થઈ જાય પછી.
જ્યાં ક્લેશ નથી ત્યાં યથાર્થ જૈન, યથાર્થ વૈષ્ણવ, યથાર્થ શૈવ ધર્મ છે. જ્યાં ધર્મની યથાર્થતા છે ત્યાં ક્લેશ ના થાય. આ ઘેરઘેર ક્લેશ થાય છે, તો એ ધર્મ ક્યાં ગયા ? સંસાર ચલાવવા માટે જે ધર્મ જોઈએ છે કે
શું કરવાથી ક્લેશ ના થાય, એટલું જ જો આવડી જાય તોય ધર્મ પામ્યા ગણાય. ક્લેશરહિત જીવન જીવવું એ જ ધર્મ છે. હિન્દુસ્તાનમાં અહીં સંસારમાં જ પોતાનું ઘર સ્વર્ગ થશે તો સ્વર્ગની નજીકનું તો થવું જોઈએને ? ક્લેશરહિત થવું જોઈએ. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે જ્યાં કિંચિત્માત્ર ક્લેશ છે ત્યાં ધર્મ નથી. જેલની અવસ્થા હોય ત્યાં ‘ડિપ્રેશન’ નહીં ને મહેલની અવસ્થા હોય ત્યાં ‘એલિવેશન’ નહીં, એવું હોવું જોઈએ. ક્લેશ વગરનું જીવન થયું એટલે મોક્ષની નજીક આવ્યો, તે આ ભવમાં સુખી થાય જ. મોક્ષ દરેકને જોઈએ છે. કારણ કે બંધન કોઈને ગમતું નથી. પણ ક્લેશરહિત થયો તો જાણવું કે હવે નજીકમાં આપણું સ્ટેશન છે મોક્ષનું.
અમે તો જ્ઞાન થયું, વીસ વર્ષથી તો ક્લેશ નથી જ. પણ એનાં વીસ વર્ષ પહેલાંય ક્લેશ ન હતો, પહેલાંથી ક્લેશને તો અમે કાઢેલો જ કોઈ પણ રસ્તે ક્લેશ કરવા જેવું નથી આ જગત.
ન રહે ક્લેશ તે સાચો ધર્મ,
ક્લેશિત ધર્મ બાંધે કુકર્મ ! આવા બધા રસ્તા છે ને ઊંધા રસ્તા પણ છે, પણ હાઈવેની વાત જુદી છે. બધા રસ્તા બીજા બહુ હોય હાઈવે કરતાં. હાઈવેની અંદર તો ઘરમાં બૈરી-છોકરાં બધાં હોય, તોય ક્લેશ ના થાય, ત્યારે જાણવું કે આપણે હાઈવે ઉપર છીએ. નહીં તો આડા ફાંટે ! રસ્તા બધા બહુ છે. એનું લેવલ કંઈક હોવું જોઈએને. અને ત્યાં આગળ હાઈવમાં રહેવું આપણે. તમને બેન ખબર પડે કે ના પડે, ક્લેશ છે કે નહીં તે ?
પ્રશ્નકર્તા : પડે.
દાદાશ્રી : એટલું જ જોઈ લેવાનું. અને ક્લેશ ના થાય તો જાણવું કે આપણે આ સાચા માર્ગ ઉપર છીએ, મુક્તિનો ધર્મ જુદો છે અને સંસારનો ધર્મ જુદો છે. સંસારનો ધર્મ સાચો ખરો. પણ એના ઘરમાં ક્લેશ ના રહે. અને જો ક્લેશ છે ને પછી કહે છે કે અમારો ધર્મ સાચો તો એ મતાર્થીઓ છે. મતનું જ રક્ષણ કરે છે. પોતાના આત્માનું રક્ષણ કરતા નથી. એટલે ક્લેશ ઘરમાં ના રહે ત્યારે જાણવું કે આપણે કંઈક ધર્મ પામ્યા. આ