________________
૩૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨) ઘરમાં ક્લેશ
૨૯ છોકરાઓને. તમે સાંભળેલું નહીં એવું પાણી ? લોકો ‘એક’ બોલે એવું સાંભળેલું નહીં ?
પ્રશ્નકર્તા: સાંભળેલું ને !
દાદાશ્રી : હં. એટલે પેલું મસ્તીમાં કૂદયા કરતું હોય. ખોટું પાણી આપે છે. યુઝલેસ પાણી ! એ તો માલ વેચ્યા બરાબર છે. એ તો આ માલ વેચ્યો ત્યાં આગળ. એ તો પછી મારા મનમાં એમ થયું કે આ તો વેચાયા કહેવાય ?
ગમે તેવું નુકસાન કરતાં,
ક્લેશતો લોસ, બમણો ભરતાં ! એટલે બધા કોમન પ્રશ્નો પૂછી લો, તમારા સંસાર વ્યવહારમાં ચાલુ પ્રશ્નો પૂછી લેજો. બીજું, ‘આ’ જ્ઞાન આપીશ ત્યારે બધું નીકળી જશે, પણ કોમન પૂછી લો, કોમનની બહુ ભાંજગડ ના થાય. ઘરમાં ક્લેશ ઊભો થાય એવો હોયને, તોય એને કેમ કરીને ઉડાડી મેલવો, એ પૂછી લો !
પ્રશ્નકર્તા : ફ્લેશ ના થાય તેના માટે શું કરવાનું ? એનો રસ્તો શું?
દાદાશ્રી : શેના માટે ક્લેશ થાય છે, એ કહો મને, તો હું તમને તરત જે માટે થતો હોય તેની દવા બતાવી દઉં.
પ્રશ્નકર્તા: પૈસા માટે થાય છે, છોકરાઓ માટે થાય, બધા માટે થાય. નાની નાની બાબતમાં થઈ જાય.
દાદાશ્રી : પૈસા બાબતમાં શું થાય ? પ્રશ્નકર્તા : બચતા નથીને, વપરાઈ જાય છે બધા. દાદાશ્રી : એમાં ધણીનો શો ગુનો ? પ્રશ્નકર્તા : કશો ગુનો નહીં. એમાંથી ઝઘડો થઈ જાય, કોઈ કોઈ
દાદાશ્રી : એટલે ક્લેશ તો કરવો નહીં. બસો ડૉલર ખોઈ નાખે તોય ક્લેશ ના કરવો. કારણ કે ક્લેશની કિંમત ચારસો હોય. બસો ડૉલર ખોવાઈ જાય છે એના કરતાં ડબલ કિંમતનો ક્લેશ થાય છે અને ચારસો ડૉલરનો ક્લેશ કરવો તેના કરતાં બસો ડૉલર ગયા એ ગયા. પછી ફ્લેશ ના કરવો. પછી વધવું ઘટવું એ તો પ્રારબ્ધને આધીન છે.
કકળાટ કરવાથી પૈસો વધે નહીં. એ તો પુણ્ય પાકે તો વારેય ના લાગે, પૈસા વધવાને. એટલે જે જે બાબતોમાં થાય તે મને કહોને કે પૈસાની બાબતમાં થાય. તો પૈસા વધારે વપરાઈ જતા હોય તો કચકચ નહીં કરવી. કારણ કે છેવટે વપરાઈ ગયા એ તો ગયા, પણ ક્લેશ કરીએને તે પચાસ રૂપિયા વધારે વપરાયા તેને બદલે સો રૂપિયાનો ક્લેશ થઈ જાય. એટલે ક્લેશ તો કરવો જ ના જોઈએ.
ઘરમાં એક તો ક્લેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય, આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલાં જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલાંના જેવું ક્લેશવાળું જીવન જીવીએ એમાં શું ફાયદો ? એનો અર્થ જ શું ? ક્લેશવાળું જીવન ના હોવું જોઈએને? શું વહેંચીને લઈ જવાનું છે ? ઘરમાં ભેગું ખાવું, પીવું ને કકળાટ શા કામનો ? અને કો'ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે તમે આવા છો ને તેવા છો, એવું બધું ના હોવું જોઈએ. ધણીએય આવું ના કરવું જોઈએ. તમારો ફ્લેશ હોયને, તો છોકરાંનાં જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરનાં છોકરાંય સારા થાય. આ તો છોકરાં બધાં બગડી ગયાં છે !
જે ઘેર ત ક્લેશ તેને નમસ્કાર,
ગાય જયાં દાદાતા અસીમ જે’ જે કાર! આખી જિંદગી બેઉ કકળાટ કરતાં હોય તે બેઉ નરકે જાય. પ્રશ્નકર્તા : બેમાંથી એક જ્ઞાન પામેલું હોય તો ? દાદાશ્રી : એ તો ચેતી જાય. પેલો ભમરડો પછી નરમ પડી જાય.
વાર,