________________
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
ને, ઘા પડેલો તો રહેને ! ગોબા પડેલા હોય. માટે ગોબા જ ના પડવા દેવા. કારણ કે અત્યારે ગોબા પાડ્યા હોયને, તે આપણું વૈડપણ આવે ત્યારે બૈરી પાછી ગોબા પાડે આપણને. અત્યારે તો મનમાં કહે, કે જોરદાર છે ભઈ, એટલે થોડોક વખત ચાલવા દેશે. પછી એનો વારો આવે ત્યારે આપણને સમજાઈ દેશે. એના કરતાં વેપાર એવો રાખવો કે એ આપણને પ્રેમ કરે, આપણે એમને પ્રેમ કરીએ. ભૂલચૂક તો બધાની થાય જ ને. ભૂલચૂક ન થાય ? ભૂલચૂક થાય એમાં મતભેદ કરીને શું કામ છે, મતભેદ પાડવો હોય તો જબરા જોડે જઈને વઢવું એટલે આપણને તરત હાજર જવાબ મળી જાય, અહીંયાં હાજરજવાબ જ ન મળે કોઈ દહાડો. એટલે બેઉ જણા સમજી લેજો. આવા મતભેદ ના પાડશો. જે કોઈ મતભેદ પાડે તેને આપણે કહેવું કે દાદાજી શું કહેતા હતા, આવું શા હારુ બગાડો છો ? પ્રશ્નકર્તા : વિચારોનો મતભેદ મેઈન હોય. આચાર-વિચારમાં ફરક પડી શકે ને ?
૪૩
દાદાશ્રી : તે મતભેદથી શું પછી ફાયદો નીકળે એનું સરવૈયું ? પ્રશ્નકર્તા : બેની સમજણમાં ફેર હોય તો મતભેદ થાય.
દાદાશ્રી : એમ ! પણ ધીમે ધીમે મતભેદ કાઢી નાખવો છેને ? મતભેદો ના થાય એવો કરો છો પ્રયત્ન ?
પ્રશ્નકર્તા : સમજવાની કોશિશ કરીએ.
દાદાશ્રી : આખી રાત વિચાર્યા કરો, સમજવાનું ?
પ્રશ્નકર્તા : એટલી વાર ના લાગે.
દાદાશ્રી : ત્યારે કેટલી વાર ? સમજવાની કોશિશ કરી હોય તે ફરી વાર ઘરમાં પડે નહીં મતભેદ ફરી પડતો નથીને પછી ?
પ્રશ્નકર્તા : એ વસ્તુમાં પછી ફરી મતભેદ ના પડે.
દાદાશ્રી : હા, પણ ફરી પાછું એના માટે પડે જ છે. ફરી એક વખત નહીં, પછી તો પચ્ચીસ વખત પડે છે.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : એ મતભેદ પડે છે પછી, પણ એ જ વસ્તુ માટે નહીં.
દાદાશ્રી : ત્યારે ? ફરી એની એ જ વસ્તુ માટે થયા કરે. કપ-રકાબી પડી ગયાં નોકરના હાથથી, એટલે બેન કહેશે કે એના હાથથી બિચારાના પડી ગયાં, તમે શું કરવા અકળાવ છો ? ત્યારે તમે કહો કે, ના આટલું બધું નુકસાન થયું અને પછી તમે વિચારીને પાછા મતભેદને કાઢી નાખો. પાછા ફરી પડે ત્યારે પાછું આવું જ થાય. એટલે આમાં કશું વિચારતાં આવડતું જ નથી ને. વિચાર તો એનું નામ કહેવાય કે ફરી મતભેદ પડે નહીં. સોલિડ (નક્કર) કામ થાય. આ તો કોઈ કામ થતું નથીને, અહીં જ ભમ્યા કરો છો. ગોળ ગોળ ફરે એ કેટલા માઈલ ચાલે ? એનો એન્ડ (અંત) આવે ખરો ?
પ્રશ્નકર્તા ઃ ગોળ ગોળ ફરો તો એનો એન્ડ (અંત) ના આવે.
દાદાશ્રી : ત્યારે એવું જ છે આ બધું, ગોળ ગોળ ફર્યા કરે છે, બિચારા, મનુષ્યમાત્ર બધાય ભટક, ભટક, ભટક, ભટક, ભટક કર્યા કરે છે અને પાછું ફરી મનુષ્યપણું મળશે કે નહીં એનું ઠેકાણું નથી પાછું. માટે મનુષ્યમાં આવે ત્યારે આવું ખાવાપીવા ને મોજ-મજા હોય, પછી પેલા ખરાબ વિચારો થવાથી પાછા જાનવરમાં જાય પાછા.
૪૪
એટલે સમજવું જોઈએ કે આ શું છે, શું નથી. આ જગત કેવી રીતે બન્યું, શી રીતે ચાલે છે, આપણે કોણ છીએ, આપણે શા માટે છીએ, આપણે શું કરવાનું છે ? એ જાણવાનું છે. એ જાણવું જોઈએ બધું.
સહુ સુખ છે છતાં દુઃખ શાતું ? મત જુદો બાંધ્યો તે ઝાલ્યો તેનું !
તારે શાનું દુઃખ છે, પૈસાનું દુઃખ છે કે ધણી સારો નથી કે છોકરાં સારાં નથી ?
પ્રશ્નકર્તા : બધું સારું છે, મતનું જ દુઃખ છે.
દાદાશ્રી : મતનું દુ:ખ છે ને, એ મત મને સોંપી દે ને ! તારા