________________
(૨) ઘરમાં ક્લેશ
૨૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કકળાટિયો માલ જ કચરો,
સંડચાતો તા, પૈયાતો દિ' સંભારો ! જ્યાં કકળાટ છે, ક્લેશ છે, ત્યાં આગળ એ ઘર સારું ના લાગે. અને કકળાટ કરવાનું કારણ ઘરમાં હોતું જ નથી, આપણા ભારતીયોને તો હોતું જ નથી. પણ આ અણસમજુ માણસ શું કરે ? મેડનેસ (ગાંડપણ)ને લઈને કકળાટ જ કર્યા કરે.
પ્રશ્નકર્તા : જેમ કે અમુક માણસોનો સ્વભાવ જ એવો હોય કકળાટ કરવાનો, તો ? - દાદાશ્રી : એટલે જ કહું છું કે દુ:ખ નથી પણ દુઃખ ઊભાં કરે છે. ઇન્વાઇટ (આમંત્રિત કરે છે. કોઈને દુઃખ જ નથી કોઈ જાતનું. ખાવાપીવાનું બધુંય છે, કપડાં-લત્તાં છે, રહેવાનું ફ્રી (મફત) છે, બધું સાધન છે, પણ દુઃખ ઊભાં કરે છે. બહુ થોડા ટકા પાંસરો માલ છે. બાકી રબીશ મટીરિયલ (કચરો માલ) છે. બધા, રબીશ છતાં વિચારશીલ છે. ડહાપણવાળો છે, બુદ્ધિ છે તે વ્યભિચારિણી બુદ્ધિ છે, થોડીક બુદ્ધિ ડેવલપ (વિકાસ) થયેલી છે તે અવ્યભિચારિણી થઈ શકે એમ છે. સારા ટચમાં આવે તો ફેરફાર થઈ જાય. સંસ્કારની જરૂર છે. સાવ જડ નથી આ. ખોટી ખોટી પણ ખરાબ પણ બુદ્ધિ ઊભી થઈ. પહેલાં તો ખરાબેય નહોતી. ખરાબ થઈ હોયને તો એને સંસ્કારી કરી શકાય. બુદ્ધિ ડેવલપ થયેલી હોયને તેથી !
કૃષ્ણ ભગવાને કહ્યું છે બે પ્રકારની બુદ્ધિ, અવ્યભિચારિણી અને વ્યભિચારિણી. વ્યભિચારિણી એટલે દુ:ખ જ આપે. અને અવ્યભિચારિણી બુદ્ધિ સુખ જ આપે, દુઃખમાંથી સુખ ખોળી કાઢે. અને આ તો બાસમતીના ચોખામાં કાંકરા નાંખીને ખાય પછી. અહીં અમેરિકાનું ખાવાનું કેટલું સરસ ને ચોખ્ખા ઘી મળે, દહીં મળે, કેવો સરસ ખોરાક. જિંદગી સરળ છે. છતાંય જીવન જીવતાં ના આવડે એટલે માર ખઈએ પછી.
આપણને હિતકારી શું છે એટલો તો વિચાર કરવો જોઈએ ને ? પૈણ્યા તે દહાડાનો આનંદ સંભારીએ તો હિતકારી કે રાંડ્યા તે દહાડાનો શોક સંભારીએ તો હિતકારી ? આપણે પૈણ્યા તે દહાડાનો આનંદ
સંભારીએ તો એ આપણને હિતકારી છે. રાંડ્યા તેના શોકને શું કરવાનું છે ? બે જણ પૈણવા બેસે છે ત્યાં જ બે જણમાંથી એક જણે રાંડવાનું તો છે જ. આ પૈધ્યાનો સોદો જ એવો કર્યો છે અને એમાં કકળાટ શો પછી ?
જ્યાં સોદો જ એવો હોય ત્યાં કકળાટ હોતા હશે ? બેમાંથી એકે નહીં રાંડવાનું ?
પૈણતી વખતે આવ્યો વિચાર,
બેમાંથી કો' સંડશે છે તિર્ધાર ! અમારે તો પૈણતી વખતે જ રંડાપાનો વિચાર આવેલોને ! તે પૈણતી વખતે નવો સાફો બાંધેલો. અમે ક્ષત્રિયપુત્ર કહેવાઈએને, તે દહાડે ફેંટો પહેરતા હતા અને પહેરણ પહેરીને ૧૫-૧૬ વર્ષનો છોકરો એય રૂપાળા બંબ જેવા દેખાય. અને ક્ષત્રિયપુત્રો એટલે ચોગરદમ ભરેલા હોય. અને કાંડું તો જોરદાર હોય. આવું કાંડું ના હોય. તે દહાડે તો બહુ જોરદાર કાંડું, તે આ તો બધું સુકાઈ ગયું, જાણે દૂધિયું સુકાઈ જાયને. તે ૧૫ વર્ષે પૈણવા બેઠેલો અને ધામધૂમથી પૈણેલો. ૧૯૨૩ની સાલમાં પણેલો. તે દહાડે બહુ મંદી, જબરદસ્ત, તોય ધામધૂમથી ચાર ઘોડાની ફેટીન હતી. અને ફેટીનને લાવીએ ને બધું વગાડે. અને પેલા દીવા હતા. ચૂનો ને બધું નાંખીને સળગાવે. પછી પૈણવા બેઠો તે માહ્યરાંમાં બેઠો એટલે પછી માહ્યરામાં હીરાબાને પધરાવી ગયા. એમના મામા કન્યાને પધરાવી જાય ત્યારે એ ૧૩ વર્ષનાં અને હું ૧૫ વર્ષનો. તે ફેંટા ઉપર મોટો એ મૂકેલો ફૂલોનો, પેલું શું કહે છે એને ? ખં૫. એ ઉપર મુકેલોને, તે એના ભારથી ફેંટો પેલો સુંવાળો એટલે ખસી ગયો. તે અહીં આંખ ઉપર આવી ગયો. એટલે હીરાબા દેખાયા નહીં. હું જાણું કે વહુને બેસાડીને જશે. પણ પેલું દેખાયું નહીં, એટલે મેં ખસેડી ખસેડીને જોયું. ત્યારે મહીંથી વિચાર આવ્યો, કે અરે છે તો રૂપાળાં. અને મેં પહેલેથી જોયેલાં. મારી સહમતી ફાધર-મધર સમજી ગયેલાં, તે એક ફેરો મેં એમને જોયેલાં. એટલે પછી આ લોકો વાત કરેને, એટલે મનમાં હા, ના કશું બોલે નહીં. એટલે પેલા સમજી જાય કે છોકરો સમજે છે આ. એટલે એમનો માલેય વેચાયો. એમને ત્રણ હજાર રૂપિયા આવવાના થયા. અને મનેય વાંધો ના આવ્યો !