________________
(૨) ઘરમાં ક્લેશ
૨૩
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
વર્તે સાવધાન', તે જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર. તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢે પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? તે અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછું. પણ લોકોને તો દાળમાં મીઠું વધારે પડ્યું, તે બધા ઉપર રો-કકળાટ, એમ નહીં કે આપણે એડજસ્ટ થઈએ. ત્યારે મુખ્ય વાત એ જ કે ભઈ આજ દાળમાં મીઠું વધારે છે, તો આપણે સમય આવ્યો એટલે સાવધ થઈ જવાનું અને જરા ઓછી ખાવાની પણ બૂમાબૂમ નહીં કરવાની ને સમય વર્તે સાવધાન થવાનું એટલા સારું કહે છે, પણ સમય પ્રમાણે વર્તતા જ નથીને. બોલી ઊઠે તરત. અલ્યા મૂઆ, નાના છોકરાનેય ખબર પડશે, ખારી છે તે. ના ખબર પડે ? તે આ પહેલો બોલી જાય !
પછી પેલો ફેંટો ખસી ગયા પછી મહીં વિચાર આવ્યો કે આ પૈણવા તો માંડ્યું, છે તો સારાં, મંડાયું ખરું, પણ હવે બેમાંથી એક તો રાંડશેને ?
પ્રશ્નકર્તા : એટલી ઉંમરે તમને એવા વિચાર આવેલા ?
દાદાશ્રી : હા, ના આવે બળ્યું આ? એક તો ભાંગને પૈડું, બળ્યું? મંડાયું એ રંડાયા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા: પણ પૈણતી વખતે તો પણ ચડ્યું હોય, કેટલો બધો મોહ હોય. એમાં આવો વૈરાગ્ય વિચાર ક્યાંથી હોય ?
દાદાશ્રી : પણ તે વખતે વિચાર આવ્યો કે આ મંડાયું ને પછી રંડાપો તો આવશે બળ્યો. બેમાંથી એકને તો રંડાપો આવશે. કાં તો એમને આવશે કાં તો મને આવશે.
પ્રશ્નકર્તા : એટલે પછી લગ્નનો આનંદ જતો રહ્યો એ વિચારથી ?
દાદાશ્રી : આનંદ તો હતો જ નહીં, અહંકારનો જ આનંદ હતો. હું કંઈક છું, તેનો આનંદ હતો. લોકોને મોહનો આનંદ હોય. અમારાં સાસ તો જો જો જ કર્યા કરે. ૧૫ વર્ષે મને ઊંચકી લીધેલો એ બઈએ. કેડમાં ઘાલેલા. સાસુને વહાલા લાગ્યા. આવા જમાઈ મળે નહીં. ગોળ ગોળ મોટું લાડવા જેવું છે, એવું હઉ બોલેલા. એટલે હવે એ એના મોહમાં ને આપણે અહંકારના. પણ આ પૈડું ભાંગી જવાનું, આમાં રંડાપો આવવાનો જ. પછી શું થાય આપણને ?
‘સમય વર્તે સાવધાત' સૂત્ર,
ક્લેશ સમે સાવધ તે આર્યપુત્ર ! બધાની હાજરીમાં, સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોરે સોદા કર્યા કે “સમય વર્તે સાવધાન'. તે તને સાવધ થતાંય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઈએ. ગોર બોલે છે, ‘સમય વર્તે સાવધાન' તે ગોર સમજે, પરણનારો શું સમજે ? સાવધાનનો અર્થ શું ? તો કહે બીબી ઉગ્ર થઈ હોય ત્યારે તું ઠંડો થઈ જજે, સાવધ થજે. ‘સમય
ક્લેશનું મૂળ કૉઝ અજ્ઞાનતા,
પરિણામે ત્યાં બરકત ખોતા ! પ્રશ્નકર્તા : ફ્લેશ થવાનું મૂળ કારણ શું ?
દાદાશ્રી : ભયંકર અજ્ઞાનતા ! એને સંસારમાં જીવતાં નથી આવડતું. દીકરાનો બાપ થતાં નથી આવડતું, વહુનો ધણી થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી ! આ તો છતે સુખે સુખ ભોગવી શકતાં નથી.
પ્રશ્નકર્તા: પણ કંકાસ ઊભો થવાનું કારણ સ્વભાવ ના મળે તેથી?
દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ તે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં ! આ ‘જ્ઞાન’ મળે તો તેને એક જ રસ્તો છે, ‘એડજસ્ટ એવરીવ્હેર !'..
જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસ રહે નહીં. એટલે આપણે ભગવાનને કહીએ, ‘સાહેબ તમે મંદિરમાં રહેજો, મારે ઘેર આવશો નહીં ! અમે મંદિર બંધાવીશું, પણ ઘેર આવશો નહીં !!” જ્યાં ક્લેશ ન હોય ત્યાં