Book Title: Pathshala Granth 2 Author(s): Pradyumnasuri Publisher: Bapalal Mansukhlal Shah Trust View full book textPage 9
________________ પૂજય આચાર્યશ્રીની ધર્મ પ્રત્યેની વ્યાપક અને જીવન પ્રત્યેની વિધાયક દષ્ટિનો પરિચય પ્રાપ્ત થાય છે. જીવનમાં આવતી આપત્તિઓનો પડકાર કેવી રીતે ઝીલવો, એની પાઠશાળા હોય એવું આ પુસ્તક છે. પ્રાચીન ગ્રન્થોમાંથી આનાં ઉદાહરણો આપે છે. સુભાષિતો દ્વારા પણ આ વાત પ્રગટ કરે છે અને ક્યાંક વાસ્તવજીવનનો કોઈ અનુભવ પણ આલેખે છે. “આપણા ઘડવૈયા બાંધવ આપણે એ લેખમાં આવો એક પ્રસંગ આપે છેઃ એક ભાઈ મુંબઈમાં વાલકેશ્વર વિસ્તારમાં રહેતા હતા. તેમને ત્રણ દીકરા હતા. દીકરાને ઘેર પણ દીકરા હતા. સુખી પરિવાર હતો. પરંતુ બન્યું એવું કે બજારમાં મોટી ઉથલ-પાથલ થવા પામી. પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો. આસમાની સુલતાની થઈ ગઈ. આજથી સાઠ વર્ષ પહેલાનાં કરોડ રૂપિયાના આસામી, પેઢી કાચી પડી એટલે વાલકેશ્વરનો બંગલો કાઢીને શાંતાક્રુઝની એક ચાલીમાં આવીને રહ્યા. જે દિવસો મળ્યા તેને સારા કરી જાણ્યા. રોજ ચાર પોતાને મન ભરીને રમાડે અને તેમની સાથે રમે. શાક-ફળ લેવા થેલી લઈને બજારમાં જાય. સરખી ઉંમરના વૃદ્ધો સાથે વાતે વળગે. સારી સારી વાતો ગાંઠ બાંધે. અમે એક વાર આવા હતા ને તેવા હતા એવી ભવ્ય ભૂતકાળની વાતોને વાગોળતા નહી; વર્તમાનને જ જોતા. - જે કાંઈ મુસીબત સર્જાય છે તે બે સમયની સરખામણીથી સર્જાય છે. ઉલટાનું તેઓ એ વાતને એવી રીતે વર્ણવતાં કે પોતરાંઓ સાથે રમવાનો આવો આનંદ આ પહેલાં મેં ક્યારે પણ અનુભવ્યો જ ન હતો. એવી તો મજા આવે છે કે જિંદગીમાં નિરાંત શું ચીજ છે તેની ખબર અત્યારે જ પડે છે. બીજા વિનાનું જીવન કેવું હોય તેનો અનુભવ મળે છે. આમ, જે સ્થિતિ સામે આવી પડી તેનામાંથી જીવન બનાવવાની કળાના દર્શન થાય છે. આનું નામ જીવન જીવવું તે.” આ ઉદાહરણ દ્વારા તેઓ જીવન જીવવાની કળા શીખવે છે. આવી જીવન જીવવાની સૂકમ સમજ આ પુસ્તકમાં ઠેર ઠેર પ્રાપ્ત થાય છે; જેમ કે, યજમાન વાક્ય અને મહેમાન વાક્ય દ્વારા દર્શાવ્યું કે વિવેકયુક્ત વાક્યો કેવા હોય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 270