Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ “સ્કુટર પર માર-માર જતાં હોઈએ અને રસ્તા પર કોઈ વિદ્યાર્થી મોં વકાસીને ઊભેલો દેખાય. પરીક્ષા આપવા જતાં એની સાઇકલની ચેઈન ઊતરી ગઈ હોય; પાછળ કેરિયર પર મૂકેલા કંપાસ-ચોપડી-નોટબુક બધું પડી ગયું સાથે એનું મોં પણ પડી ગયું! તમે આ જોયું. વહારે દોડી ગયા. બધું ઠીકઠાક કરી દીધું. ચેઈન ચડાવી દઈ સાઈકલ ઠીક કરી દીધી. ખભે હાથ મૂકી કહ્યું: આજે પરીક્ષા લાગે છે. રડમસ ચહેરે બોલે છેઃ હા, પણ મોડું થશે. ટીચર ક્લાસની બહાર ઊભો રાખશે. તમે એને હિંમત આપી કહો હમણાં પહોંચી જવાશે. તું તારે મારું નામ આપજે..બસ, આટલું જ કરો. જોજો, એના ચહેરા પર કેવું સ્મિત ફરકે છે ! પેલા પરસેવે રેબઝેબ થતાં અભણ લારીવાળાને તમે સરનામું ગોતી આપ્યું! જરા હાથ લાંબો કરી બતાવ્યું અને તેનું કામ થઈ ગયું! તમારે ક્યાંય હાથ લાંબો કરવો ન પડે એવા આશીવદ, એનું હૈયું ઉચ્ચારે છે !” મને સ્મરણ છે કે ભાવનગરમાં શ્રી જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ એક વ્યાખ્યાનમાં ભગવાનની તપશ્ચર્યાનું વર્ણન કર્યું હતું. ભગવાન મહાવીર વિશે સારું એવું વાંચ્યું-લખ્યું હોવા છતાં એમની પાસેથી જે જાણવા મળ્યું અને એમની પાસેથી જે મર્મો સમજવા મળ્યા, તે સાચે જ અદ્ભુત હતા. આવી ઊંડી ચિંતનશીલ દષ્ટિ અને સાહિત્ય સાથેની નિસબત સાથે જીવનમૂલ્યોની ઉપાસના વિરલ હોય છે. તેઓની પાસેથી જેમ નિરાળી ગછટા મળે છે, એ જ રીતે વિશિષ્ટ એવી કાવ્યદષ્ટિ પણ મળે છે. કાવ્યાસ્વાદ ઉપરાંત તેમની અન્યોક્તિઓ પણ આસ્વાદ્ય હોય છે. આ એવી પાઠશાળા” છે કે જેમાં વાચક ઘૂંટડે ઘૂંટડે આંતરપ્રસન્નતા પામે છે. આ ઊર્ધ્વજીવનની વિચારશાળા છે, ધર્મજીવનની આચારશાળા છે અને અધ્યાત્મજીવનની પાઠશાળા છે. પૂજ્ય આચાર્યશ્રી પાસેથી વધુ ને વધુ ગ્રન્થો મળતા રહે એવી પાઠશાળા' ના એક વિનીત વિદ્યાર્થી તરીકે અભ્યર્થના કરું છું. તા. ૨૩-૫-૨૦૦૭ - કુમારપાળ દેસાઈ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 270