________________
સામાન્ય રીતે સર્વ જીવો સુખની ખોજમાં સતત ડૂબેલા હોય છે. જ્યાંને ત્યાં, જ્યારે ને ત્યા૨ે એક માત્ર ઉદ્દેશ ઃ સુખ -- અનુકૂળતા.
મન ઇચ્છે તે પ્રમાણે પદાર્થ, અવસ્થા, વ્યકિત કે વાતાવરણ --એ બધું મળે તે સુખ. આકાંક્ષા પણ તેની જ, ઝંખના પણ તેની જ !
એક અન્ય તત્ત્વ પણ છે. તેનું નામ છે હિત. આ હિતને સાધનાર ગુણ પણ છે. સુખ આપનાર પુણ્ય પણ છે. પુણ્યથી સુખ મળે. ગુણથી હિત સધાય છે.
પુણ્યનું જેટલું આકર્ષણ છે તેટલું ગુણનું થાય તો, ગુણની પાછળ-પાછળ પુણ્ય તો ચાલ્યું જ આવશે. ઔદાર્ય ગુણ છે. ઔદાર્યથી દાન થાય છે. દાનથી પુણ્ય. પુણ્યથી ઇચ્છિતની પ્રાપ્તિ. દાખલા માટે દૂર જવું નથી. શાલિભદ્ર જ પૂરતા છે.
પુણ્યમાં શાલિભદ્રથી ચડે તેવી મારી શોધ ચાલુ છે ! હજુ પણ ચાલુ છે. તેમાં વિરામ મળે તેવું દષ્ટાંત હજુ મળ્યું નથી ! આવા અઢળક પુણ્યનું મૂળ દાન છે. એ દાનનું મૂળ ઔદાર્ય છે, ઉદારતા છે. ઉદારતાનો આ ગુણ મેળવવાની, કેળવવાની ઇચ્છા પછી જો પ્રયત્ન થાય તો પુણ્ય તો કેવું અમાપ બંધાય !!
પુણ્યના ફળ ગમે છે પણ પુણ્ય કરવું ગમતું નથી ! પાપના ફળ ગમતા નથી છતાં પણ પાપ છોડવું ગમતું નથી !
આમ પરિસ્થિતિ સામસામેના છેડાની પ્રવર્તે છે.
પુણ્યના જે મૂળ છે તે ગુણના . આપણે લોભી બનવું છે. ગુણ જોયા નથી કે તેના દાસ બન્યા નથી, તેના દાસ બન્યા નથી ! આવું કરીએ તો પુણ્ય તો મળે જ, જશ પણ મળે. સારા સજ્જનની ગણત્રીમાં તરત દાખલ થઈ જવાય.
-
Jain Education International
For Private & Personal Use Only
૧૭
www.jainelibrary.org