Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 10
________________ એવી જ રીતે પ્રચલિત કથાઓમાંથી તારવેલાં રહસ્યો વાચકને એક નવીન દષ્ટિ આપે છે. રાજા શ્રીપાળના જીવનમાંથી સાર તારવતાં તેઓ કહે છે, “તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ.” શ્રીપાળના તો આત્મા અને નવપદ બને અભેદ થઈ ગયા હતા. નવપદથી શ્રીપાળના મન અને આત્મા પૂરા રંગાઈ ગયાં હતાં જગતમાં નવપદનું દર્શન અને નવપદમાં જગતનું દર્શન થતું હતું. આમ સંભેદપ્રણિધાન અને અભેદપ્રણિધાન બને શ્રીપાળે સિદ્ધ કર્યા હતાં. “શેનાથી નિર્લેપ રહેવું અને શેનાથી લપાઈ જવું” આ વિવેક એ જ શ્રીપાળરાજાના જીવનનું મુખ્ય રહસ્ય જણાય છે. આપણે ત્યાં દર છ મહિને થતાં તેમના ચરિત્ર-શ્રવણથી ને સ્મરણથી આપણાં ચિત્તના વહેણને અને વલણને એ દિશામાં જ વાળીએ.” જૈન કથાઓમાં રહેલાં માર્મિક રહસ્યને પ્રગટ કરવાની સાથોસાથ ક્યારેક કવિકલ્પનાનો સુંદર વિહાર પણ જોવા મળે છે. કૌશાંબી નગરીમાં આવેલા ભગવાન મહાવીર સ્વામીને સૂપડાના ખૂણામાં પડેલા અડદબાકળા વહોરાવનારી ચંદનબાળાની વાત કરીને તેઓ કહે છે કે સૂપડું કેવું સભાગી કે જેને આ ઘટનાના પ્રથમ પ્રેક્ષક થવાનો યશ મળ્યો અને એ સૂપડાને જ આ ઘટનાની વાત પૂછે છે. એવી જ રીતે ભગવાન ઋષભદેવને પારણા કરાવનાર ઇક્ષરસના ઘડાની કલ્પના આલ્હાદક લાગે છે. કલ્પનાના ગગનમાં વિહાર કરતા તેઓ વાસ્તવની ધરતી પર સર્જાતા હૃદયસ્પર્શી પ્રસંગો પણ આલેખે છે. ખેમો દેદરાણી, રતિભાઈ કામદાર, જીવદયાપ્રેમી જેસિંગભાઈ જેવી વ્યક્તિઓના પ્રસંગો મૌલિક જીવન સૂઝ આપી જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના “સદ્ધા પરમદુલ્લા સૂત્ર દ્વારા પરમ દુર્લભ શ્રદ્ધાની પ્રાપ્તિની વાત કરે છે, તો પ્રતિપક્ષની વિચારણામાં અનેકાંત વિચારણાનો પડઘો સંભળાય છે. નાનાં નાનાં શુભ કાર્યો દ્વારા પણ જીવનમાં માનવતાની મહેક પ્રસરાવી શકાય છે, એની કેવી સરસ વાત અહીં કરી છે? - 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 270