Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 7
________________ $ મોતીની ખેતી કુમારપાળ દેસાઈ ત્યાગસમૃદ્ધ, જ્ઞાનસમૃદ્ધ અને અનુભવસમૃદ્ધ એવા આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજનું વ્યાખ્યાન, પ્રત્યક્ષ દર્શન કે એમનું લેખન સદૈવ પ્રસન્નતાનો પરમાનંદ અર્પતું રહ્યું છે. એમના ભીતરમાંથી વહેતો સહજ પ્રસન્નતાનો સ્રોત શ્રોતાઓને કે ભાવિકોને તો ઠીક, કિંતુ સર્વજનહૃદયને ભીંજવી દેતો હોય છે. આગમશાસ્ત્રોનું ઊંડું અધ્યયન, દાર્શનિક ગ્રંથોનું અવગાહન, અઘતન સાહિત્યસર્જન સાથે જીવંત સંપર્ક અને આગવી ગદ્યશૈલી - આ બધાનું ઉત્તમ સંમિશ્રણ એટલે પાઠશાળા (ગ્રન્થ - ૨). આમાં તેઓ ધર્મકથાઓના મર્મને જે રીતે ઉઘાડી આપે છે, એ જ રીતે માનવના આંતરમનનાં સંચાલનોને પારખીને એને પણ આલેખે છે; આથી મેઘકુમાર, રાજા ભવદેવ અને શ્રાવક રાજા શ્રીપાળની કથાની સાથોસાથ વિચાર, વૃત્તિ અને પૂર્વગ્રહોના પરિગ્રહની; ગુણપક્ષપાતી દષ્ટિની, પ્રતિપક્ષી વિચારણાની અને મનોવિજયની વાત તેઓ કરે છે. આગમ પંચાંગીની સાથે ધર્મક્રિયા કે દર્શનવિષયક કેટલાક પ્રશ્નોની વ્યાપક અને વિશદ વિચારણા કરે છે. પર્યુષણના દિવસોમાં ૧૭ પ્રતિક્રમણ કરવાની વાત કે શ્રી શત્રુંજય તીર્થની યાત્રામાં પાંચ ચૈત્યવંદનોમાં એક શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શા માટે, એનો ઉત્તર આપે છે. આ ઉત્તરો એમની વ્યાપક અને મૂળગામી ચિંતનદૃષ્ટિના દ્યોતક છે. ચક્રવર્તી ભરત કે ચિત્તોડના મહારાણાની કથાની સાથોસાથ આચાર્ય શ્રી ધુરંધરવિજયજી મહારાજસાહેબની જીવનપદ્ધતિ અને તેમની અવિચલિત મનોદશાનાં દૃષ્ટાંતો તેઓ આપે છે. આમ અહીં મોતીની ખેતી છે. જ્ઞાનસાગર, જીવનસાગર કે અનુભવસાગરમાંથી મેળવેલાં તેજસ્વી મોતી એમણે અહીં વેર્યાં છે. કે જીવનના બાગમાંથી તાજાં, પ્રફુલ્લિત અને સુવાસિત પુષ્પોની સુગંધ આપતાં કેટલાંક સુંદર વાક્યો તો મનમાં રમ્યા કરે તેવાં છે; જેમ કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 270