Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 5
________________ મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજ કે જેઓ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજના મુખ્યશિષ્ય ઉપાધ્યાયશ્રી વિમલહર્ષ મહારાજના શિષ્ય હતા જેમણે સંવત ૧૬૪૮માં શ્રી શત્રુંજય ગિરિરાજની ૪૧૪ યાત્રા કરી હતી તથા દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ અને બાર ગાઉની એમ ચાર પ્રદક્ષિણા કરી હતી -આનો શિલાલેખ ગિરિરાજ પર પુંડરિક સ્વામીના દેરાસરની જમણી બાજુના ચૌમુખજીના દેરાસરની બહારના થાંભલા પર આજે પણ જોવા મળે છે. આ મુનિરાજશ્રી સંયમના એટલા બધા ખપી તથા અત્યન્ત ભવભીરુ સાધુ પુરુષ હતા; એમણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચાર આ ચારેયમાં એવા અલગ/અલગ નિયમો સ્વીકાર્યા હતા અને એમાં ખલન થાય તો શું શું કરવું એનો પણ ઉલ્લેખ પોતે કર્યો છે. આત્માર્થી જીવોને આ લેખમાંથી ઘણી ઘણી પ્રેરણા મળે તેમ છે. આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે આત્મા નિમિત્તવાસી છે. મેઘકુમાર જેવા કેટલાય આત્માઓનિમિત્તના યોગે પતનની ખીણમાંથી ઊગરી સાધનાના સર્વોચ્ચ શિખરે આરૂઢ થઈ ગયા છે. મેઘકુમારની આ વાત પણ સુંદર વિશ્લેષણપૂર્વક અહીં રજુ કરવામાં આવી છે. જુની વાતોની સાથે સાથે પ્રેરણાદાયી નવી નવી વાતો પણ સ્વ/પર સમુદાયના ભેદને વચમાં લાવ્યા સિવાય આ પાનાંઓ પર રજુ કરવામાં આવી છે. જેમકે, આચાર્યશ્રી વિજયજિતેન્દ્રસૂરજીની વાત. હૈયામાં પાંગરેલા પ્રમોદભાવ સિવાય આવું બનવું શું શક્ય છે? ખાણમાંથી કાઢવામાં આવેલા હીરાને જેમ સાફ કરી, પહેલ પાડી, પૉલીશ કરી મૂલ્યવાન બનાવી એને બજારમાં મૂકવામાં આવે છે તેવી જ રીતે આપણા આ વિચક્ષણ આચાર્યશ્રી પણ સાહિત્યના અગાધ સાગરમાં ડુબકી મારી એમાંથી અનેક રત્ન જેવી વાતોને શોધી શોધીને બહાર કાઢી એને સારી રીતે મઠારીને સામાન્ય જન માટે સરળ બનાવી અત્યંત મુશ્કેલ ગણાય તેવું કાર્ય કરી રહ્યા છે. ગહન ચિન્તન, ઊંડું અવગાહન અને સુસ્પષ્ટ તથા સરળ લેખન શૈલીના સુભગ સંયોગ વિના આવું અસરકારક લખાણ નિષ્પન્ન થવું તે શક્ય નથી. તેમની આ લેખન યાત્રા અનેક જિજ્ઞાસુ આત્માઓને રસલ્હાણ કરતી ચિરકાળ પર્યત અવિરતપણે ચાલ્યા કરે એવા અત્તરના આશીર્વાદ સાથે આ પ્રાસંગિક વક્તવ્ય પૂર્ણ કરૂં છું. - Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 270