Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust
View full book text
________________
પ્રાસંગિક વક્તવ્ય
પૂજ્ય આચાર્ય શ્રી દેવસૂરીશ્વર ચરણરેણુ વિજય હેમચન્દ્રસૂરિ આવો આજે આપણે હૈયાના હેત અને ઉરના ઉમંગથી પાઠશાળાગ્રન્થ બીજાને આવકારીએ.
પાઠશાળા'ગ્રંથ પહેલાને અત્યંત ઉમળકાથી સૌએ વધાવ્યો છે તે જોતાં આ બીજા ગ્રન્થને પણ સૌ એનાથીયે અદકેરા ઉમંગથી વધાવશે એવો સચોટ વિશ્વાસ છે.
પાઠશાળા'દ્વિમાસિકે પોતાની વૈવિધ્ય સભર અને પ્રમાણભૂત રજૂઆતના કારણે સામયિકોની દુનિયામાં પોતાનું આગવું અને અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે એ નિર્વિવાદ છે.
આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજીની મર્યાવગાહિની સૂક્ષ્મ પ્રતિભાના કારણે “પાઠશાળા માં આવતાં લેખોમાંથી બધાને નવી પ્રેરણા, નવી ચેતના અને નવી દષ્ટિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
એક ખ્યાતિપ્રાપ્ત અચ્છા પ્રવચનકાર આચાર્યશ્રીએ “પાઠશાળા” અંગે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે-- “આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજની લોખિનીમાં અજબ ગજબની તાકાત છે. આપણે જાણતા હોઈએ તેવા પ્રસંગોને પણ જ્યારે તેઓ પોતાની આગવી શૈલીથી રજૂ કરે છે ત્યારે તેમાંથી કોઈ જુદો જ પ્રકાશ પ્રાપ્ત થાય છે. તેમનું લખાણ શબ્દલાલિત્ય, ભાષાપ્રભુત્વ અને તલસ્પર્શી રજૂઆતના કારણે બીજા લખાણો કરતાં જુદું જ તરી આવે છે.
પાઠશાળા'નો અંક હાથમાં આવ્યા પછી તે વાંચ્યા સિવાય હાથમાંથી મૂકવાનું મન થતું નથી. તેમાં આવતાં અલગ અલગ વિભાગો જેવા કે : પહેલું પાનું સુભાષિત, જિજ્ઞાસા, પત્ર તથા કથા પ્રસંગો સૌ કોઈને માટે આકર્ષણરૂપ બને તેવાં છે. અમારા જેવાને પણ એમાંથી ઘણું નવું જાણવા મળે છે.”
આ આચાર્યશ્રીનો પ્રતિભાવ આપણને ઘણું બધું સમજાવી દે છે.
પાઠશાળા'ના પ્રત્યેક અંકમાં કંઈને કંઈ નવી વાત જે વાંચવા/વિચારવા અને નોટમાં ઉતારવા જેવી હોય તેવી અવશ્ય મળે છે. કેટલીક વાતો તો આપણાથી ઘણી પરિચિત હોવા છતાં તેની રજૂઆત એ રીતે કરવામાં આવે કે તે નવા જેવી જ લાગે તથા કેટલીક વાતો અને પ્રસંગો તો એવા પણ આમાં વાંચવા મળે કે તે પહેલી જ વાર વાંચવામાં આવતા હોય.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 270