Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાંતિવીર સ્વામીરાવ ઉ પૃથ્વીસિંહ આઝાદ છે. મહેશચંદ્ર પંડયા લગભગ ૨૦૦ વર્ષ સુધી મા ભારતી અંગ્રેજોની ગુલામીની જંજીરામાં જકડાયેલી રહી. આ જંજીરને તેડવા ઈ. સ. ૧૮૫૭ થી શરૂ કરીને ઈ.સ. ૧૯૪૭ સુધી એના અનેક સંતો માથે કફન બાંધીને મેદાને પડયા હતા. ૧૮૫૭ માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, તાત્યા ટોપે, નાના સાહેબ વગેરેથી માંડીને ૨૦ મી સદીમાં વીર ભગતસિંહ, પ્રફુલ્લચંદ્ર ચાકી, ચંદ્રશેખર, સુખદેવ, રાજગુરુ, વીર સાવરકર, વીર ઉધમસિંહ જેવા અનેક નામી-અનામી સપતાએ મા ભોમને આઝાદ કરવા પિતાનાં ઊનાં ઊનાં લેહી રહ્યાં હતાં. એવા શુરવીરોની યાદીમાં તાજેતરમાં વીરગતિ પામનાર ક્રાંતિવીર સ્વામી રાવ ઉર્ફ પૃથ્વીસિંહ આઝાદનું નામ તેજ રવી અક્ષરોથી કોતરાયેલું રહેશે. એમણે દેશને આઝાદ કરવા માટે અનેક યાતનાઓ અને કષ્ટ, જોખમે અને વેદનાઓ સહન કર્યા હતાં. પ્રચંડ શક્તિ અને લેખંડી માનસ ધરાવનાર એ ક્રાંતિવીરે એમનાં પરાક્રમો દ્વારા અંગ્રેજ સરકારને હચમચાવી નાખી હતી. એ મહાપુરુષનાં જીવન અને કાર્યોને યાદ કરીને એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પવાને આ નમ્ર પ્રયાસ છે, લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે પૃથ્વીસિંહ આઝાદના પૂર્વજો દુકાળને કારણે રાજપૂતાનાને છેડીને પંજાબમાં જઈ વસ્યા હતા. ઈ. સ. ૧૮૯૮ માં પંજાબમાં ભારે દુકાળ પડ્યો હતો તેથી એમના પિતા માત્ર છ વર્ષના પૃથ્વીને લઈને બ્રહ્મદેશ ગયા. આમ બાળક પૃથ્વીનું બાળપણ રખડપટ્ટીમાં વિત્યું. નાનપણમાં એઓ આંબલી–પીપળી, તીરકામઠાંની રમત વગેરે રમતા અને ઢોર ચરાવતા. ઈ.સ. ૧૯૦૫ ની બંગભંગની લડતે દેશમાં રાષ્ટ્રિય જાગૃતિ લાવવાનું મહત્ત્વનું કામ કર્યું હતું. એવે વખતે પૃથ્વીસિંહ પંજાબના ક્રાંતિકારીઓનાં પરાક્રમોથી આકર્ષાયા, એમનામાં દેશપ્રેમ માટેની લાગણી જન્મી. એ અરસામાં પંજાબ કેસરી લાલા લજપતરાયને અંગ્રેજ સરકારે સજા કરી હતી એ જાણીને ૧૪ વર્ષના કિશોર પૃથ્વીસિંહના હૃદયમાં આગ લાગી; એ આગ આઝાદીની પ્રાપ્તિ સુધી જલતી જ રહી. એમણે કિશોરાવસ્થામાં જ વિદેશી ધૂંસરીમાંથી ભારતવર્ષને મુક્ત કરવાના શપથ લીધા અને એને જ જીવનકાર્ય બનાવ્યું. એમને લાગ્યું કે ભારતવર્ષમાં રહીને એ કાર્ય સરળતાથી થઈ શકશે નહિ. એ વખતે અમેરિકામાં ભારતવર્ષના કાંતિકારીઓ “ગદર પાટી” થાપીને એ દ્વારા હિંદને આઝાદ કરવા મથતા હતા. એ વાત પૃથ્વીસિંહે જાણી. એમને “ગદર પાટી”માં જોડાવાની તીવ્ર ઈચ્છા થઈ તેથી એ અનેક સંકટો વેઠના વેઠતા મનિલા થઈને અમેરિકા પહોંચ્યા અને “ગદર પાર્ટીમાં જોડાઈ ગયા. આ ગદરપાટીના જુવાન હિંદને આઝાદ કરવા કોઈ પણ સાધન વાપરવા તૈયાર હતા. એઓ હિંદના ક્રાંતિકારીઓને શસ્ત્રો પહેચાડવાનું કામ કરતાં પણ ખચકાતા ના હતા. ગદરપાટીના મરણિયા બનેલા કેટલાક જુવાને, ખીસામાં વિવર અને કારતૂસે ભરીને, ક્રાંતિનાં ગીત લલકારતા લલકારતા ટીમર મારફતે હિંદમાં આવવા રવાના થયા, પરંતુ એમાં કલકત્તા બંદરે પિલીસના હાથમાં ઝડપાઈ ગયા. આમાં પૃથ્વીસિંહ પણ હતા. એમણે સિફતપૂર્વક પોલીસને થાપ આપી અને ત્યાંથી છટકી ગયા. એ પછી લાહોર થઈને અંબાલા પહેયા. એ વખતે એમની ઉંમર ૨૨ વર્ષની હતી. ડિસેમ્બર, ૧૯૧૪ ના રોજ એઓ પોતાના મિત્રને મળવા અંબાલા રાજપૂત છાત્રાલયમાં પહેચ્યા. અંબાલાની પોલીસ એ છાત્રાલય પર ચાંપતી નજર રાખતી હતી તેથી એ છાત્રાલયમાં પૃથ્વીસિંહને જોઈને અંગ્રેજોના મળતિયા લહનસિંહે પૃથ્વીસિંહની બાતમી પોલીસને આપી તેથી તરત જ પિલીસ ઈન્સ્પેકટર અમરસિંહ સાદા વેશમાં છાત્રાલયમાં પહોંચી ગયે. અલમસ્ત શીખ ૨] ' ૧૯૮૯ -નવે. [ પથિક-દીપોત્સવ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85