Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન ઉપનિષદમાં નારી નિરૂપણું ડો. કાન્તિલાલ રા. દવે “ઘણીખરી માનવસંસ્કૃતિઓને ઈતિહાસ બતાવે છે કે આપણે જેમ જેમ પાછળના કાલમાં જઈએ છીએ તેમ તેમ સ્ત્રીઓની સામાન્ય સ્થિતિ વધુ ને વધુ અસંતોષકારક માલૂમ પડે છે. આ બાબતમાં હિંદુ સંસ્કૃતિ અપૂર્વ છે, કારણ કે એમાં આપણને સામાન્ય નિયમને અપવાદ મળે છે. જેમ જેમ આપણે પાછળ જઈએ છીએ તેમ તેમ એકથી વધુ ક્ષેત્રોમાં સ્ત્રીઓની સ્થિતિ સંતોષકારક દેખાય છે.” ડો. એ. એસ. અકરનું આ વિધાન ભારતીય ઇતિહાસમાં ઉપનિષકાલને જેટલું લાગુ પડે છે તેટલું ભાગ્યે જ બીજા કોઈ કાલને લાગુ પાડી શકાય એમ છે. તત્કાલીન વિશ્વના કોઈ પણ દેશના કોઈ પણ નારીસમાજને ભારતીય નારી કરતાં વિશિષ્ટ તે શું, ભારતીય નારીની સમકક્ષ પ્રતિષ્ઠા પણ ભાગ્યે જ પ્રાપ્ત થઈ હશે. ઉપનિકાલમાં પરિવારમાં પુત્રીનું સ્થાન પુત્ર કરતાં કઈ રીત હીન માનવામાં આવતું હતું, એટલું જ નહિ, બુ. ઉપ (૬-૪-૧૭)માં પ્રાપ્ત ઉલેખ અનુસાર તે કેટલાક સંસ્કારી પરિવારમાં પંડિતા દુહિતાની પ્રાપ્તિ માટે વિશિષ્ટ પ્રકારને વિન કરવામાં અને તું તે, ત્યારે પુત્રની જેમ પુત્રીને પણ અધ્યયન-અર્થે ઉપનયન-સંસ્કારથી દીક્ષિત કરવામાં આવતી હતી. આવી કન્યાઓ સંભવતઃ આચાર્ય પિતા પાસે અથવા નજીકના આચાર્યકુળમાં વાસ કરી બ્રહ્મચર્ય પૂર્વક વિદ્યાભ્યાસ પૂર્ણ કરતી એવા ઉપનિષદના પૂર્વ વતી અથર્વવ (૧૫-૫-૧૮)માં પ્રાપ્ત ઉલેખ પરથી ઉપનિષત્કાલમાં પણું આવી વ્યવસ્થાના અસ્તિત્વનું અનુમાન કરવામાં કોઈ વાંધો નથી, જે કલમાં ઘેજા–અપાલા જેવા મંત્રદ્રષ્ટી પિકાઓની વાતદાર જેવી ગાર્ગ-મરોલીનાં વિધાતેજ તપતાં હોય તે કાલના સમાજે કન્યા શિક્ષણુની સુચારુ વ્યવસ્થા અવશ્ય વિચારી જ હશે. તત્કાલીન વિદુષીઓમાંની કેટલીકે અધ્યાપિકાને વ્યવસાય સ્વીકારી કન્યાશિક્ષણ આપવાનું કર્તવ્ય અવશ્ય બનાવ્યું હશે જ એમ પાણિનિએ વ્યાકરણ અષ્ટાધ્યાયી (૬-૨-૮૬ અને ૩-૮-૨૨)માં કરેલા અા કા માટેના ઉપાધ્યાયા' અને કન્યા-છાત્રાલયા માટે “saઃ શાસ્ત્રાપા” એવા ઉલ્લેખો પરથી કહી શકાય એમ છે. ઉપનિષત્કાલમાં (૧) બ્રહ્મવાદિની અને (૨) સોદ્ધાહા એમ બે પ્રકારની વિદ્યાર્થિનીઓના ઉલેખ પ્રાપ્ત થાય છે. આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરી જીવનનાં ગૂઢ રહસ્યોનું જ્ઞાન મેળવવા બ્રહ્મચિંતનમાં જ જીવન સાર્થકથ માનનારી કથાઓ “બ્રહ્મવાદિની' તરીકે ઓળખાતી, જ્યારે વિદ્યાવ્યાસના અને યોગ્ય જીવનસાથી સાથે લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનારી કન્યાએ સોહાહાતરીકે ઓળખાતી. ઉપનિકાલમાં ગાગી અને એવી આ પ્રકારની સ્ત્રીઓનાં આદર્શ ઉદાહરણ છે. સહાહાપ્રકારની કન્યા વિદ્યાભ્યાસની સમાપ્તિ બાદ લગ્ન કરતી હોવાથી પુખ્ત વયે એમનાં લગ્ન થતાં હેવાનું અનુમાન કરી શકાય. અલબત્ત, છ. ઉ૫.(૧-૧૦-૧, ૪–૨-૩)માં અપવાદરૂપે બાલવિવાહના સદિધ સંકેત પ્રાપ્ત થાય છે ખરા. ઉપનિષત્કાલીન સમાજ પુરુષસત્તાક હોવા છતાં પરિવારના કેન્દ્રસ્થાને પત્ની જ હોવાનું જણાય છે. ઉપનિષદોમાં પતિ-પત્ની બંને માટે પ્રયુક્ત દંપતી” શબ્દને અર્થ થાય છે. ઘરનાં સ્વામી. એ જ રીતે ઉપનિષદોમ બહુલ પ્રયુક્ત” “પતિ અને પત્ની' શબ્દ પણ ગૃહસ્વામી અને ગૃહસ્વામિની” એના અર્થના હોતક છે. આ શબ્દપ્રયોગ ઉપનિષત્કાલમાં પતિ-સમોવડી પનીનાં ગૌરવમય સ્થાનભાનું સૂચન કરે છે. આવા જ સ્થાનમાનને લચક જાવ' શબદ પણ ઉપનિષદ (પૃ. ઉ૫. ૧-૪-૧૭, ૪-૫-૬, છાં. ૧-૧૦-૧, ૧-૧૦-૧૭ વગેરે)માં વારંવાર પ્રયોજાયેલ જોવા મળે છે. બુ. ઉપ (-૪-૧૭) ૧૯૮૯ ઓકટે--નવે. [ પથિ-વીપેસવાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85