Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સમવય થશે. તાજમહાલ અને પુરાવો છે. મુસ્લિમ શાસકોની અસર દક્ષિણ અને પશ્ચિમ ભારતવર્ષમાં નગર ન વિકસી શકી, - પૂર્વ આધુનિક યુગમાં ભારતવર્ષના શાસદો અને દેશના વિભિન્ન પ્રાન્તના રાજાઓએ સુવ્યવસ્થિત રીતે નગર-આયોજન માટે પ્રયાસ કર્યા. આનું ઉત્તમ ઉદાહરણ જયપુર નગર છે. આ નગર જયસિંહ બીજાએ વસાવ્યું. અહીં રાજાના મહેલની ચારે તરફ એક સીધી રેખામાં મકાન બન્યા છે. આખા નગરની ફતે દીવાલ બનેલી છે. જયપુર નગરનાં જુદાં જુદાં સ્થાનાં અને રસ્તાઓ તથા દરવાજાઓનાં નામ રાખવામાં આવ્યાં છે. નગરની બરાબર વચ્ચે રાજા જયસિંહ બીજાને મહેલ છે, જયાં પહેચવા માટે કેટલાય દરવાજા પાર કરવા પડે છે. - અંગ્રેજો ભારતવર્ષમાં બરાબર સ્થિર થયા પછી પશ્ચિમ વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ શરૂ થશે. ' યુરોપના સારામાં સારા નગર-નિયોજકે ભારતવર્ષમાં આવ્યા. અંગ્રેજ શાસકોએ નગર-આયોજનને એક વ્યવસ્થિત પ્રકારને કાર્યક્રમ બનાવ્યું. આમાં નગરના નાગરિકોને વિશેષ સુવિધાઓ મળે એ માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું. ૧૯ મી સદીમાં દિલ્હી વડોદરા મૈસૂર વગરે નગરોનું આયોજન વ્યવસ્થિત રીતે શરૂ થઈ ગયું, પરંતુ એને મુખ્ય ઉદ્દેશ શાસકીય અને સૈનિક જરૂરિયાત પૂરતો જ હતે. ખૂબ મેટા-પહેલા રસ્તાઓ વચ્ચે વચ્ચે ખુલ્લી જગ્યાએ રાખવામાં આવી હતી, જેથી લશ્કરના સૈન્યને ઝડપથી આવજા કરવાની સરળતા રહે; જોકે આવા પ્રકારનું નગર-આયજન નાગરિકે માટે ખાસ ઉપયોગી ન હતું. વીસમી સદીની શરૂઆતમાં નગર-આયેાજન પર ગંભીર રીતે વિચારવાની શરૂઆત થઈ. આ કામે પછી તે નગરપાલિકા-હસ્તક શરૂ થયાં. ઝડપી ઔદ્યોગિકીકરણ તથા વાહનવ્યવહારનાં સાધન વિકસતાં લોકોને શહેર તરફ આકર્ષણ વધ્યું. હવે ઝડપથી વધતાં શહેરને મુખ્ય ઉદ્દેશ પીવાના પાણીની વ્યવસ્થા, સુવ્યવસ્થિત સડક-માર્ગો બનાવવાનું, સાર્વજનિક કલ્યાણ અને સેવાના કાર્ય કરવાનું શરૂ થયું. મેટા પ્રમાણમાં નાણુની જરૂરિયાત ઊભી થઈ. પછી તે વિવિધ શહેરની નગરપાલિકાઓ પણ આર્થિક ભીંસ અનુભવવા લાગી. વતંત્રતા પછી ભારતની વસ્તી બે ગણી થઈ છે. આ ઝડપથી નવી ઉમેરાતી વસ્તી ભારતની શહેરમાં હવે છેલ્લાં થોડાં વર્ષોથી રહેવા માટે વધુ ને વધુ આકર્ષતી જોવા મળે છે. ઈ.સ. ૧૯૮૧માં ભારતમાં કુલ ૩૨૪૫ શહેર હતાં. આમાં ૧ લાખથી વધુ વસ્તીવાળાં શહેરની સંખ્યા ૨૧૬ હતી. આ શહેરે વિવિધ કારણે સર વિકાસ પામ્યાં છે, જેમાં (૧) શરણાથી શહેર, (૨) ઔદ્યૌગિક શહેર, (૩) નવાં શહેર અને (૪) પ્રાચીન-જૂનાં શહેરેનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત ઝડપથી વિકસતાં શહેર જોઈએ તે કુલ ૧૨ છે, જેની કુલ વસ્તી ૧૦ લાખથી વધુ છે. આજે દેશની ૨૪ ટકા વસ્તી શહેરમાં નિવાસ કરે છે. વળી શહેરીકરણપ્રક્રિયા છે તે ખૂબ જ ધીમી છે તો પણ એ અનેક સમસ્યાઓ ઊભી કરે છે. ગ્રામીણ વસ્તી શહેરે તરફ સ્થળાંતર કરે છે. શહેરા ચારે તરફ બેફામ રીતે વધે છે. સનારૂપી જમીને રહેઠાણમાં ફેરવાઈ જાય છે. મજૂરે અને ક્ષિત શહેરોમાં આવે છે તેથી રહેઠાણને પ્રશ્ન વિકટ બને છે. બેરોજગારી નાથવી હવે લગભગ અશકય બની ગઈ છે. શહેરમાં દૂષિત હવા અને પાણી, ગંદા વસવાટો, વસ્તુઓના ઊંચા ભાવ, ભેળસેળ, અપૂરતા વિણવાળા ખેરાક વગેરેનાં લોક ભોગ બને છે. ખૂન બળાત્કાર તથા અન્ય અસામાજિક તો માથું ઊંચકે છે. પથિા-પેસવો] ૧૯૮૯ -નવે. [૭] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85