Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 76
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર વાસણ બુચ શ્રી. શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ ઈ.સ. ૧૯૦૭ માં ઔરંગઝેબનું મૃત્યુ થયું એ પછી દિહીની મહેનશાહી દિન-પ્રતિદિન નિર્બળ થતી ગઈ, આંતરિક કલહે, અમીરાની સત્તાની અથવા રવતંત્રતાની પ્રાપ્તિ માટેની મહત્વાકાંક્ષા અને મહારાષ્ટ્રના મહારાજયના ઉદય સાથે સૂબાઓ અને નાયબ સૂબાઓ શહેનશાહીને ટકાવી શક્યા નહિ. સન ૧૭૪૬ થી બ્રિટિશ સત્તાએ સૌરાષ્ટ્રમાં ઇ.સ. ૧૮૬ માં પ્રવેશ કર્યો ૬૦ વર્ષના ગાળામાં સૌરાષ્ટ્રમાં યુદ્ધોની પરંપરા અવિચ્છિન્ન રાખવાની, પ્રજાને પાયમાલ કરવાની અને દેશને ઉજડ કરવાની ફરજ જાણે પિતા ઉપર આવી પડી હોય એમ સૌરાષ્ટ્રમાં દીવાન અમરજી, મેરામણ ખવાસ, ભા કુંભાણ, રાણા સરતાનજી, ઠાર વજેસિંહ, કાઝી શેખમિયા વગેરે અનેક તલવાર-શેખીનોએ દ્રવ્ય અને વિસ્તાર વધારવા માટે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિને સમરભૂમિમાં પલટાવી નાખી. આ રાજાઓ અને સરદારની આ હિંસક પ્રવૃત્તિની નોંધ ઈતિહાસના પાનાઓ ઉપર ભરપ લેવાઈ છે અને તેથી એની ચર્ચા અહીં અસ્થાને છે. આ નામાવલિમાં ગેંડળના ઠાકોર હાલાજી તથા એના અનુગામી કુંભાજી અગત્યના સ્થાને છે. ઠાકર હાલાજીએ રેડળના ગરાસ જેવા નાનકડા રાજયમાંથી ગોંડળને મેટું રાજ્ય બનાવ્યું, પરંતુ એણે આકરેલી પ્રવૃત્તિ એના પછી કુંભાજીએ સવિશેષ વિસ્તારી. ભા કુંભાએ આ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી શૂરવીર અને પરાક્રમી પુરુષોને નિમંત્રી પિતા પાસે રાખે અને સ્વયં બુદ્ધિશાળી અને પરાક્રમી હતા છતાં મંત્રીઓ પણ એવા જ સાથે રાખ્યા. ઠાર હાલાજી પાસે ઈ.સ. ૧૭૭૬માં જુનાગઢથી પિતાના મામા ત્રીકમદાસ મજમૂદારની ભેંસ રાઈ કે ખોવાઈ ગયેલી અને એ હાલાજીના ખાડુમાં છે, જે લેવા માત્ર ૧૫ વર્ષને એક કુમાર ગેડળ દરબારમાં આવ્યા. એણે યુક્તિપૂર્વક ભેંસ પિતાની છે એમ સાબિત કરી દેતાં હાલાજીએ ભેંસ તે આપી, પણ એને પિતા પાસે રાખી લીધે. એનું નામ ઈશ્વરછ અંબાશંકર બુચ. ઈશ્વરજી વશમાં આવતાં એની કુશાગ્રબુદ્ધિ અને પ્રતિભાથી એણે હાલાજીનું મન જીતી લીધું, એટલું જ નહિ, કલમ અને કરારના સુમેળવાળા આ શક્તિશાળી જવાને ઈ.સ. ૧૭૮૫ સુધી પોતે ૬૪ વર્ષના થયા ત્યાં સુધીમાં હાલાજી તથા કુંભાજી સાથે રહી એની રાજ્ય વિસ્તારની પ્રવૃત્તિ તથા રાજયની પ્રતિષ્ઠા વધારવામાં અગત્યનો ભાગ ભજવ્યો. ઈશ્વરજીને બે પુત્રો હતા તેમાં મોટા વાસણછ તથા નાના બુલાખીરામે માત્ર ૧૫ વર્ષની વયે સન ૧૭૪ માં લીંબડી ઉપર ૪૦૦ સવારનું નેતૃત્વ લઈ સવારી કરેલી અને એમણે પણ એમના પિતાને પગલે ચાલી દરબારમાં તથા રણભૂમિમાં પોતાનાં બુદ્ધિબળ અને બાહુબળનું કાન કર્યું અને પરિણામે એમની સામે અન્ય રાજપુરુષોની ખટપટ છતાં રાજ્યકક્તની પ્રીતિ અને વિશ્વાસ સંપાદિત કરી કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા. - ઈ.સ. ૧૭૮૧ માં ગાંડળના ભાયાત કોટડાના હેથીજીની કુંવરી રિબંદર-રાણાને પરણાવેલાં તે ગયાં ત્યાં તે માંગરોળના શેખમિયાંએ પોરબંદરનું નવીબંદર લઈ લીધું એટલે કોઈએ કહ્યું કે નવી આવી અને નવી ગઈ, આથી માઠું લાગતાં એણે કુંભાજી પાસે આવી નવીબંદર જીતી લેવા આજીજી કરી અને વાસણ બુચ માંગરોળ ઉપર ચડ્યા. શેબે સમાધાન માગ્યું અને નવીબંદર પાછું લઈ ડેડી આ૦થા, અધિ-દીપેસૂવાં ) ૧૯૮૯ -નવે. [ ૭૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85