Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર્યુક્ત વિદ્વાનોએ પિતાનાં પુસ્તકમાં ભારતવર્ષના પ્રાચીન નગર–આયોજન વિશે ખૂબ લખ્યું છે. પ્રાચીન સમયમાં પણ ભારતવર્ષમાં ઉચ્ચ પ્રકારનું નગર-આયોજન હતું, એટલું જ નહિ, ભારતવર્ષનું નગર-આયોજન તેમ ઉદ્યાન શિલ્પ સ્થાપતશ વગેરે વિશ્વના અન્ય દેશોમાં ગયાં છે. મેહેં-જો-દડે હડપ્પા નાલંદા તક્ષશિતા વગેરેનાં અવશે અને સ્થાપત્ય પરથી ભારતવર્ષનું નગર-આયોજન સ્પષ્ટ જાણી શકાય છે. પશ્ચિમના મહાન સ્થાપત્યના જાણકાર ઈ. બી. હેવલે જણાવ્યું છે કે યુરોપના બાગબગીચાનું શહેરી આયોજનનું વિજ્ઞાન ભારતવર્ષના પ્રાચીન નગર-આયોજનના સિદ્ધાંતથી આગળ વધી શકયું નથી. ભારતવર્ષમાં ઉચ્ચ કોટિનાં નગર-આયોજન અને શિલ્પ-સ્થાપત્ય ખૂબ જ પ્રાચીન છે અને આજે પણ એનો વિકાસ થઈ રહ્યો છે. મહાકાવ્ય-સમયમાં ભારતવર્ષના નગરેનાં વિસ્તૃત અને સૂક્ષ્મ વર્ણન છે. હોપકિન્સે લખ્યું છે: ‘રામાયણ અને મહાભારતના સમય દરમ્યાનનાં નગર-આયોજનથી એ સ્પષ્ટ થાય છે કે ત્યાં રાજા રાજકુમાર પ્રધાને અમાત્ય તથા સેનાનાયકનાં મહાલય તે બનતાં હતાં, સાથે સાથે નિવાસીય મકાને તથા વિશાળ પ્રાસાદે ઉપરાંત સભાગૃહ, મંડપ તેમ અન્ય વસ્તુઓ હતી.' અધ્યા શૈશાલી કૌશામ્બી કિકિધા વગેરે નગરો ઈ સ. પૂ. ૧૦૦૦ વર્ષ પૂર્વે હતાં. નગરો જેકે વિશાળ હતાં તેમજ એની રચના એવી હતી કે એમાં વિવિધ સગવડે પ્રાપ્ત થતી, છતાં આમાં કેટલીક બાબતે વિવાદાસ્પદ જાણવા મળે છે. છે. હસમુખ સાંકળિકાના મત મુજબ “આ સમયનાં નરેને વિસ્તાર કાલ્પનિક અને વર્ણને થોડા ઘણા અંશે જ સાચાં જોવા મળે છે. નગરનાં જે પ્રમાણે વર્ણન થયાં છે તે પ્રમાણે પુરાવા ઓછા જોવા મળે છેજેમકે અયોધ્યા બાર યોજ : લાંબી અને ત્રણ યોજના પહેળી હતી, લંકા ૩૦ એજન પહેળી અને ઉત્તરકાંડ પ્રમાણે ૧૦૦ એજન લાંબી હતી. આ રીતે જે વર્ણન છે તે પ્રમાણે બહુ જ ઓછું પ્રાપ્ત થાય છે. અયોધ્યા અને લંકા માંટાં નગર હતાં. નગારે અને ગેપુર હતાં, અધ્યા એક જ માર્ગ પર વસી હતી, જયારે એની સરખામણીમાં કિષ્કિન્ધાને અનેક માર્ગો હતા. રસ્તા ધૂળિયા હતા તેથી પાણી છંટાતું. અયોધ્યામાં રાત્રે દીવા મુકાતા. આ સમયે આ નગરોમાં મહેલે પ્રાસાદ, નાનામોટા ચેક, ચિત્રશાળા કીડાગૃહ વગેરે હતાં, પરંતુ પાછળનાએ એ એમાં કાલ્પનિક અને કવિકલ્પનાઓ વડે ઉમેરો કરી વધારો કર્યો છે. ઈ. પૂ. ૩૦૦ પૂર્વે લખાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તગર-આયે જન સંબંધી સટ વિગતવાર માહિતી છે. નગરીને વન પુલ તથા નદીથી રક્ષણ અપાતું. રાજ્યની રાજધાનીઓને સાંકડી બનતી અટકાવવા માટે વસ્તીને કેટલાક પ્રમાણમાં નવાં નવાં ગામ બનાવીને વસાવવામાં આવતી. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નગર-આયોજનનાં સિદ્ધાંતો અને વિવરણ પર સાત અધ્યાય છે. આમાં આજનની સાથે કલા પર પણ ખૂબ માહિતી છે. આ બધાં પરથી લાગે છે કે એ સમયે વિજ્ઞાન સબંધી શહેરી આજનતાન પરતું હતું. મસ્યપુ રકંદરા અને ગરુડરૂર: સમાં પણ નગ' - આ જિન અંગેના ઉલ્લેખ મળી આવે છે, રકંદપુરાણમાં મહાનગરની સ્થાપના તથા ગરુડપુરાણમાં ઉઘાને વિશે માહિતી છે. આ ઉપરાંત કામિકાગમ કરણગમ સુબેદાગમ વગેરે પ્રથમ આ બધી માહિતી વિસ્તારપૂર્વક દર્શાવી છે. આ બધાં પરથી જણાય છે કે આ બધાંમાં નગર–આ જન તથા સ્થાપત્ય વધુ વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલાં છે. પ્રાચીન સમયમાં નગર-આયોજનને અભાવ ન હતા. આ સમયન બજાર સડક મંદિર રાજમાર્ગો તથા સાર્વજનિક સ્થળ પર વિગતવાર વિવરણ જોવા મળે છે. મેગસ્થનસે પાટલીપુત્રનું વર્ણન આ મુજબ કર્યું છે : પાટલીપત્ર ૧૦ માઈલ લાંબું, ૨ માઈલ પહેલું અને ચારે બાજુ દીવાલેથી ઘેરાયેલું પથિક-દીપેસવાંક] ૧૯૮૯ક.-નવે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85