Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છતાં સત્યકામ જાબાલ કે ગાગપુત્ર જેવા સ્ત્રીપ્રધાન કે માતૃનામો ગત રષિઓના મૃ. ઉપ.(૬-૫-૧,૨)માં પ્રાપ્ત ઉલેખોને આધારે કેટલાક ઉપનિષત્કાલમાં આ પ્રથા અમલમાં હોવાનું જણાવે છે, પણ આવા વિરલ સંદિગ્ધ ઉલ્લેખના આધારે કંઈ મહત્વપૂર્ણ નિર્ણય કરવો યોગ્ય નથી. ઉપનિષત્કાલમાં નૈતિકતાનાં ધારણ એક દર ખૂબ ઊંચાં હતાં. આથી જ તે રાજા અશ્વપતિ કેક જેવા એવો દાવો કરતા દર્શાવાયા છે કે “માર રાજ્યમાં કે ઈ વ્યભિચારી સ્ત્રી કે પુરુષની હયાતી નથી.” (છાં. ઉપ. પ-૧૧-૫). અલબત્ત, છાચારી સ્ત્રીપુરુષના જૂજ ઉદાહરણ કઠ, ઉપ.(૧-૫), છાં. ઉપ.(પ-૧૦-૧૦, . ઉપ(૧-૫) તથા બુ. ઉપ (-૩-૧૨ અને ૪-૪-૧, ૨)માં પ્રાપ્ત તો થાય છે જ, બૃ. ઉપ.(૪-૪-૧, ૨)માં સત્યકામની માતા જબાલ સ્વમુખે પિતાના અનેક પુરુષો સાથેના જાતીય સંબંધોને એકરાર કરતી નિરૂપાઈ છે. ઉપનિષત્કાલમાં અધ્યાપન કે શાસ્ત્રાર્થ જેવી જાહેર પ્રવૃત્તિઓમાં મુક્ત પણે ભાગ લેતી સ્ત્રીઓના ઉલ્લેખ (મૃ. ઉપ.૩-૩-૧ અને ૩-૮-૧) તત્કાલીન સમાજમાં ઘૂં ઘટ-પ્રથાના અસ્તિત્વની ગવાહી પૂરે છે. ઉપનિકાલમાં શિક્ષણની વિશાળ તક અને સામાજિક જાગૃતિના કારણે તcકાલીન નારી પ્રગતિની ટોચ પર પહોંચેલી જોવા મળે છે. ગાગી અને મૈત્રેયી તો ગ્રંહ્મયજ્ઞની ઋષિકા તરીકે કાતિ ફેલાયેલી હતી. બ્રહ્મવિદ રાજા જનકના “બહુદક્ષિણ યજ્ઞ' પ્રસંગે મેળવેલા બ્રહ્મોઘ(શાસ્ત્રાર્થ)માં તત્કાલીન સર્વશ્રેષ્ઠ બ્રહ્મવિદ ગણાતા આચાર્ય યાજ્ઞવકને અળતાથી સામને કરતા, એમને પડકારતી, મૂંઝવતી, હતપ્રભ અને આશ્ચર્યચકિત કરી દેતી ગૌરવવંતા ગાર્ગી એ ભારતીય ઇતિહાસમાં પિતાનું નામ સુવર્ણક્ષરે અંકિત કરી દીધું છે.૮ એ જ રીતે પતિ મંગલ ગૃહસ્થજીવનને અજવાળતાં, ભ્રમરકીટન્યાયે, બ્રહ્મવાદિનીની ભવ્ય ભૂમિકાએ પહોંચેલી અને હે ભગવન! વિત્તથી ભરેલી આખી પૃથ્વી મળે તેય હું શું એનાથી એમર થઈ શકીશ? જેનાથી હું અમર ન થાઉં તે લઈને હું શું કરું ?” (મૃ. ઉપ. ૨-૪-૨) એમ ખુમારીપૂર્વક પૂછતી, ભારે ભૌતિક સંપત્તિને ઠુકરાવતી, જ્ઞાનના ગેરુવા રંગે રંગાયેલી યાજ્ઞવલકથની ગરવી ગુઢણી મૈત્રેયીનું ઉદાહરણ ભારતીય ઈતિહાસનું પ્રજજવલ પ્રકરણ છે. છે. રામજી ઉપાધ્યાયના શબ્દ આ સંદર્ભમાં ધ્યાનાર્હ છે. એમાં લખે છે કે “એમાં કોઈ પણ સંદેહ નથી કે વૈદિક આર્યોના સમાજમાં નારીની સ્થિતિ એટલી ઉન્નત હતી કે આજે વીસમી સદીમાં પણ વિશ્વનું અધિમાં અધિક રાષ્ટ્ર પણ એવો દાવો કરી શકે એમ નથી કે એણે આજે પણ નારીને એટલું ઉન્નત સ્થાન પ્રદાન કર્યું છે.” છે. સંસ્કૃતવિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦ પાદટીપ : ૧. છે. અતેકર એ. એસ. (અનુ. છે. માંકડ ડી. આર) : પ્રાચીન ભારતમાં શિક્ષણ, પૃ.૩ ૨. ઈ. પૂ. પાંચમી સદીમાં લખાયેલ સૂત્રગ્રંથોમાં સ્ત્રીઓના ઉપનયન-સંસ્કારના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. મનુસ્મૃતિ (૨-૨૨૬) પણ કન્યાઓના ઉપનયન-સંસ્કારનો ઉલ્લેખ કરે છે. યમ જેવા મનુસ્મૃતિપરવૃત સ્કૃતિકાર પણ અત્યંત પ્રાનીન હાલમાં સ્ત્રીઓના ઉપનયન-સંસ્કાર ઉલેખ કરે છે. વેદાધ્યયન માટે આ સંસ્કારની અનિવાર્યતાથી પણ ઉપનિકાલમાં એના પ્રચલનનું અનુમાન થઈ શકે છે, ૪. બુ. ઉપ. ૬-૪-૩ વગેરે ૫. ડે. અનેકર એ. એમ. (અનુ. ડે, માંકડ ડી. આર) : ઉપવું કત, પૃ. ૧૭૦-૧૧ છે. મૃ. ઉપ. ૪-૧-૨ થી ૪ ૭ બ. ઉપ, ૩-૮-૧ ૮, હ. ઉપાધ્યાય રામજી : પ્રાચીન ભારતકી સરકૃતિક મૂપિકા, પૃ. ૯૬ ૧૯૮૯ો .-નવે. [ પથિક-દીપોત્સવાંક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85